PM Modi arrives in Georgetown, Guyana
November 20th, 11:22 am
Prime Minister Narendra Modi arrived in Georgetown, Guyana. In a special gesture, he was warmly received by President Irfaan Ali, PM Mark Anthony Phillips, senior ministers and other dignitaries at the airport. During the visit, PM Modi will take part in various programmes including address to the Parliament of Guyana and an interaction with the Indian community.પ્રધાનમંત્રીનું જ્યોર્જટાઉનમાં ગુયાનાના રાષ્ટ્રપતિએ સ્વાગત કર્યું
November 20th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20-21 નવેમ્બર 2024 દરમિયાન ગુયાનાની રાજકીય યાત્રા અંતર્ગત આજે જ્યોર્જટાઉન પહોંચ્યા હતા. 56 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ગુયાનાની આ પ્રથમ મુલાકાત છે. વિશેષ સન્માન તરીકે, એરપોર્ટ પર આગમન થતાં ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી અને ગુયાનાના પ્રધાનમંત્રી માનનીય બ્રિગેડિયર (નિવૃત્ત) માર્ક એન્થોની ફિલિપ્સ દ્વારા તેમનું ઉષ્માભર્યું અને ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ સમારોહમાં ગુયાના સરકારના એક ડઝનથી વધુ કેબિનેટ મંત્રીઓ પણ હાજર હતા.વડાપ્રધાન મોદી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાત લેશે
November 12th, 07:44 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-21 નવેમ્બર સુધી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની સત્તાવાર મુલાકાતે જશે. નાઈજીરીયામાં તેઓ ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા ભારતીય સમુદાયને સંબોધશે. તે બ્રાઝિલમાં G-20 સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન ગયાનામાં વરિષ્ઠ નેતાઓ સાથે વાર્તાલાપ કરશે, સંસદને સંબોધશે અને CARICOM-ભારત સમિટમાં ભાગ લેશે, જેમાં તેઓ કેરેબિયન ક્ષેત્ર સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરશે.17મા પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન ગુયાનાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
January 09th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) દરમિયાન કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ઇરફાન અલી 8-14 જાન્યુઆરી 2023 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે અને 17મા PBDમાં મુખ્ય અતિથિ છે.પ્રધાનમંત્રી 16મી ફેબ્રુઆરીના રોજ TERIની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કરશે
February 15th, 11:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં વિડિયો સંદેશ દ્વારા ઉદ્ઘાટન સંબોધન કરશે.