અયોધ્યાજી ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 22nd, 05:12 pm
આજે આપણા રામ આવી ગયા છે! સદીઓ સુધી રાહ જોયા પછી આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય, અસંખ્ય ત્યાગ, બલિદાન અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. આ શુભ અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લીધો
January 22nd, 01:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા (પવિત્ર) સમારંભમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણમાં પ્રદાન કરનાર શ્રમજીવી સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ રામ સેતુના પ્રારંભ બિંદુ - અરિચલ મુનાઈની મુલાકાત લીધી
January 21st, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રામ સેતુના પ્રારંભિક બિંદુ અરિચલ મુનાઈની મુલાકાત લીધી હતી.‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.