પ્રધાનેમંત્રીએ પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી
June 27th, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ખાતે પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પાંચ વંદે ભારત ટ્રેનો છે ભોપાલ (રાણી કમલાપતિ) - ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ; ભોપાલ (રાણી કમલાપતિ) - જબલપુર વંદે ભારત એક્સપ્રેસ; રાંચી - પટના વંદે ભારત એક્સપ્રેસ; ધારવાડ - બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને ગોવા (મડગાંવ) - મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ.અજમેર અને દિલ્હી કેન્ટને જોડતી વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 12th, 11:01 am
મા ભારતીની પૂજા કરતી રાજસ્થાનની ધરતીને આજે પહેલી વંદે ભારત ટ્રેન મળી રહી છે. દિલ્હી કેન્ટ-અજમેર વંદે ભારત એક્સપ્રેસથી જયપુર-દિલ્હીની મુસાફરી વધુ સરળ બનશે. આ ટ્રેન રાજસ્થાનના પ્રવાસન ઉદ્યોગમાં પણ ઘણી મદદ કરશે. પુષ્કર હોય કે અજમેર શરીફ, શ્રદ્ધાળુઓ માટે આવા મહત્વના આસ્થાના સ્થળોએ પહોંચવામાં સરળતા રહેશે.પ્રધાનમંત્રીએ જયપુર અને દિલ્હી કેન્ટ વચ્ચે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી
April 12th, 11:00 am
સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ રાજસ્થાનની વીરતાની ભૂમિને તેની પ્રથમ વંદે ભારત ટ્રેન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, જે માત્ર જયપુર દિલ્હી વચ્ચેની જ મુસાફરીને સરળ બનાવશે નહીં પરંતુ રાજસ્થાનના પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપશે કારણ કે તે તીર્થરાજ પુષ્કર અને અજમેર શરીફ જેવી શ્રદ્ધાના સ્થળો સુધી પહોંચવામાં મદદ કરશે.ઉત્તર પ્રદેશમાં જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની ભૂમિ પૂજન વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 25th, 01:06 pm
ઉત્તર પ્રદેશના લોકપ્રિય કર્મયોગી મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, અહિના કર્મઠ અમારા જૂના સાથી ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, જનરલ વી કે સિંહજી, સંજીવ બલિયાનજી, એસ પી સિંહ બધેલજી, બી.એલ. વર્માજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીશ્રી લક્ષ્મી નારાયણ ચૌધરીજી, શ્રી જય પ્રતાપ સિંહજી, શ્રીકાંત શર્માજી, ભૂપેન્દ્ર ચૌધરીજી, શ્રી નંદગોપાલ ગુપ્તાજી, અનિલ શર્માજી, ધર્મ સિંહ સૈનીજી, અશોક કટારિયાજી, શ્રી જી. એસ. ધર્મેશજી, સંસદમાં મારા સાથી ડોક્ટર મહેશ શર્માજી, શ્રી સુરેન્દ્ર સિંહ નાગરજી, શ્રી ભોલા સિંહજી, સ્થાનિક ધારાસભ્ય શ્રી ધિરેન્દ્ર સિંહજી, મંચ પર બિરાજમાન અન્ય તમામ લોક પ્રતિનિધિગણ અને મોટી સંખ્યામાં અહીં સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો
November 25th, 01:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંહ, શ્રી સંજીવ બલિયાન, શ્રી એસ.પી. સિંહ બઘેલ અને શ્રી બી. એલ. વર્મા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ભોપાલ, મધ્ય પ્રદેશમાં રાષ્ટ્રને વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ સમર્પણ કરવા અંગેના પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 15th, 03:21 pm
મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનજી, કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવ, ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં વિવિધ રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી
November 15th, 03:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં વિવિધ રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે ભોપાલમાં પુન:વિકસિત રાણી કમલાપતિ રેલવે સ્ટેશનને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશમાં રેલવેની બીજી ઘણી પહેલને પણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી જેમાં ગેજ રૂપાંતરિત અને વિદ્યુતીકરણ કરાયેલ ઉજ્જૈન-ફતેહાબાદ ચંદ્રવતીગંજ બ્રોડ ગેજ સેક્શન, ભોપાલ-બારખેડા સેક્શનમાં ત્રીજી લાઇન, ગેજ રૂપાંતરિત અને વિદ્યુતીકરણ કરાયેલ મથેલા-નિમાર ખેડી બ્રોડ ગેજ સેક્શન અને વિદ્યુતીકરણ કરાયેલ ગુના-ગ્વાલિયર સેક્શનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ઉજ્જૈન-ઇન્દોર અને ઇન્દોર-ઉજ્જૈન વચ્ચે બે નવી મેમુ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી. મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે મંત્રી સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.PM ભોપાલમાં પુનઃવિકાસિત રાણી કમલાપતિ રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરશે
November 14th, 04:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 15મી નવેમ્બરના રોજ મધ્યપ્રદેશની તેમની મુલાકાત દરમિયાન લગભગ 3 વાગ્યે પુનઃવિકાસિત રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન, 2021નું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રી જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે 15 નવેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે
November 14th, 04:40 pm
ભારત સરકાર દ્વારા 15 નવેમ્બર એટલે કે અમર શહીદ ભગવાન બિસરા મુંડાની જન્મજયંતીને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભોપાલ ખાતે જંબુરી મેદાનમાં યોજાનારા જનજાતિ ગૌરવ દિવસ મહાસંમેલનમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ બપોરે લગભગ 1 વાગે જનજાતિ સમુદાયના કલ્યાણ અર્થે બહુવિધ પહેલનો આરંભ કરશે.