રાજસ્થાનના જયપુરમાં 'એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ' કાર્યક્રમ અને વિકાસ કાર્યોના લોકાર્પણમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:05 pm
गोविन्द की नगरी में गोविन्ददेव जी नै म्हारो घणो- घणो प्रणाम। सबनै म्हारो राम-राम सा!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’માં ભાગ લીધો
December 17th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’: રાજસ્થાન રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજસ્થાનની સરકાર અને રાજસ્થાનની જનતાને રાજ્ય સરકારનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોના આશીર્વાદ લેવા માટે તેઓ ભાગ્યશાળી છે. શ્રી મોદીએ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને તેમની ટીમને રાજસ્થાનનાં વિકાસલક્ષી કાર્યોને નવી દિશા અને ગતિ આપવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, પ્રથમ વર્ષ વિકાસના આગામી ઘણા વર્ષો માટે એક મજબૂત પાયા તરીકે સેવા આપી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ માત્ર સરકારનાં એક વર્ષને પૂર્ણ થવાને ચિહ્નિત કરતો નથી, પણ રાજસ્થાનનાં પ્રકાશિત તેજસ્વીતા અને રાજસ્થાનનાં વિકાસનાં ઉત્સવનું પ્રતીક પણ છે. તાજેતરમાં રાઇજિંગ રાજસ્થાન સમિટ 2024ની પોતાની મુલાકાતને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ઘણાં રોકાણકારો ઉપસ્થિત રહ્યાં હતાં અને આજે રૂ. 45,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ રાજસ્થાનમાં પાણીનાં સંબંધમાં આવી રહેલાં અવરોધોનું યોગ્ય સમાધાન પ્રદાન કરશે તથા રાજસ્થાનને પણ ભારતનાં સૌથી વધુ સારી રીતે જોડાયેલાં રાજ્યોમાંનું એક બનાવશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વિકાસલક્ષી કાર્યો વધારે રોકાણકારોને આમંત્રણ આપશે, રોજગારીની અનેક તકોનું સર્જન કરશે, પ્રવાસન ક્ષેત્રને મજબૂત કરશે તેમજ રાજસ્થાનનાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લાભ આપશે.રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 11:00 am
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું
December 09th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી 9 ડિસેમ્બરે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે
December 08th, 09:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બરનાં રોજ રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે. તેઓ જયપુરનો પ્રવાસ કરશે અને સવારે 10:30 વાગ્યે તેઓ જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું ઉદઘાટન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી પાણીપતની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ એલઆઇસીની વીમા સખી યોજનાનો શુભારંભ કરશે અને મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચરલ યુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ કરશે.