રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ કન્વેન્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન
June 05th, 09:46 pm
વિશ્વભરના રોટેરિયનોનો વિશાળ પરિવાર, પ્રિય મિત્રો, નમસ્તે! રોટરી ઇન્ટરનેશનલ કન્વેન્શનને સંબોધતા મને આનંદ થાય છે. આ વ્યાપની દરેક રોટરી સભા એક મિની-ગ્લોબલ એસેમ્બલી જેવી હોય છે. વિવિધતા અને જીવંતતા એમાં હોય છે. તમે બધા રોટેરિયનો તમારાં પોતાનાં ક્ષેત્રમાં સફળ છો. તેમ છતાં, તમે તમારી જાતને ફક્ત કામ કરવા માટે મર્યાદિત નથી કરી. આપણા ગ્રહને બહેતર બનાવવાની તમારી ઈચ્છા તમને આ પ્લેટફોર્મ પર એકસાથે લાવી છે. તે સફળતા અને સેવાનું સાચું મિશ્રણ છે.પ્રધાનમંત્રીએ રોટરી ઇન્ટરનેશન વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું
June 05th, 09:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું હતું. રોટ્રીઅન્સને સફળતા અને સેવાનો સાચો સમન્વય ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આટલા મોટાપાયાના દરેક રોટરી સંમેલનો મિની-ગ્લોબલ એસેમ્બલી જેવા છે. તેમાં વિવિધતા અને જીવંતતા છે.”