પ્રધાનમંત્રી 24મી એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા J&Kની મુલાકાત લેશે

April 23rd, 11:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલ, 2022ના રોજ સવારે 11:30 વાગ્યે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને દેશભરની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરશે. તેઓ સાંબા જિલ્લાની પલ્લી પંચાયતની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી આશરે રૂ. 20,000 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ અમૃત સરોવર પહેલ પણ લોન્ચ કરશે. ત્યાર બાદ, લગભગ સાંજે 5 વાગ્યે, પ્રધાનમંત્રી મુંબઈમાં માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં હાજરી આપશે, જ્યાં તેઓ પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ પણ પ્રાપ્ત કરશે.