વચગાળાના બજેટ 2024 પર પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
February 01st, 02:07 pm
આજનું બજેટ વચગાળાનું બજેટ છે, પરંતુ આ બજેટ સર્વસમાવેશક અને નવીન બજેટ છે. આ બજેટમાં સાતત્યનો ભરોસો છે. આ બજેટ વિકસિત ભારતના તમામ 4 આધારસ્તંભો - યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે. નિર્મલાજીનું આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે. હું નિર્મલાજી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.બજેટ માત્ર વચગાળાનું બજેટ નથી, પરંતુ સર્વસમાવેશક અને નવીન બજેટ છેઃ પ્રધાનમંત્રી
February 01st, 12:36 pm
નાણામંત્રી નિર્મલા સીતારામનના વિઝનની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, નિર્મલાજીનું બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ અંદાજપત્રમાં 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની બાંયધરી આપવામાં આવી છે.સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 19th, 11:32 pm
21મી સદીનું ભારત આજે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનના મંત્ર પર આગળ વધી રહ્યું છે. હવે દરેક ભારતીય આ વિચારમાંથી બહાર આવી ગયો છે કે કંઈ ન થઈ શકે, આ બદલાઈ શકે નહીં. આ નવી વિચારસરણીના કારણે છેલ્લા 10 વર્ષમાં ભારત 10માથી પાંચમા ક્રમનું અર્થતંત્ર બની ગયું છે. આજે ભારતની યુપીઆઈનો અવાજ આખી દુનિયામાં સંભળાઈ રહ્યો છે. કોરોના સંકટ દરમિયાન ભારતે મેડ ઈન ઈન્ડિયા વેક્સીન બનાવી. ભારતે પણ તેના નાગરિકોને મફતમાં રસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી અને વિશ્વના ડઝનબંધ દેશોમાં રસી પહોંચાડી.પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ની ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓને સંબોધન કર્યું
December 19th, 09:30 pm
પ્રધાનમંત્રીએ કોલસા મંત્રાલયની પરિવહન અને લોજિસ્ટિક્સની થીમ પર કામ કરી રહેલા કર્ણાટકના મૈસૂર ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગના શ્રી સોયકત દાસ અને શ્રી પ્રોતિક સાહા સાથે સંવાદ કર્યો હતો. તેઓ રેલવેના માલવહન માટે IoT આધારિત પ્રણાલી તૈયાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતં કે, હેકાથોન તેમના માટે પણ શીખવાનો એક અવસર છે અને તેઓ હંમેશા સહભાગીઓ સાથે વાર્તાલાપ કરવા માટે આતુર રહે છે. સહભાગીઓના ચમકી રહેલા ચહેરાઓ પર નજર કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનો ઉત્સાહ, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રનિર્માણ માટેની તેમની ઇચ્છા ભારતની યુવા શક્તિની ઓળખ બની ગઇ છે. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓનો સમાવેશ કરતી ટીમે પણ પ્રધાનમંત્રીને જાણ કરી હતી કે, તેઓ રેલવે કોલસા વેગનના અન્ડરલોડિંગ અને ઓવરલોડિંગની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તેના લીધે નુકસાન અથવા દંડ થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે તેઓ IoT અને AI આધારિત તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. ટીમમાં કુલ છ સભ્યો છે જેમાં ભારતના ત્રણ અને બાંગ્લાદેશના ત્રણ સભ્યો છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમણે હાથ ધરેલા આ પ્રયાસથી હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહેલી ભારતીય રેલવેને ફાયદો. તેમણે માહિતી આપી હતી કે, માલ પરિવહન એ ધ્યાનમાં રાખવામાં આવતું ક્ષેત્ર છે અને આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં બાંગ્લાદેશમાંથી ઘણા વધુ વિદ્યાર્થીઓ ભારત આવશે અને ઉલ્લેખ કર્યો હતો કે, ‘ભારતમાં અભ્યાસ’ નામનો કાર્યક્રમ આવા વિદ્યાર્થીઓને મદદરરૂપ થશે.ભારત અને સ્વીડન COP-28 ખાતે ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન માટે લીડરશીપ ગ્રૂપના ફેઝ-2નું સહ-યજમાન છે
