કેરળના વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 10th, 07:40 pm
આદરણીય મુખ્યમંત્રી, રાજ્યપાલ શ્રી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી અને આ ધરતીની સંતાન સુરેશ ગોપીજી! જ્યારથી મેં આ દુર્ઘટના વિશે સાંભળ્યું ત્યારથી હું અહીં સતત સંપર્કમાં છું, હું દરેક ક્ષણની માહિતી લઈ રહ્યો છું અને કેન્દ્ર સરકારના તમામ અંગો, જેઓ આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે, તેમને તાત્કાલિક મોબેલાઈઝ કરવા અને આપણે સૌ મળીને આ ભયંકર આફતમાં આપણા જે પરિવારો આ મુશ્કેલીમાં ઘેરાયા હતા, તેમની સહયતા કરવાનો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે, કેન્દ્ર રાહત પ્રયાસોમાં સહાય માટે શક્ય તમામ સાથસહકારની ખાતરી આપે છે
August 10th, 07:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે અને કેન્દ્ર રાહત પ્રયત્નોમાં સહાય માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ સહાય અને રાહત કાર્યો માટે રાજ્ય સરકારની સાથે ઊભી છે. પ્રધાનમંત્રીએ આજે કેરળના વાયનાડમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું.