પ્રધાનમંત્રી શ્રી 8 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કરશે અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરશે
September 07th, 01:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 7 વાગ્યે 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કરશે. તે અગાઉના રાજપથથી સત્તાનું પ્રતિક હોવાના કારણે કર્તવ્ય પથ તરફના પરિવર્તનનું પ્રતીક છે જે જાહેર માલિકી અને સશક્તીકરણનું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. આ પગલાં અમૃતકાલમાં નવા ભારત માટે વડા પ્રધાનના બીજા 'પંચ પ્રાણ' સાથે સુસંગત છે: 'વસાહતી માનસિકતાના કોઈપણ નિશાનને દૂર કરો'.ભારતીય સંસ્કૃતિની જીવંતતાએ હંમેશા વિશ્વભરના લોકોને આકર્ષ્યા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 30th, 11:30 am
સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.Glimpses from 73rd Republic Day celebrations at Rajpath New Delhi
January 26th, 01:00 pm
India marked 73rd Republic Day with immense fervour and enthusiasm. The country's perse culture, prowess of the Armed Forces were displayed at Rajpath in New Delhi. President Ram Nath Kovind, Prime Minister Narendra Modi and other dignitaries attended the iconic parade.નવી દિલ્હીના રાજપથ પર 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની ઝાંખી
January 26th, 12:16 pm
ભારતમાં ઉત્સાહભેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ હતી. નવી દિલ્હીમાં રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારક પર શહીદોને તેમના અવિસ્મરણીય બલિદાન પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ ‘હુનર હાટ’ની મુલાકાત લીધી
February 19th, 03:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘હુનર હાટ’ની મુલાકાત લીધી હતી. તેમણે હુનર હાટમાં ભાગ લેનારા દેશભરના કુશળ કારીગરો, શિલ્પકારો અને પાક નિષ્ણાંતોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.