જીસીએમએમએફ, અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતી ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 22nd, 11:30 am
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી પુરૂષોત્તમ રૂપાલાજી, સંસદમાં મારા સાથીદાર સી.આર. પાટીલ, અમૂલના ચેરમેન શ્રી શ્યામલભાઈ અને અહીં મોટી સંખ્યામાં આવેલા મારા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ ગુજરાતનાં અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લીધો
February 22nd, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોટેરા, અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સ્વર્ણ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની સફર ખેડી હતી અને ગોલ્ડન જ્યુબિલી કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કર્યું હતું. જીસીએમએમએફ સહકારી મંડળીઓની સ્થિતિસ્થાપકતા, તેમની ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો અને ખેડૂતોનાં દ્રઢ દ્રઢ નિશ્ચયનો પુરાવો છે, જેણે અમૂલને દુનિયામાં સૌથી મજબૂત ડેરી બ્રાન્ડમાંની એક બનાવી દીધી છે.રાજસ્થાનના ભિલવારામાં ભગવાન શ્રી દેવનારાયણ જીના 1111મા અવતરણ મહોત્સવની સ્મૃતિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 03:50 pm
આજે આ પાવન પ્રસંગે ભગવાન દેવનારાયણ જીનો બુલાવો આવ્યો અને જ્યારે ભગવાન દેવનારાયણ જીનો બુલાવો આવે અને કોઇ તક છોડે છે શું ? હું પણ હાજર થઈ ગયો. અને આપ યાદ રાખો આ કોઈ પ્રધાનમંત્રી અહીં આવ્યા નથી. હું સંપૂર્ણ ભક્તિભાવથી આપની માફક જ એક પ્રવાસીના રૂપમાં આશીર્વાદ લેવા આવ્યો છું. હજી મારે યજ્ઞશાળામાં પૂર્ણાહુતિ આપવાનું સૌભાગ્ય પણ સાંપડ્યું છે. મારા માટે આ સૌભાગ્યનો વિષય છે કે મારા જેવા એક સામાન્ય વ્યક્તિને આજે આપની વચ્ચે આવીને ભગવાન દેવનારાયણ જીના તથા તેમના તમામ ભક્તોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પૂણ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન દેવનારાયણ અને જનતા જનાર્દન બંનેના દર્શન કરવાથી આજે હું ધન્ય થઈ ગયો છું. દેશભરમાંથી અહીં પધારેલા તમામ શ્રદ્ધાળુઓની માફક હું ભગવાન દેવનારાયણ પાસેથી અવતરિત રાષ્ટ્રસેવા માટે ગરીબોના કલ્યાણ માટે આશીર્વાદ માગવા આવ્યો છું.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા 'અવતરણ મહોત્સવ'ના સ્મૃતિ સમારંભમાં સંબોધન આપ્યું
January 28th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા ‘અવતરણ મહોત્સવ’ના સ્મૃતિ સમારંભમાં સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ મંદિર દર્શન અને પરિક્રમા કર્યા હતા અને લીમડાનો છોડ પણ રોપ્યો હતો. તેમણે યજ્ઞશાળામાં ચાલી રહેલા વિષ્ણુ મહાયજ્ઞમાં પૂર્ણાહુતિ પણ કરી હતી. રાજસ્થાનના લોકો ભગવાન શ્રી દેવનારાયણજીની પૂજા કરે છે અને તેમના અનુયાયીઓ સમગ્ર દેશમાં ફેલાયેલા છે. તેઓ ખાસ કરીને જનસેવા માટેના પોતાના કાર્યો બદલ લોકોમાં પૂજનીય સ્થાન ધરાવે છે.ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022નાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
September 12th, 11:01 am
મને ખુશી છે કે, ડેરી ક્ષેત્રનાં સમગ્ર વિશ્વના નિષ્ણાતો, નવપ્રવર્તકો આજે ભારતમાં એકત્ર થયા છે. વિશ્વ ડેરી સમિટમાં વિવિધ દેશોથી આવેલા તમામ મહાનુભાવોનું ભારતના કોટિ કોટિ પશુઓ તરફથી, ભારતના કોટિ કોટિ નાગરિકો તરફથી, ભારત સરકાર તરફથી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ડેરી ક્ષેત્રનું સામર્થ્ય ગ્રામીણ અર્થતંત્રને તો વેગ આપે જ છે, પણ સાથે સાથે તે વિશ્વભરના કરોડો લોકોની આજીવિકાનું પણ એક મોટું સાધન છે. મને વિશ્વાસ છે કે આ સમિટ વિચારો, ટેકનોલોજી, કુશળતા અને ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલ પરંપરાઓનાં સ્તર પર એક બીજાની જાણકારી વધારવામાં અને એકબીજા પાસેથી શીખવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે.PM inaugurates International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida
September 12th, 11:00 am
PM Modi inaugurated International Dairy Federation World Dairy Summit. “The potential of the dairy sector not only gives impetus to the rural economy, but is also a major source of livelihood for crores of people across the world”, he said.પશુપાલન અને ડેરી વિભાગની યોજનાઓના વિવિધ ઘટકોને સુધારવા અને પુન:સંગઠિત કરવા અને રૂ. 54618 કરોડના રોકાણના લાભ માટે ખાસ પશુધન પૅકેજને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
July 14th, 07:40 pm
પશુધન ક્ષેત્રમાં વિકાસને વધુ વેગ મળે અને પશુપાલન ક્ષેત્રમાં રોકાયેલા 10 કરોડ ખેડૂતોને પશુપાલન વધારે લાભદાયી બને એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિએ ભારત સરકારની યોજનાઓ સુધારીને પુન:સંગઠિત કરીને વિવિધ પ્રવૃત્તિઓ ધરાવતા ખાસ પશુધન ક્ષેત્રના પૅકેજના અમલીકરણને 2021-22થી શરૂ કરીને આગામી પાંચ વર્ષ માટે મંજૂરી આપી છે. આ પૅકેજમાં 5 વર્ષ માટે રૂ. 54,618 કરોડના રોકાણના લાભ માટે પાંચ વર્ષના ગાળામાં રૂ. 9800 કરોડની કેન્દ્ર સરકારની મદદની કલ્પના કરાઇ છે.