ભુવનેશ્વર, ઓડિશામાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 17th, 12:26 pm
ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી મોહન માંઝીજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથી જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અન્નપૂર્ણા દેવીજી, ઓડિશાના નાયબ મુખ્યમંત્રી કે. વી. સિંહદેવજી, શ્રીમતી પ્રભાતિ પરિદાજી, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો જેઓ આજે દેશના ખૂણે-ખૂણેથી અમારી સાથે જોડાયા છે અને ઓડિશાના મારા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર, ઓડિશામાં સૌથી મોટી મહિલા-કેન્દ્રિત યોજના – ‘સુભદ્રા’ લોંચ કરી
September 17th, 12:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઓડિશા સરકારની મુખ્ય યોજના ‘સુભદ્રા’ લોંચ કરી. તે સૌથી મોટી, એકલ મહિલા-કેન્દ્રિત યોજના છે અને તેમાં 1 કરોડથી વધુ મહિલાઓને આવરી લેવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રીએ 10 લાખથી વધુ મહિલાઓના બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવાની પણ શરૂઆત કરી હતી. શ્રી મોદીએ શિલાન્યાસ કર્યો અને રૂ. 2800 કરોડથી વધુની કિંમતની રેલ્વે યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી, અને રૂ. 1000 કરોડથી વધુની કિંમતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ લગભગ 14 રાજ્યોના PMAY-G હેઠળ લગભગ 10 લાખ લાભાર્થીઓને સહાયનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો, દેશભરમાંથી PMAY (ગ્રામીણ અને શહેરી)ના 26 લાખ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ ઉજવણીમાં ભાગ લીધો અને તેમને ઘરની ચાવીઓ સોંપી. PMAY (ગ્રામીણ અને શહેરી) લાભાર્થીઓ. વધુમાં, તેમણે PMAY-G માટે વધારાના ઘરોના સર્વેક્ષણ માટે આવાસ+ 2024 એપ અને પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન (PMAY-U) 2.0ની ઓપરેશનલ ગાઈડલાઈન્સ લોન્ચ કરી.નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 14th, 05:49 pm
આજનો પીએમ સ્વનિધિ મહોત્સવ એવા લોકોને સમર્પિત છે જેઓ આપણી આસપાસ રહે છે અને જેમના વિના આપણા રોજિંદા જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. અને કોવિડ દરમિયાન, દરેક વ્યક્તિએ શેરી વિક્રેતાઓની શક્તિ જોઈ. આજે, હું આપણા દરેક લારી-ગલ્લા, ઠેલાવાળાઓ અને રસ્તાની બાજુએ ઊભા રહેતા વિક્રેતાઓને આ ઉત્સવ પર હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આજે દેશના ખૂણે-ખૂણેથી જોડાયેલા મિત્રોને પણ આ PM સ્વનિધિનો વિશેષ લાભ મળ્યો છે. આજે PM સ્વનિધિ યોજના હેઠળ એક લાખ લોકોના બેંક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અને સોનામાં સુગંધ એ છે કે આજે અહીં લાજપત નગરથી સાકેત જી બ્લોક અને ઈન્દ્રપ્રસ્થથી ઈન્દ્રલોક મેટ્રો પ્રોજેક્ટ સુધી દિલ્હી મેટ્રોના વિસ્તરણનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. દિલ્હીના લોકો માટે આ બેવડી ભેટ છે. હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં સ્વનિધિ લાભાર્થીઓને સંબોધન કર્યું
March 14th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં જેએલએન સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓને સંબોધન કર્યું હતું અને આ યોજનાનાં ભાગરૂપે દિલ્હીનાં 5,000 એસવી સહિત 1 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ (એસવી)ને લોનનું વિતરણ કર્યું હતું. તેમણે પાંચ લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વનિધિ લોનનાં ચેક સુપરત કર્યા હતાં. પ્રધાનમંત્રીએ દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના બે વધારાના કોરિડોરનો શિલાન્યાસ પણ કર્યો હતો.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રૂ. 15,400 કરોડના બહુવિધ કનેક્ટિવિટી યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
March 06th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતામાં રૂ. 15,400 કરોડના બહુવિધ કનેક્ટિવિટી યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શહેરી ગતિશીલતા ક્ષેત્રને પૂરા પાડતા વિકાસ પ્રોજેક્ટ્સમાં મેટ્રો રેલ અને પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)નો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રીએ નવસારીમાં વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ, ઉદ્ઘાટન, રાષ્ટ્રને લોકાર્પણ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
February 22nd, 04:40 pm
