મીરાબાઈ આપણા દેશની મહિલાઓ માટે પ્રેરણા છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 29th, 11:00 am
સાથીઓ, તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, 10 વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી 30 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે, અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે.પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની સ્પીડ સ્કેટિંગ 3000m રિલેમાં બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
October 02nd, 12:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આનંદકુમાર વેલકુમાર, સિદ્ધાંત રાહુલ કાંબલે અને વિક્રમ રાજેન્દ્ર ઇંગલેને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મેન્સ સ્પીડ સ્કેટિંગ 3000 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મહિલા રોલર સ્કેટર્સને અભિનંદન આપ્યા
October 02nd, 10:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મહિલા સ્પીડ સ્કેટિંગ 3000 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રોલર સ્કેટર કાર્તિકા જગદીશ્વરન, હીરલ સાધુ અને આરતી કસ્તુરી રાજને અભિનંદન પાઠવ્યા હતા.India Shines at the Special Olympic World Summer Games - 2015
August 04th, 05:57 pm