'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી
September 29th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.સ્પેસ સેક્ટરમાં સુધારાથી દેશના યુવાનોને ફાયદો થયો છે: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું
August 25th, 11:30 am
સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે 'મન કી બાત'માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે - સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 14th, 02:45 pm
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકમાં દરેકને શુભેચ્છા. તે નોંધપાત્ર છે કે IEA તેની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ માઈલસ્ટોન માટે અભિનંદન. આ બેઠકના સહ-અધ્યક્ષ બનવા બદલ હું આયર્લેન્ડ અને ફ્રાન્સનો પણ આભાર માનું છું.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું
February 14th, 02:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રીએ બેંગલુરુ સ્થિત કાર્ડિયોલોજિસ્ટ અને તેમના પુત્રના રિસાયક્લિંગ માટેના પ્રયાસોને બિરદાવ્યા
March 07th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ સ્થિત વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિ અને તેમના પુત્રના રિસાયક્લિંગ અને 'વેસ્ટ ટુ વેલ્થ' અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોની પ્રશંસા કરી છે.'અર્બન પ્લાનિંગ, ડેવલપમેન્ટ એન્ડ સેનિટેશન' પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 10:20 am
શહેરી વિકાસ જેવા મહત્વના વિષય પર બજેટ વેબિનારમાં આપ સૌનું સ્વાગત છે.પ્રધાનમંત્રીએ ‘શહેરી આયોજન, વિકાસ અને સ્વચ્છતા’ વિષય પર અંદાજપત્ર પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું
March 01st, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરી વિકાસ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ છઠ્ઠો વેબિનાર યોજાયો હતો.જળ અંગેની અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 05th, 09:55 am
દેશના જળ મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય પરિષદ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારત જળ સુરક્ષા પર અભૂતપૂર્વ કામ કરી રહ્યું છે, અભૂતપૂર્વ રોકાણ પણ કરી રહ્યું છે. આપણી બંધારણીય વ્યવસ્થામાં પાણીનો વિષય રાજ્યોનાં નિયંત્રણમાં આવે છે. જળ સંરક્ષણ માટે રાજ્યોના પ્રયાસો દેશનાં સામૂહિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ખૂબ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં 'વૉટર વિઝન એટ 2047' આગામી 25 વર્ષની અમૃત યાત્રાનું એક મહત્વનું પરિમાણ છે.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધન કર્યું
January 05th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધિત કરી હતી. આ પરિષદની વિષયવસ્તુ 'વોટર વિઝન @ 2047'છે અને ફોરમનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ અને માનવ વિકાસ માટે જળ સંસાધનોનો ઉપયોગ કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે મુખ્ય નીતિ નિર્માતાઓને એક મંચ ઉપર એકત્રિત કરવાનો છે.પ્રધાનમંત્રી 19મી નવેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
November 17th, 03:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર, 2022ના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:30 વાગ્યે ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદઘાટન કરશે અને 600 મેગાવૉટના કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશનાં વારાણસી પહોંચશે, જ્યાં તેઓ બપોરે લગભગ 2 વાગ્યે 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ઘાટન કરશે.Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE
October 20th, 11:01 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat
October 20th, 11:00 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.કેબિનેટે નવી દિલ્હી, અમદાવાદ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), મુંબઈ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસને મંજૂરી આપી
September 28th, 04:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આશરે ₹10,000 કરોડના અંદાજિત કુલ રોકાણ સાથે 3 મોટા રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટેની ભારતીય રેલવેની દરખાસ્તને મંજૂરી આપી છે.ગુજરાતનાં એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
September 23rd, 04:26 pm