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, સંસદમાં મારા સાથીઓ, આ જ પ્રદેશના પ્રતિનિધિ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદો તેમજ ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઇઓ તથા બહેનો, કેમ છો તમે બધા?પ્રધાનમંત્રીએ ગુજરાતનાં નવસારીમાં રૂ. 47,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
February 22nd, 04:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં નવસારી ગુજરાતમાં રૂ. 47,000 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં વીજ ઉત્પાદન, રેલ, રોડ, ટેક્સટાઇલ, શિક્ષણ, પાણી પુરવઠો, કનેક્ટિવિટી અને શહેરી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.ઉત્તર પ્રદેશના લખનઉમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના ચોથા ગ્રાઉન્ડબ્રેકિંગ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 03:00 pm
આજે આપણે અહીંયા વિકસિત ભારત માટે વિકસિત ઉત્તર પ્રદેશનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે એકજૂથ થયા છીએ. અને મને કહેવામાં આવ્યું હતું કે, અત્યારે તકનીકના માધ્યમથી આપણી સાથે ઉત્તર પ્રદેશની 400 થી વધુ વિધાનસભા સીટો પર લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. તકનીક દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા તમામ પરિવારજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજથી 7-8 વર્ષ પહેલાં આપણે કલ્પના પણ ન હતા કરી શકતા કે ઉત્તર પ્રદેશમાં પણ રોકાણ અને નોકરીઓના સંદર્ભમાં આવું વાતાવરણ સર્જાશે. ચારેબાજુ ગુનાખોરી, રમખાણો, તફડંચીના સમાચારો આવતા રહેલા હતા. તે દરમિયાન જો કોઇ એમ કહેતું કે હું ઉત્તર પ્રદેશને વિકસિત બનાવીશ તો કદાચ કોઇ સાંભળવા તૈયાર ન હોત, માનવાનો સવાલ જ નહોતો. પરંતુ આજે જુઓ, ઉત્તર પ્રદેશની ધરતી પર લાખો કરોડ રૂપિયાનું રોકાણ ઉતરી રહ્યું છે. અને હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. અને જ્યારે મારા ઉત્તર પ્રદેશમાં કંઇક થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ મને થાય છે. આજે હજારો પરિયોજનાઓ પર કામ શરૂ થઇ રહ્યું છે. આ ફેક્ટરીઓ જે અહીં આવી રહી છે, આ ઉદ્યોગો જે આવી રહ્યા છે, તે ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખવાના છે. હું ખાસ કરીને તમામ રોકાણકારોને અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના તમામ યુવાનોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું
February 19th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2023 માં આયોજિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023ના ચોથા ભૂમિપૂજન સમારોહમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 14000 પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઇટી અને આઇટીઇએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને એન્ટરટેઇનમેન્ટ અને શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે.પ્રધાનમંત્રી પ્રાદેશિક રેપિડ ટ્રેન નમો ભારતમાં મુસાફરી કરી
October 20th, 12:30 pm
પ્રધાનમંત્રીએ આજે પ્રાદેશિક રેપિડ ટ્રેન નમો ભારતની મુસાફરી કરી હતી જેને તેમણે આજે લીલી ઝંડી બતાવી હતી.ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 01:01 pm
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
January 02nd, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.કાનપુર મેટ્રોના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 28th, 01:49 pm
ઉત્તરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સહયોગી હરદીપ પૂરીજી, અહીંના ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, સાધ્વી નિરંજન જ્યોતિજી, ભાનુ પ્રતાપ વર્માજી, યુપી સરકારના મંત્રીશ્રી સતિષ મહાનાજી, નિલિમા કટિયારજી, રણવેન્દ્ર પ્રતાપજી, લખન સિંહજી, અજીત પાલજી, અહીંયા ઉપસ્થિત તમામ આદરણીય સાંસદો, તમામ આદરણીય ધારાસભ્યો, અન્ય તમામ લોક પ્રતિનિધિઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું
December 28th, 01:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું નિરીક્ષણ કર્યું હતું અને આઇઆઇટી મેટ્રો સ્ટેશનથી ગીતાનગર સુધી મેટ્રોમાં યાત્રા કરી હતી. તેમણે બિના-પનકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. પાઇપલાઇનને મધ્યપ્રદેશની બિના રિફાઇનરીથી કાનપુરમાં પનકી સુધી લંબાવાઇ છે અને એનાથી પ્રદેશને બિના રિફાઇનરીથી પેટ્રોલિયમ પેદાશો મળવામાં મદદ થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરી સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.