હર ઘર તિરંગા ઝુંબેશ ત્રિરંગા પ્રત્યે 140 કરોડ ભારતીયોના ઊંડા આદરને દર્શાવે છે: પીએમ શ્રી નરેન્દ્ર મોદી
August 14th, 09:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન પ્રત્યે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે હર ઘર તિરંગા ઝુંબેશ સમગ્ર ભારતમાં લોકપ્રિય બની છે જે ત્રિરંગા પ્રત્યે 140 કરોડ ભારતીયોના ઊંડા આદરને દર્શાવે છે.અયોધ્યાજી ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 22nd, 05:12 pm
આજે આપણા રામ આવી ગયા છે! સદીઓ સુધી રાહ જોયા પછી આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય, અસંખ્ય ત્યાગ, બલિદાન અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. આ શુભ અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લીધો
January 22nd, 01:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા (પવિત્ર) સમારંભમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણમાં પ્રદાન કરનાર શ્રમજીવી સાથે વાતચીત કરી હતી.તમિલનાડુના તિરુચિરાપલ્લી ખાતે શિલાન્યાસ અને વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 12:30 pm
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિજી, મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાજી અને આ જ માટીના બાળક એવા મારા મિત્ર એલ. મુરુગનજી, તમિલનાડુ સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને તમિલનાડુના મારા પરિવારના સભ્યો!પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
January 02nd, 12:15 pm
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને નવું વર્ષ ફળદાયી અને સમૃદ્ધ બને તેવી શુભેચ્છા પાઠવી હતી તથા વર્ષ 2024માં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ તમિલનાડુમાં યોજાઈ રહ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ તમિલનાડુની પ્રગતિને મજબૂત કરશે, કારણ કે તેમણે રોડવેઝ, રેલવે, પોર્ટ, એરપોર્ટ, ઊર્જા અને પેટ્રોલિયમ પાઇપલાઇન્સનાં ક્ષેત્રોને આવરી લેતી વિવિધ પરિયોજનાઓ માટે રાજ્યનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું કે આમાંની ઘણી યોજનાઓ મુસાફરીને વેગ આપશે અને રાજ્યમાં હજારો રોજગારની તકો પણ ઉભી કરશે.વારાણસીમાં કાશી તમિલ સંગમમના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
November 19th, 07:00 pm
કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રી એલ મુરુગનજી, પૂર્વ કેન્દ્રીય મંત્રી પૉન રાધાકૃષ્ણનજી, વિશ્વ વિખ્યાત સંગીતકાર અને રાજ્યસભાના સભ્ય ઇલૈઈરાજાજી, બીએચયુના વાઇસ ચાન્સલર સુધીર જૈન, આઇઆઇટી મદ્રાસના ડાયરેક્ટર પ્રોફેસર કામકોટ્ટીજી, અન્ય બધા મહાનુભવો, અને તમિલનાડુથી મારાં કાશીમાં પધારેલા તમામ મારા આદરણીય અતિથિઓ, દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કર્યું
November 19th, 02:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં આયોજિત અને એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમ 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશની સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન વિદ્યાપીઠોમાંની બે તમિલનાડુ અને કાશી વચ્ચે સદીઓ જૂનાં જોડાણોની ઉજવણી કરવાનો, તેની પુષ્ટિ કરવાનો અને પુનઃશોધ કરવાનો છે. તમિલનાડુથી 2500થી વધુ પ્રતિનિધિઓ કાશીની મુલાકાત લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ એક પુસ્તક 'તિરુક્કુરલ'નું અને તેનો 13 ભાષાઓમાં અનુવાદ સાથે વિમોચન પણ કર્યું હતું. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યારબાદ આરતી પણ નિહાળી હતી.પ્રધાનમંત્રી 16મી એપ્રિલે મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે
April 15th, 04:00 pm
હનુમાન જયંતિના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 એપ્રિલ, 2022ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે.ડૉ. કલામે ભારતના યુવાનોને પ્રેરણા આપી હતી: વડાપ્રધાન મોદી
July 27th, 12:34 pm
એક સભાને સંબોધતા વડાપ્રધાને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામને ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને કહ્યું, “ડૉ. કલામે કાયમ રામેશ્વરમની સાદાઈ, ઉંડાઈ અને શાંતિ દર્શાવી હતી. શ્રી મોદીએ ડૉ. કલામના યુવાનો સાથેના સંબંધોને યાદ કરીને કહ્યું હતું, ‘ડૉ કલામે ભારતના યુવાનોને પ્રેરણા આપી હતી. હું એ જોઈ રહ્યો છું કે આજનો યુવાન વિકાસની નવી ઉંચાઈએ પહોંચવા માંગે છે અને નોકરીઓ આપવા માંગે છે.”ડૉ એ પી જે અબ્દુલ કલામ મેમોરીયલનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદી
July 27th, 12:29 pm
વડાપ્રધાન મોદી આજે રામેશ્વરમમાં ડૉ. એ પી જે અબ્દુલ કલામના મેમોરીયલનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન કલામ સંદેશ વાહીનીને ઝંડી બતાવી હતી, જે એક પ્રદર્શની બસ છે અને તે દેશના વિવિધ રાજ્યોમાં સફર કરશે. વડાપ્રધાને લાંબા અંતરના ટ્રોલરોને મંજૂરી પત્રો પણ આપ્યા હતા, રામેશ્વરમથી અયોધ્યાની ટ્રેનની એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી તેમજ ગ્રીન રામેશ્વર પ્રોજેક્ટના ઝલકીનું પણ અનાવરણ કર્યું હતું.ડૉ એ પી જે અબ્દુલ કલામ મેમોરીયલનું આવતીકાલે ઉદ્ઘાટન કરનારા વડાપ્રધાન
July 26th, 05:59 pm
વડાપ્રધાન મોદી રામેશ્વરમમાં ડૉ. એ પી જે અબ્દુલ કલામના મેમોરીયલનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કલામ સંદેશ વાહીનીને ઝંડી બતાવશે, જે એક પ્રદર્શની બસ છે અને તે દેશના વિવિધ રાજ્યોમાં સફર કરશે. વડાપ્રધાન લાંબા અંતરના ટ્રોલરોને પણ મંજૂરી પત્રો આપશે, રામેશ્વરમથી અયોધ્યાની ટ્રેનને લીલી ઝંડી દેખાડશે તેમજ ગ્રીન રામેશ્વર પ્રોજેક્ટના ઝલકીનું પણ અનાવરણ કરશે.