પ્રધાનમંત્રીએ સુગમ્ય ભારત અભિયાનના 9 વર્ષ પૂર્ણ થવા પણ ઉજવણી કરી
December 03rd, 04:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુગમ્ય ભારત અભિયાનના 9 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરી હતી. તેમણે દિવ્યાંગ બહેનો અને ભાઈઓ માટે સુલભતા, સમાનતા અને તકોને વધુ વેગ આપવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. દિવ્યાંગ બહેનો અને ભાઈઓની મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરતા શ્રી મોદીએ ટીપ્પણી કરી હતી કે આનાથી આપણને સૌને ગર્વ છે.