કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની 2021ની વાર્ષિક બેઠક ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 11th, 06:52 pm
ભારતની પ્રગતિને વેગ આપનારા ઉદ્યોગોના તમામ દિગ્ગજોને, સીઆઇઆઇના તમામ સદસ્યોને નમસ્કાર. કેન્દ્રીય મંત્રીમંડળના મારા વરિષ્ઠ સહયોગી ગણ, સીઆઈઆઈના પ્રમુખ શ્રી ટી વી નરેન્દ્રન જી, ઉદ્યોગના તમામ આગેવાનો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક દેશના રાજનાયકો, વિભિન્ન દેશોમાં નિયુક્ત ભારતના રાજદૂતો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઇઆઈ)ની વાર્ષિક સભા 2021ને સંબોધન કર્યું
August 11th, 04:30 pm
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સીઆઇઆઈની આ બેઠક 75મા આઝાદી દિવસ અગાઉ આઝાદી કા અમૃત મહોત્સવ વચ્ચે યોજાઈ રહી છે. તેમણે કહ્યું હતું , આ ભારતીય ઉદ્યોગ માટે નવા સંકલ્પો લેવા અને નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવાની મોટી તક છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતની સફળતા માટેની મોટી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે. પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા પ્રદર્શિત કરવા બદલ ભારતીય ઉદ્યોગજગતની પ્રશંસા કરી હતી.ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને દેશને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
July 16th, 04:05 pm
મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વિવિધ રાષ્ટ્રીય બહુવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું
July 16th, 04:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતમાં રેલવેના કેટલાક ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રોજેક્ટસના ઉદઘાટન તથા લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક્સ તથા રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગાંધીનગર પાટનગરથી વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા ગાંધીનગર પાટનગરથી વરેઠા વચ્ચેની મેમુ એમ બે ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.