નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી કેડેટ્સ રેલીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 27th, 05:00 pm

એક ભૂતપૂર્વ એનસીસી કેડેટ હોવાનાં કારણે જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું ત્યારે ઘણી જૂની યાદો તાજી થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. જ્યારે આપણે એનસીસી કેડેટ્સમાં આવીએ છીએ, ત્યારે આપણને સૌ પ્રથમ એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં દર્શન થાય છે. તમે લોકો તો દેશના ખૂણે ખૂણેથી અહીં આવ્યા છો. અને મને ખુશી છે કે વીતેલાં વર્ષોમાં એનસીસી રેલીનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. અને આ વખતે અહીં વધુ એક નવી શરૂઆત થઈ છે. આજે અહીં, જેને સરકાર વાઇબ્રન્ટ ગામો તરીકે વિકસાવી રહી છે તેવાં દેશભરનાં સરહદી ગામોના 400થી વધુ સરપંચો આપણી વચ્ચે છે. આ ઉપરાંત દેશભરમાંથી સ્વ-સહાય જૂથોના પ્રતિનિધિ તરીકે 100થી વધુ બહેનો પણ હાજર છે. હું આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું

January 27th, 04:30 pm

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ એનસીસી કેડેટ તરીકે પોતે એનસીસી કેડેટ તરીકે એનસીસી કેડેટની વચ્ચે જ્યારે તેઓ ઉપસ્થિત હોય છે, ત્યારે તેમની યાદોને યાદ કરવી સ્વાભાવિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનસીસી કેડેટ્સ વચ્ચે ઉપસ્થિત રહેવાથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર પ્રદર્શિત થાય છે. તેમણે દેશનાં વિવિધ ભાગોનાં કેડેટ્સની હાજરીનું અવલોકન કર્યું હતું. તેમણે એનસીસીનું ક્ષેત્ર સતત વધી રહ્યું છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આજનો પ્રસંગ નવી શરૂઆતનો સંકેત છે. તેમણે વાયબ્રન્ટ વિલેજ યોજના હેઠળ સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા સરહદી વિસ્તારોના ગામોના 400થી વધુ સરપંચો અને દેશભરના સ્વસહાય જૂથોની 100થી વધુ મહિલાઓની હાજરીની પણ નોંધ લીધી હતી.

પ્રધાનમંત્રી 19 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે

January 17th, 09:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભમાં સાંજે 6 વાગે સહભાગી થશે.

પ્રધાનમંત્રીએ સાવિત્રીબાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયારને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી

January 03rd, 08:09 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયારને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી.

મન કી બાત, ડિસેમ્બર 2023

December 31st, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.

પ્રધાનમંત્રીએ રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

January 03rd, 11:52 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

January 03rd, 11:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.