આ રાષ્ટ્રીય સંમેલનમાં અને ખાસ કરીને એકતા નગરમાં આપ સૌનું સ્વાગત છે. હું એકતા નગરમાં આ રાષ્ટ્રીય પરિષદને પોતાનામાં જ મહત્વપૂર્ણ માનું છું. આપણે વનની વાત કરીએ, આપણા આદિવાસી ભાઈ-બહેનોની વાત કરીએ, આપણે વન્ય જીવનની વાતો કરીએ, જળ સંરક્ષણની ચર્ચા કરીએ, આપણે પ્રવાસનની વાત કરીએ, આપણે પ્રકૃતિ અને પર્યાવરણ અને વિકાસની વાતો કરીએ, એક રીતે એકતા નગરનો જે સંપૂર્ણ વિકાસ થયો છે તે પોતાનામાં જ આ સંદેશ આપે છે, વિશ્વાસ જન્માવે છે કે વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે આજે એકતા નગર એક તીર્થક્ષેત્ર બની ગયું છે. આપ પણ આ જ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓ અને અધિકારીઓ આવ્યા છો. હું ઇચ્છીશ કે એકતા નગરમાં તમે જે પણ સમય વિતાવશો, તે બારીકાઈઓનું જરૂરથી અવલોકન કરજો જેમાં પર્યાવરણ પ્રત્યે, આપણા આદિવાસી સમાજ પ્રત્યે, આપણા વન્યજીવો પ્રત્યે કેટલી સંવેદનશીલતા સાથે કાર્ય રચના કરવામાં આવી છે, નિર્માણ કાર્ય થયું છે અને ભવિષ્યમાં, દેશના અનેક ખૂણામાં વન પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી શકાય છે, એનું તમને તેમાંથી ઘણું બધું અહીં જોવા-સમજવા મળશે.PM inaugurates the National Conference of Environment Ministers of all States in Ekta Nagar, Gujarat
September 23rd, 09:59 am
PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.પ્રધાનમંત્રી શ્રી 8 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કરશે અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરશે
September 07th, 01:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 7 વાગ્યે 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કરશે. તે અગાઉના રાજપથથી સત્તાનું પ્રતિક હોવાના કારણે કર્તવ્ય પથ તરફના પરિવર્તનનું પ્રતીક છે જે જાહેર માલિકી અને સશક્તીકરણનું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. આ પગલાં અમૃતકાલમાં નવા ભારત માટે વડા પ્રધાનના બીજા 'પંચ પ્રાણ' સાથે સુસંગત છે: 'વસાહતી માનસિકતાના કોઈપણ નિશાનને દૂર કરો'.મન કી બાત (કડી-90) પ્રસારણ તારીખ 26.06.2022
June 26th, 11:30 am
આ જ કડીમાં હું આજે તમારી સાથે, દેશનાં એક એવાં જન-આંદોલનની ચર્ચા કરવાં માગું છું જેનું દેશનાં દરેક નાગરિકનાં જીવનમાં ખૂબ મહત્વ છે. પરંતુ એ પહેલાં હું આજની પેઢીનાં નવયુવાનોને, 24-25 વર્ષનાં યુવાનોને, એક સવાલ પૂછવા માંગુ છું અને સવાલ ખૂબ ગંભીર છે, અને મારાં સવાલ પર જરૂરથી વિચાર કરજો. શું તમને ખબર છે કે, તમારાં માતા-પિતા જ્યારે તમારી ઉંમરનાં હતા ત્યારે એક વખત તેમની પાસેથી પણ જીવનનો અધિકાર લઇ લેવામાં આવ્યો હતો! તમે વિચારી રહ્યાં હશો કે, આવું કેવી રીતે થઇ શકે?લાઇફ મૂવમેન્ટના શુભારંભ વખતે પ્રધાનમંત્રીનાં પ્રવચનનો મૂળપાઠ
June 05th, 07:42 pm
આપણે હમણાં જ જેમનાં ઊંડા જ્ઞાનસભર મંતવ્યો સાંભળ્યા એ: યુએનઈપીનાં ગ્લોબલ હેડ મહામહિમ ઈન્ગર એન્ડરસન, UNDP ગ્લોબલ હેડ મહામહિમ અચીમ સ્ટેઈનર, મારા મિત્ર અને વર્લ્ડ બૅન્કના પ્રેસિડેન્ટ શ્રી ડેવિડ માલપાસ, લોર્ડ નિકોલસ સ્ટર્ન, શ્રી કાસ સનસ્ટીન, મારા મિત્ર શ્રી બિલ ગેટ્સ, શ્રી અનિલ દાસગુપ્તા, ભારતના પર્યાવરણ મંત્રી, શ્રી ભૂપેન્દર યાદવ,PM launches global initiative ‘Lifestyle for the Environment- LiFE Movement’
June 05th, 07:41 pm
Prime Minister Narendra Modi launched a global initiative ‘Lifestyle for the Environment - LiFE Movement’. He said that the vision of LiFE was to live a lifestyle in tune with our planet and which does not harm it.જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના 'JITO Connect 2022'ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 06th, 02:08 pm
JITO Connectની આ સમિટ આઝાદીના 75મા વર્ષમાં અમૃત મહોત્સવમાં યોજાઈ રહી છે. અહીંથી દેશ આઝાદીના અમૃતમાં પ્રવેશી રહ્યો છે. હવે દેશને આગામી 25 વર્ષમાં સુવર્ણ ભારત બનાવવાનો સંકલ્પ છે. તો આ વખતે તમે જે થીમ રાખી છે, આ થીમ પણ પોતાનામાં ખૂબ જ યોગ્ય છે. ટુગેધર, ટુવર્ડ્સ, ટુમોરો અને હું કહી શકું છું કે આ તે વસ્તુ છે જે દરેકના પ્રયત્નોની ભાવના છે, જે સ્વતંત્રતાના અમૃતમાં ઝડપી વિકાસનો મંત્ર છે. આવનારા 3 દિવસમાં તમારા તમામ પ્રયાસો આ લાગણીને ચારે દિશામાં વિકસાવવાના પ્રયત્નો કરવા જોઈએ, વિકાસ સર્વાંગી વ્યાપ્ત હોવો જોઈએ, સમાજની છેલ્લી વ્યક્તિ પણ પાછળ ન રહેવી જોઈએ, આ સંમેલન આ લાગણીને વધુ મજબૂત કરતું રહે, આ છે મારી તમને શુભેચ્છાઓ. આ સમિટમાં આપણી વર્તમાન અને ભવિષ્યની પ્રાથમિકતાઓ, પડકારો, તેનો સામનો કરવા માટે ઉકેલો શોધવા જઈ રહ્યા છીએ. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ!