ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 25th, 02:00 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકજી, કેન્દ્રીય મંત્રી શ્રી વી કે સિંહજી, ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર ચૌધરીજી, અન્ય પ્રતિનિધિઓ અને બુલંદશહેરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં બુલંદશહરમાં રૂ. 19,100 કરોડથી વધારે મૂલ્યનાં વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
January 25th, 01:33 pm
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ બુલંદશહરના લોકો, ખાસ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ અને બહેનોના પ્રેમ અને વિશ્વાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ 22 જાન્યુઆરીનાં રોજ ભગવાન શ્રી રામનાં દર્શન કરવા અને આજનાં પ્રસંગે ઉત્તરપ્રદેશનાં લોકોની હાજરી બદલ તેમનાં સૌભાગ્યનો આભાર માન્યો હતો. તેમણે બુલંદશહર અને સમગ્ર પશ્ચિમ ઉત્તરપ્રદેશનાં લોકોને રેલવે, હાઇવે, પેટ્રોલિયમ પાઇપલાઇન, પાણી, સુએઝ, મેડિકલ કોલેજ અને ઔદ્યોગિક વસાહતનાં ક્ષેત્રોમાં રૂ. 19,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે અભિનંદન આપ્યાં હતાં. તેમણે યમુના અને રામ ગંગા નદીઓનાં સ્વચ્છતા અભિયાન સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનાં ઉદઘાટનનો ઉલ્લેખ પણ કર્યો હતો.અયોધ્યાજી ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 22nd, 05:12 pm
આજે આપણા રામ આવી ગયા છે! સદીઓ સુધી રાહ જોયા પછી આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય, અસંખ્ય ત્યાગ, બલિદાન અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. આ શુભ અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લીધો
January 22nd, 01:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા (પવિત્ર) સમારંભમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણમાં પ્રદાન કરનાર શ્રમજીવી સાથે વાતચીત કરી હતી.પીએમ-જનમન હેઠળ પીએમએવાય-(જી)ના 1 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તાના વિમોચન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 15th, 12:15 pm
જોહાર, રામ-રામ. આ સમયે દેશમાં ઉત્સવનો માહોલ છે. ઉત્તરાયણ, મકરસંક્રાંતિ, પોંગલ, બિહુ જેવા અનેક તહેવારોની ઉત્તેજના ચારેબાજુ ફેલાયેલી છે. આજની ઘટનાએ આ ઉત્સાહને વધુ અદભૂત અને જીવંત બનાવ્યો હતો. અને તારી સાથે વાત કરવી પણ મારા માટે ઉજવણી બની ગઈ. આજે એક તરફ અયોધ્યામાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ મારા પરિવારના એક લાખ અત્યંત પછાત આદિવાસી ભાઈ-બહેનો. મારા આ આદિવાસી પરિવારો, અત્યંત પછાત આદિવાસી પરિવારો, તેમના ઘરે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે, આ મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. આજે કાયમી મકાન માટે તેમના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે. હું આ તમામ પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેમને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને આ ઉમદા કાર્ય કરવા માટે નિમિત્ત બનવાની તક મળી તે મારા જીવનમાં ખૂબ જ આનંદની વાત છે.પ્રધાનમંત્રીએ પીએમ-જનમન અંતર્ગત પીએમએવાય(જી)નાં 1 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કર્યો
January 15th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)ના 1 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પીએમ-જનમનનાં લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.શ્રી રામ લલાને આવકારવા સ્વાતિ મિશ્રાનું ભક્તિમય ભજન મંત્રમુગ્ધ કરનારું છેઃ પ્રધાનમંત્રી
January 03rd, 08:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ લલાને આવકારતા સ્વાતિ મિશ્રા દ્વારા ગવાયેલું ભક્તિમય ભજન શેર કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આ ભજન મંત્રમુગ્ધ કરનારું છે.અયોધ્યામાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ પછી પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
December 30th, 02:15 pm
અયોધ્યાજીના તમામ લોકોને મારા પ્રણામ! આજે આખી દુનિયા 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની આતુરતાથી પ્રતીક્ષા કરી રહી છે. આવી સ્થિતિમાં અયોધ્યાના લોકોમાં રહેલો ઉત્સાહ અને ઉમંગ સ્વાભાવિક છે. હું ભારતની માટીના એક એક કણ અને ભારતની જનતાનો પૂજારી છું અને હું પણ તમારી જેમ જ ઉત્સુક છું. અમારા બધાનો આ ઉત્સાહ અને ઉમંગ થોડા સમય પહેલાં અયોધ્યાજીના માર્ગો પર સંપૂર્ણપણે જોવા મળી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે, જાણે આખી અયોધ્યા નગરી રસ્તા પર આવી ગઇ હોય. આ પ્રેમ અને આશીર્વાદ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌ મારી સાથે બોલો - સિયાવર રામ ચંદ્રની... જય. સિયાવર રામ ચંદ્રની... જય. સિયાવર રામ ચંદ્રની... જય.પ્રધાનમંત્રીએ રૂ. 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
December 30th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા ધામમાં રૂ. 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. તેમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે 11,100 કરોડ રૂપિયાની પરિયોજનાઓ અને સમગ્ર ઉત્તર પ્રદેશની અન્ય પરિયોજનાઓ સાથે સંબંધિત લગભગ 4600 કરોડ રૂપિયાની પરિયોજનાઓ સામેલ છે.140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
November 26th, 11:30 am
મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.