ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી 2024માં ઈન્ડસ્ટ્રીના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી

October 15th, 02:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (આઇટીયુ-ડબલ્યુટીએસએ) 2024 દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની 8મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ડબલ્યુટીએસએ (WTSA) એ આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, જે દર ચાર વર્ષે આયોજિત થાય છે. ભારત અને એશિયા-પેસિફિકમાં પહેલીવાર આઇટીયુ-ડબલ્યુટીએસએનું આયોજન થઇ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઇવેન્ટ છે, જેણે ટેલિકોમ, ડિજિટલ અને આઇસીટી ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 190થી વધારે દેશોના 3,000થી વધારે ઉદ્યોગજગતના અગ્રણીઓ, નીતિઘડવૈયાઓ અને ટેક નિષ્ણાતોને એકમંચ પર લાવ્યા છે.

પ્રધાનમંત્રી 12 ડિસેમ્બરનાં રોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાર્ષિક ગ્લોબલ પાર્ટનરશિપ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે

December 11th, 04:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બર, 2023ના રોજ સાંજે પાંચ વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે.

પીએમ 3જી ડિસેમ્બરે ઈન્ફિનિટી ફોરમનું ઉદ્ઘાટન કરશે

November 30th, 11:26 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી ડિસેમ્બર, 2021ના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ફિનિટી ફોરમ, ફિનટેક પર વિચારશીલ નેતૃત્વ મંચનું ઉદ્ઘાટન કરશે.

વૈશ્વિક તેલ અને ગેસ CEO અને નિષ્ણાતો સાથે વડાપ્રધાનની ચર્ચા

October 09th, 02:26 pm

વડાપ્રધાને સમગ્ર વિશ્વમાંથી આવેલા તેલ અને ગેસ CEO સાથે ચર્ચા કરી હતી. બાયોમાસ ઉર્જા પર ધ્યાન દોરતા તેમણે પૂર્વ ભારતમાં ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા સંપર્કની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારત સ્વચ્છ અને વધારે ઇંધણ કાર્યક્ષમ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેના લાભ સમાજના તમામ ક્ષેત્રોના લોકોને સીધા મળવા જોઈએ જેમાં સૌથી ગરીબ લોકો સૌથી મહત્ત્વના છે.