કોચરબ આશ્રમના ઉદ્ઘાટન અને ગુજરાતમાં સાબરમતી આશ્રમ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:45 am
પૂજ્ય બાપુનો આ સાબરમતી આશ્રમ હંમેશા અજોડ ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યો છે. અને મારી જેમ દરેકને જ્યારે પણ અહીં આવવાની તક મળે છે ત્યારે અમે બાપુની પ્રેરણાને અમારી અંદર સ્પષ્ટપણે અનુભવી શકીએ છીએ. સત્ય અને અહિંસાનો આદર્શ હોવો જોઈએ, રાષ્ટ્ર આરાધનાનો સંકલ્પ હોવો જોઈએ, ગરીબો અને વંચિતોની સેવામાં નારાયણની સેવા જોવાની લાગણી હોવી જોઈએ, સાબરમતી આશ્રમ આજે પણ બાપુના આ સંસ્કારોને જીવંત રાખી રહ્યો છે. હું ભાગ્યશાળી છું કે આજે મેં અહીં સાબરમતી આશ્રમના પુનઃવિકાસ અને વિસ્તરણનો શિલાન્યાસ કર્યો છે. કોચરબ આશ્રમ કે જે બાપુ શરૂઆતમાં આવ્યા તે અગાઉનો પહેલો આશ્રમ હતો, તેનો પણ વિકાસ થયો છે અને આજે તેનું લોકાર્પણ પણ થયું તેનો મને આનંદ છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ ગાંધીજીએ કોચરબ આશ્રમમાં પોતાનો પહેલો આશ્રમ બનાવ્યો હતો. ગાંધીજી અહીં ચરખો કાંતતા હતા અને સુથારી કામ શીખતા હતા. કોચરબ આશ્રમમાં બે વર્ષ રહ્યા પછી ગાંધીજી પછી સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા. પુનઃનિર્માણ બાદ હવે કોચરબ આશ્રમમાં ગાંધીજીના એ દિવસોની યાદોને વધુ સારી રીતે સાચવવામાં આવશે. હું આદરણીય બાપુના ચરણોમાં નમન કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સ્થળોના વિકાસ માટે હું તમામ દેશવાસીઓને પણ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ગુજરાતના સાબરમતીમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું
March 12th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું આજે લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હૃદય કુંજની મુલાકાત લીધી. તેમણે પ્રદર્શનનું વોકથ્રુ પણ લીધું અને એક છોડનું વાવેતર કર્યું.પુણે, મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલક એવોર્ડ સમારોહ 2023માં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
August 01st, 12:00 pm
આજનો આ દિવસ મારા માટે ખૂબ મહત્વનો છે. હું અહીં આવીને જેટલો ઉત્સાહિત છું તેટલો જ હું લાગણીશીલ પણ છું. આપણા સમાજના મહાનાયક અને ભારતનું ગૌરવ એવા બાળ ગંગાધર તિલકજીની આજે પુણ્યતિથિ છે. તેમજ આજે અન્નાભાઈ સાઠેજીની જન્મજયંતિ છે. લોકમાન્ય તિલકજી તો આપણી આઝાદીના ઈતિહાસના માથાનું તિલક છે. આ સાથે સમાજને સુધારવામાં અન્નાભાઈનું યોગદાન અસાધારણ, અપ્રતિમ છે. હું આ બંને મહાપુરુષોના ચરણોમાં નમન કરું છું.પ્રધાનમંત્રીશ્રી મહારાષ્ટ્રનાં પૂણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત
August 01st, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે મહારાષ્ટ્રનાં પૂણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. લોકમાન્ય તિલકના વારસાના સન્માનમાં 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની રચના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ નમામિ ગંગે પ્રોજેક્ટને રોકડ પુરસ્કાર દાનમાં આપ્યો હતો.આપણે પાણી બચાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
