વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ 3.0ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 17th, 10:00 am

છેલ્લી બે સમિટમાં, મને તમારામાંથી ઘણા લોકો સાથે નજીકથી કામ કરવાની તક મળી.

'રીચિંગ ધ લાસ્ટ માઇલ' પર પોસ્ટ બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 27th, 10:16 am

સામાન્ય રીતે એવું રહ્યું છે કે બજેટ પછી સંસદમાં બજેટ અંગે ચર્ચા થતી હોય છે. અને તે જરૂરી અને ઉપયોગી પણ છે. પરંતુ અમારી સરકારે બજેટ પર ચર્ચાને એક ડગલું આગળ લઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી, અમારી સરકારે બજેટની તૈયારી પહેલા અને પછી તમામ હિતધારકો સાથે સઘન વિચાર-મંથનની નવી પરંપરા શરૂ કરી છે. અમલીકરણ, સમયમર્યાદા વિતરણના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કરદાતાઓના નાણાંના દરેક પૈસાનો યોગ્ય ઉપયોગ પણ સુનિશ્ચિત કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં મેં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાત કરી છે. આજે રીચિંગ ધ લાસ્ટ માઈલ, જેને મહાત્મા ગાંધી કહેતા હતા કે તમારી નીતિઓ, તમારી યોજનાઓ છેલ્લા છેડે બેઠેલી વ્યક્તિ સુધી કેટલી ઝડપથી પહોંચે છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તેથી જ આજે આ વિષય પર તમામ હોદ્દેદારો સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી રહી છે કે બજેટમાં લોકકલ્યાણના આટલા કામો છે, આટલું બજેટ છે, તે કેવી રીતે સંપૂર્ણ પારદર્શિતા સાથે લાભાર્થી સુધી પહોંચાડી શકાય.

પ્રધાનમંત્રીએ 'છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવું' વિષય પર યોજાયેલા બજેટ વેબિનારમાં સંબોધન આપ્યું

February 27th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવું’ વિષય પર યોજાયેલા બજેટ વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ ચોથો વેબિનાર યોજાયો હતો.