December 01st, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મળીને મહામહિમ સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસને, દુબઈમાં COP-28 ખાતે 2024-26 સમયગાળા માટે લીડરશીપ ગ્રૂપ ફોર ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (LeadIT 2.0) ના તબક્કા-IIનો સહ-પ્રારંભ કર્યો.મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સિંધિયા શાળાના 125મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 21st, 11:04 pm
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, અહીંના લોકલાડીલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સિંધિયા સ્કૂલના નિદેશક મંડળના અધ્યક્ષ અને મંત્રીમંડળમાંના મારા સાથીદારો શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી નરેન્દ્રસિંહ તોમર, ડૉ. જીતેન્દ્રસિંહ, શાળા સંચાલનના સાથીદારો અને તમામ કર્મચારીઓ, શિક્ષકો તેમજ વાલીઓ અને મારા વ્હાલા યુવાના મિત્રો!પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલનાં 125મા સ્થાપના દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું
October 21st, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 'ધ સિંધિયા સ્કૂલ'ના 125મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ શાળામાં 'મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ'નો શિલાન્યાસ કર્યો હતો અને વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટોચની સફળતા મેળવનારાઓને શાળાના વાર્ષિક એવોર્ડ એનાયત કર્યા હતા. સિંધિયા સ્કૂલની સ્થાપના 1897માં કરવામાં આવી હતી અને તે એતિહાસિક ગ્વાલિયર કિલ્લાની ટોચ પર છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.પ્રધાનમંત્રીએ ચંદ્રયાન-3 પર તેમના સંદેશા માટે વિશ્વ નેતાઓનો આભાર માન્યો
August 24th, 10:03 am
ચંદ્રયાન-3 દ્વારા સફળ ચંદ્ર ઉતરાણ બદલ વિશ્વના ઘણા નેતાઓએ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ X પર તેમને જવાબ આપીને તેમની શુભેચ્છાઓ બદલ તેમનો આભાર માન્યો છે. ભૂટાનના પ્રધાનમંત્રીના સંદેશ પરPM Modi and First Lady of the US Jill Biden visit the National Science Foundation
June 22nd, 02:49 am
PM Modi and First Lady of the US Jill Biden visited the National Science Foundation. They participated in the ‘Skilling for Future Event’. It is a unique event focused on promoting vocational education and skill development among youth. Both PM Modi and First Lady Jill Biden discussed collaborative efforts aimed at creating a workforce for the future. PM Modi highlighted various initiatives undertaken by India to promote education, research & entrepreneurship in the country.રિપબ્લિક ટીવીના કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 26th, 08:01 pm
અર્નબ ગોસ્વામીજી, રિપબ્લિક મીડિયા નેટવર્કના તમામ મિત્રો, ભારત અને વિદેશમાં મેં આત્મહત્યા કરી, પછી એક ચિટ છોડી દીધી કે હું જીવનથી કંટાળી ગઈ છું, મારે જીવવા નથી માંગતી, તેથી હું આ ખાઈશને તળાવમાં કૂદીને મરી જઈશ. હવે સવારે જોયું કે દીકરી ઘરે નથી. આથી પિતાને પથારીમાં ચિઠ્ઠી મળી આવતા તેઓ ખૂબ ગુસ્સે થયા. કહ્યું હું પ્રોફેસર છું, મેં આટલા વર્ષો મહેનત કરી, હજુ પણ કહ્યું આ કાગળમાં આ સ્પેલિંગ ખોટી રીતે લખીને જાય છે. હું આનંદ છે કે અર્નબે સારી હિન્દી બોલવાનું શરૂ કર્યું છે. તેણે શું કહ્યું તે મેં સાંભળ્યું નહીં, પરંતુ હિન્દી સાચી છે કે નહીં, હું તેને બરાબર ધ્યાનથી સાંભળતો હતો અને કદાચ મુંબઈમાં રહેવાને કારણે તમે હિન્દી બરાબર રીતે શીખ્યા છો.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું
April 26th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાજ પેલેસ ખાતેની હૉટલમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું હતું.કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
March 12th, 04:01 pm
આ વર્ષની શરૂઆતમાં પણ મને હુબલીની આવવાનું સૌભાગ્ય મળ્યું હતું. હુબલીનાં મારાં વહાલાં ભાઈઓ અને બહેનોએ જે રીતે રસ્તાના કિનારે ઊભા રહીને મને આશીર્વાદ આપ્યાં, એ ક્ષણ હું ક્યારેય ભૂલી શકું નહીં, આટલો પ્રેમ, આટલો આશીર્વાદ. વીતેલા સમયમાં મને કર્ણાટકના ઘણા વિસ્તારોની મુલાકાત લેવાની તક મળી છે. બેંગલુરુથી લઈને બેલાગાવી સુધી, કલબુર્ગીથી લઈને શિમોગા સુધી, મૈસૂરથી લઈને તુમકુરુ સુધી, કન્નડિગા લોકોએ મને જે પ્રકારનો સ્નેહ આપ્યો છે, પોતીકાંપણું આપ્યું છે, એક એકથી ચઢિયાતો આ તમારો પ્રેમ, તમારા આશીર્વાદ અભિભૂત કરનારાં છે. તમારો આ સ્નેહ મારા પર એક બહુ મોટું ઋણ છે, કરજ છે અને હું કર્ણાટકની જનતાની સતત સેવા કરીને આ ઋણ ચૂકવીશ. કર્ણાટકમાં દરેક વ્યક્તિનું જીવન સુખી બને, અહીંના નવયુવાનોને આગળ વધવાની, રોજગારીની નવી તકો સતત મળતી રહે, અહીંની બહેન-દીકરીઓ વધુ સશક્ત બને, એ દિશામાં અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ભાજપની ડબલ એન્જિનની સરકાર કર્ણાટકના દરેક જિલ્લા, દરેક ગામ અને દરેક નગરના સંપૂર્ણ વિકાસ માટે ઇમાનદારીથી પ્રયાસો કરી રહી છે. આજે ધારવાડની આ ધરા પર વિકાસની એક નવી ધારા નીકળી રહી છે. વિકાસની આ ધારા હુબલી, ધારવાડની સાથે જ સમગ્ર કર્ણાટકનાં ભવિષ્યને સીંચવાનું કામ કરશે, તેને પુષ્પિત અને પલ્લવિત કરવાનું કામ કરશે.પ્રધાનમંત્રીએ કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસલક્ષી મુખ્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું
March 12th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસલક્ષી મુખ્ય પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવેલી વિવિધ પરિયોજનાઓમાં IIT ધારવાડનો સમાવેશ થાય છે જેનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા જ ફેબ્રુઆરી 2019માં કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત, શ્રી સિદ્ધારુધા સ્વામીજી હુબલી સ્ટેશન પર વિશ્વનું સૌથી લાંબુ નવનિર્મિત રેલ્વે પ્લેટફોર્મ કે જેની લંબાઇ 1507 મીટર હોવાથી તેને તાજેતરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે, આ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટેના હોસાપેટે - હુબલી - તિનાઇઘાટ સેક્શનનું વિદ્યુતીકરણ અને હોસાપેટે સ્ટેશનનું અપગ્રેડેશનની કામગીરીનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ હુબલી-ધારવાડ સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે જયદેવ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર, ધારવાડ મલ્ટી વિલેજ પાણી પુરવઠા યોજના અને તુપ્પરીહલ્લા ફ્લડ ડેમેજ કંટ્રોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.યુવા શક્તિનો ઉપયોગ - કૌશલ્ય અને શિક્ષણ પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 25th, 12:13 pm
કૌશલ્ય અને શિક્ષણ, આ યુગમાં દેશના બે સૌથી મહત્વપૂર્ણ સાધનો છે. આપણા યુવાનો વિકસિત ભારતના વિઝન સાથે દેશની અમૃત યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેથી, અમૃતકાળના પ્રથમ બજેટમાં યુવાનો અને તેમના ભવિષ્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આપણી શિક્ષણ વ્યવસ્થા વ્યવહારુ, ઉદ્યોગલક્ષી હોવી જોઈએ, આ બજેટ તેનો પાયો મજબૂત કરી રહ્યું છે. વર્ષોથી આપણું શિક્ષણ ક્ષેત્ર કઠોરતાનો ભોગ બન્યું છે. અમે આને બદલવાનો પ્રયાસ કર્યો છે. અમે યુવાનોની યોગ્યતા અને આવનારા સમયની માગને અનુરૂપ શિક્ષણ અને કૌશલ્યનું પુનઃનિર્માણ કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ શીખવા અને કૌશલ્ય બંને પર સમાન ભાર આપવામાં આવ્યો છે. મને આનંદ છે કે આ પ્રયાસમાં અમને શિક્ષકો તરફથી ઘણો સહયોગ મળ્યો. આનાથી આપણને આપણા બાળકોને ભૂતકાળના બોજમાંથી મુક્ત કરવા માટે ખૂબ હિંમત મળે છે. આનાથી સરકાર શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રે વધુ સુધારા કરવા પ્રોત્સાહિત થઈ છે.પ્રધાનમંત્રીએ 'યુવા શક્તિનો ઉપયોગ - કૌશલ્ય અને શિક્ષણ' વિષય પર અંદાજપત્ર પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું
February 25th, 09:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'યુવા શક્તિનો ઉપયોગ - કૌશલ્ય અને શિક્ષણ' વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો તેમજ સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા અંદાજપત્ર પછી 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આજે ત્રીજો વેબિનાર યોજાયો હતો.પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓની પ્રશંસા કરી
January 24th, 09:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (પીએમઆરબીપી)ના વિજેતાઓની પ્રશંસા કરી છે. ભારત સરકાર બાળકોને નવીનતા, સમાજ સેવા, શૈક્ષણિક, રમતગમત, કળા અને સંસ્કૃતિ અને વીરતા એમ છ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરે છે. બાળ શક્તિ પુરસ્કારની વિવિધ કૅટેગરી હેઠળ દેશભરમાંથી 11 બાળકોની પીએમઆરબીપી-2023 માટે પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર વિજેતાઓમાં 6 છોકરાઓ અને 5 કન્યાઓનો સમાવેશ થાય છે, જે 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના છે.પ્રધાનમંત્રી શ્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી
January 24th, 07:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે તેમના નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો.પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે
December 09th, 07:39 pm
સવારે લગભગ 9:30 વાગ્યે પ્રધાનમંત્રી નાગપુર રેલવે સ્ટેશન પહોંચશે, જ્યાં તેઓ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી સવારે 10 વાગે ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી ખાપરી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે, જ્યાં તેઓ ‘નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો’ રાષ્ટ્રને અર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે તથા હાઇવેની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે નાગપુરની એઈમ્સ દેશને અર્પણ કરશે.રોજગાર મેળા હેઠળ લગભગ 71,000 નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રોના વિતરણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 22nd, 10:31 am
આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે દેશના 45 શહેરોમાં 71 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. એટલે કે આજે હજારો ઘરોમાં સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો છે. ગયા મહિને ધનતેરસના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા 75 હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે આજનો વિશાળ જોબ ફેર દર્શાવે છે કે સરકાર કેવી રીતે સરકારી નોકરીઓ આપવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે.પ્રધાનમંત્રીએ રોજગાર મેળા હેઠળ નવી નિમણૂક પામેલાઓને લગભગ 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
November 22nd, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ નવી નિમણૂક પામેલા 71,000 જેટલા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર નિર્માણને આગળ વધારવા અને યુવાનોને તેમના સશક્તિકરણ તેમજ રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે તેવી અપેક્ષા છે. અગાઉ ઓકટોબરમાં રોજગાર મેળા હેઠળ 75,000 નિમણૂક પત્રો નવી નિમણૂક પામેલાઓને સોંપવામાં આવ્યા હતા.