March 27th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વિતેલા સપ્તાહે આપણે એક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી જેણે આપણને બધાંને ગર્વાન્વિત કર્યા. તમે સાંભળ્યું હશે કે ભારતે ગત સપ્તાહે ૪૦૦ અબજ ડૉલર, એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાનું નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પહેલી વાર સાંભળવામાં લાગે છે કે આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી વાત છે, પરંતુ આ અર્થવ્યવસ્થાથી પણ વધુ, ભારતના સામર્થ્ય, ભારતની ક્ષમતા સાથે જોડાયેલી વાત છે. એક સમયે ભારતનો નિકાસનો આંકડો ક્યારેક ૧૦૦ અબજ, ક્યારેક દોઢસો અબજ, ક્યારેક ૨૦૦ અબજ સુધી રહેતો હતો. હવે આજે જ્યારે ભારત ૪૦૦ અબજ ડૉલર પર પહોંચી ગયું છે ત્યારે તેનો એક અર્થ એ છે કે દુનિયા ભરમાં ભારતમાં બનેલી ચીજોની માગ વધી રહી છે. બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે અને તેનો એક બહુ મોટો સંદેશ પણ છે. દેશ વિરાટ ડગલું જ્યારે ભરે છે, જ્યારે સપનાંઓથી મોટા સંકલ્પ હોય છે, જ્યારે સંકલ્પ માટે દિવસ-રાત પ્રમાણિકતાથી પ્રયાસ થાય છે તો તે સંકલ્પ સિદ્ધ પણ થાય છે. અને તમે જુઓ, કોઈ વ્યક્તિના જીવનમાં પણ તો આવું જ થતું હોય છે. જ્યારે કોઈના સંકલ્પ, તેના પ્રયાસ, તેનાં સપનાંથી પણ મોટા થઈ જાય છે તો સફળતા તેની પાસે સામે ચાલીને આવે છે.'મન કી બાત'માં સકારાત્મકતા અને સંવેદનશીલતા છે. તેમાં એક સંગ્રહ છે :- વડાપ્રધાન મોદી
July 25th, 09:44 am
બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,પ્રધાનમંત્રીએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેનારી તમામ મહાન હસ્તીઓને સ્મરણાંજલી અર્પણ કરી
March 12th, 03:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને સ્મરણાંજલી અર્પણ કરી હતી. તેમણે ખાસ કરીને, એવી ચળવળો, સંઘર્ષો અને હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમણે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની ગાથામાં પૂરતું સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયા નથી. આજે, અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ (India@75)ના શુભારંભ બાદ તેમણે સંબોધન આપ્યું ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.'આઝાદીના અમૃત મહોત્સવ' ના શુભારંભની પ્રવૃત્તિઓના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.છેલ્લાં છ વર્ષમાં ઇતિહાસમાં વિસરાઈ ગયેલા નાયકોની ગાથાને જાળવવા માટે સતત પ્રયાસ થયા છેઃ પ્રધાનમંત્રી
March 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.સાબરમતી આશ્રમથી અમૃત મહોત્સવ કાર્યક્રમ શરૂ થયો: પ્રધાનમંત્રી
March 12th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી ‘પદયાત્રા’ (સ્વતંત્રતા માર્ચ) ને રવાના કરશે.પ્રધાનમંત્રી 12 માર્ચના રોજ 'આઝાદી કા અમૃત મહોત્સવ' સંબંધિત પ્રવૃત્તિઓનો શુભારંભ કરાવશે
March 11th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમથી 'પદયાત્રા' (સ્વતંત્રતાની કૂચ)નો પ્રારંભ કરાવશે અને 'આઝાદી કા અમૃત મહોત્સવ' (India@75) અંતર્ગત વિવિધ પૂર્વાવલોકન પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે India@75 ની ઉજવણી માટે વિવિધ અન્ય સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલનો પણ પ્રારંભ કરાવશે અને સાબરમતી આશ્રમ ખાતે ઉપસ્થિત લોકોને સંબોધિત કરશે. સવારે 10:30 કલાકથી શરૂ થનારા આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી
February 24th, 12:46 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએસના રાષ્ટ્રપ્રુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ યુએસના પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી.Honouring the legacy of Mahatma Gandhi
February 21st, 02:53 pm
Ever since he took over as the Prime Minister of India, Narendra Modi has been on a mission to ensure that Mahatma Gandhi’s ideals, principles and teachings are held aloft, both in India and abroad, through his speeches and actions.17 જાન્યુઆરી, 2018નાં રોજ અમદાવાદનાં દેવ ધોલેરા ગામ ખાતે iCreate કેન્દ્રનાં ઉદઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 17th, 03:15 pm
