ઉત્તર પ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 20th, 04:54 pm
મંચ પર હાજર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, આ કાર્યક્રમ સાથે ટેકનોલોજી દ્વારા જોડાયેલા અન્ય રાજ્યોના આદરણીય રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી નાયડુ જી, ટેકનોલોજી દ્વારા જોડાયેલ કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક જી, યુપી સરકારના અન્ય મંત્રીઓ, સંસદના સભ્યો અને ધારાસભ્યો અને બનારસના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું
October 20th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આજના પ્રોજેક્ટ્સમાં રૂ. 6,100 કરોડથી વધુની કિંમતના અનેક એરપોર્ટ પ્રોજેક્ટ્સ અને વારાણસીમાં બહુવિધ વિકાસ પહેલનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 23મી સપ્ટેમ્બરે વારાણસીની મુલાકાત લેશે
September 21st, 10:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2023ના રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી રૂદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર પહોંચશે અને કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023ના સમાપન સમારોહમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન તેઓ સમગ્ર ઉત્તર પ્રદેશમાં બનેલા 16 અટલ આવાસ વિદ્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે.