પ્રધાનમંત્રીએ NCC દિવસ પર NCC કેડેટ્સને શુભેચ્છા પાઠવી
November 28th, 06:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NCC દિવસ પર NCC કેડેટ્સને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ ભારતભરના એનસીસી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એસોસિયેશનની પ્રવૃત્તિઓમાં તેમના સમર્થન અને ભાગીદારીથી એનસીસી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સમૃદ્ધ બનાવવા વિનંતી કરી છે.ઝાંસી, ઉત્તર પ્રદેશમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 19th, 05:39 pm
કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, દેશના સંરક્ષણ મંત્રી અને આ પ્રદેશના યશસ્વી પ્રતિનિધિ અને મારા બહુ વરિષ્ઠ સહયોગી શ્રીમાન રાજનાથ સિંહજી, સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટજી, એમએસએમઈ રાજ્ય મંત્રી શ્રી ભાનુપ્રતાપ વર્માજી, તમામ અન્ય અધિકારીગણ, એનસીસી કૅડેટ્સ અને એલમ્ની અને ઉપસ્થિત સાથીઓ!પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’માં ઉપસ્થિત રહ્યા
November 19th, 05:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’માં હાજરી આપી હતી. ઝાંસીના કિલ્લાના પરિસરમાં આયોજિત ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ને ઉજવતા ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ મંત્રાલયની કેટલીય નવી પહેલને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં એનસીસી એલમ્ની એસોસિયેશન, પ્રધાનમંત્રીની આ એસોસિયેશનના પ્રથમ સભ્ય તરીકે નોંધણી કરવામાં આવી હતી; એનસીસી કૅડેટ્સ માટે નેશનલ પ્રોગ્રામ ઑફ સિમ્યુલેશન; રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા કિઓસ્ક,; રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક માટેની મોબાઇલ એપ; ભારતીય નૌકા દળનાં જહાજો માટે ડીઆરડીઓએ ડિઝાઇન કરેલ અને વિક્સાવેલ આધુનિક ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટ ‘શક્તિ’; હળવા લડાકુ હૅલિકૉપ્ટર્સ અને ડ્રોન્સનો સમાવેશ થાય છે. તેમણે ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના ઝાંસી નોડ ખાતે ભારત ડાયનેમિક્સ લિમિટેડના રૂ. 400 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું.