અમદાવાદમાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 01:30 pm

પરમ આદરણીય શ્રીમત સ્વામી ગૌતમંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશના આદરણીય સંતો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ કાર્યક્રમ સાથે સંકળાયેલા અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું

December 09th, 01:00 pm

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની ઊર્જા સદીઓથી દુનિયામાં સકારાત્મક કામગીરીનું નિર્માણ કરવા અને તેનું સર્જન કરવામાં સતત કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વામી પ્રેમાનંદ મહારાજની જન્મજયંતીએ લેખંબામાં નવનિર્મિત પ્રાર્થના હોલ અને સાધુ નિવાસના નિર્માણથી ભારતની સંત પરંપરાનું પોષણ થશે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સેવા અને શિક્ષણની યાત્રા શરૂ થઈ રહી છે, જેનાથી આવનારી ઘણી પેઢીઓને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી રામકૃષ્ણ દેવ મંદિર, ગરીબ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, હોસ્પિટલ અને પ્રવાસી નિવાસ જેવી ઉમદા કૃતિઓ આધ્યાત્મિકતાનો પ્રસાર કરવા અને માનવતાની સેવા કરવા માટેનાં માધ્યમ તરીકે કામ કરશે. પોતે સંતોની સંગત અને આધ્યાત્મિક વાતાવરણની કદર કરે છે એ બાબતને વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

March 04th, 06:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજને ઝડપથી સ્વસ્થતા અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે.

પીએમ 8 અને 9 એપ્રિલે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે

April 05th, 07:19 pm

8મી એપ્રિલ, 2023ના રોજ, સવારે લગભગ 11:45 વાગ્યે, પ્રધાનમંત્રી સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પહોંચશે અને સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. બપોરે લગભગ 12:15 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ હૈદરાબાદના એઈમ્સ બીબીનગરનો શિલાન્યાસ કરશે. તેઓ પાંચ નેશનલ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કરશે અને રેલ્વે સંબંધિત અન્ય વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રીએ રામક્રિષ્ના મઠના સ્વામી શિવમાયાનંદજી મહારાજના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

June 12th, 03:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામક્રિષ્ના મઠના સ્વામી શિવમાયાનંદજી મહારાજના નિંધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.