મહામહિમ, ઇઝરાયલનાં પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતન્યાહૂ, શ્રીમતી સારા નેતન્યાહૂ, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિન પટેલજી, iCrate સાથે જોડાયેલા તમામ બૌદ્ધિક નવપ્રવર્તકો, સંશોધનનાં વિદ્યાર્થીઓ, અધિકારીગણ અને અહીં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો તથા નવયુવાન મિત્રો.પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આઇક્રિએટ સેન્ટર દેશને સમર્પિત કર્યું
January 17th, 03:14 pm
પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આજે (17-01-2018) અમદાવાદ નજીકનાં વિસ્તારમાં સ્થિત આઇક્રીએટ સુવિધા કેન્દ્ર દેશને સમર્પિત કર્યું હતું. આઇક્રીએટ ખાદ્ય સુરક્ષા, જળ, જોડાણ, સાયબર સુરક્ષા, આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ, ઊર્જા, બાયો-મેડિકલ સાધનો અને ઉપકરણો વગેરે જેવા મોટાં પડકારો ઝીલવા રચનાત્મકતા, નવીનતા, એન્જિનીયરિંગ, પ્રોડક્ટ ડિઝાઇન અને વિકસતી ટેકનોલોજીનાં ઉપયોગનાં સુભગ સમન્વય મારફતે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા ઊભું કરવામાં આવેલું સ્વતંત્ર કેન્દ્ર છે.ગુજરાતે વડાપ્રધાન મોદી, ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુનું ગર્મજોશીથી સ્વાગત કર્યું
January 17th, 01:22 pm
ગુજરાતના લોકોએ આજે વડાપ્રધાન મોદી, ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ અને તેમના પત્નીનું ગર્મજોશીથી અને ભાવભીનું સ્વાગત કર્યું હતું.સરદાર પટેલના પ્રયાસોને કારણે આપણે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સ્વપ્ન સાકાર કરી શક્યા છીએ: વડાપ્રધાન મોદી
September 17th, 12:26 pm
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના ડભોઇ ખાતે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની આધારશીલા રાખી હતી.એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવેલા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે સંસ્થાનવાદને મજબૂત ટક્કર આપી હતી.સરદાર સરોવર ડેમને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન, નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમની આધારશીલા રાખી
September 17th, 12:25 pm
વડાપ્રધાન મોદીએ આજે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની ડભોઇ ખાતે આધારશીલા રાખી હતી. એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવતા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે અત્યંત મજબૂત સંસ્થાનવાદને મજબૂત લડાઈ આપી હતી.આપણું લક્ષ્ય હાઈ સ્પીડ કનેક્ટિવિટી સાથે વધુ ઉત્પાદન છે: વડાપ્રધાન મોદી
September 14th, 04:55 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન શિન્ઝો આબેએ આજે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની આધારશીલા રાખી હતી. આ પ્રોજેક્ટને જાપાન તરફથી નાણાકીય સહાયતા મળી છે અને તે 'મેઇક ઇન ઇન્ડિયા', કૌશલ્ય વિકાસ અને રોજગારીને પ્રોત્સાહન આપશે.જાપાનના વડાપ્રધાનની રાજકીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીનું પ્રેસ નિવેદન
September 14th, 02:17 pm
વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન આબેએ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્પોર્ટ્સ, શિક્ષણ જેવા પંદર મહત્ત્વના ક્ષેત્રોમાં કરાર પર હસ્તાક્ષર થયા હતા. વડાપ્રધાન મોદીએ જાપાનીઝ બજારોમાંથી સતત વધી રહેલી FDI પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.