સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે રૂ. 1,000 કરોડથી વધુના બહુવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 28th, 05:26 pm
આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. અહીં સેંકડો રૂપિયાના નવા પ્રોજેક્ટ્સ સ્થપાઈ રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મિલ્ક પાઉડર પ્લાન્ટ અને એ-સેપ્ટિક પેકિંગ વિભાગમાં વધુ એક લાઇન ઉમેરવાથી સાબર ડેરીની ક્ષમતામાં વધુ વધારો થશે. નવા પ્લાન્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જે સાબર ડેરીની ક્ષમતા વધારવામાં પણ મદદ કરશે. હું સાબર ડેરી અને આ સહકારી ચળવળ સાથે સંકળાયેલા તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને, ડેરીના ચેરમેન, ડેરીના તમામ ડિરેક્ટરોને અભિનંદન આપું છું, હું મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે રૂ. 1,000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
July 28th, 12:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાબરકાંઠામાં આવેલી સાબર ડેરીના ગઢોડા ચોકી ખાતે રૂ. 1,000 થી વધુ કિંમતના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવશે અને તેમની આવકમાં વધારો કરશે. આનાથી પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે. પ્રધાનમંત્રીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓ અને ટોચની મહિલા દૂધ ઉત્પાદકોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.પીએમ 28-29 જુલાઈએ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે
July 26th, 12:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28-29 જુલાઈ, 2022ના રોજ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે. 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે, પ્રધાનમંત્રી સાબરકાંઠાની ગધોડા ચોકી ખાતે સાબર ડેરીના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી ચેન્નાઈ જશે અને લગભગ 6 વાગ્યે ચેન્નાઈના JLN ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 44મા ચેસ ઓલિમ્પિયાડની ઘોષણા કરશે.