જામનગરના મહારાજા દિગ્વિજય સિંહના પ્રયાસોને કારણે જ ભારતના પોલેન્ડ સાથે સારા સંબંધો છેઃ જામનગરમાં પીએમ મોદી

May 02nd, 11:30 am

જામનગરમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, જામનગરના મહારાજા દિગ્વિજય સિંહના પ્રયાસોને કારણે જ પોલેન્ડ સાથે ભારતના સારા સંબંધો છે. તેમણે ઉમેર્યું હતું કે મહારાજા દિગ્વિજય સિંહે વિશ્વ યુદ્ધ-2ને કારણે દેશ છોડીને ભાગી રહેલા પોલેન્ડના નાગરિકોને સુરક્ષિત આશ્રય આપ્યો હતો.

કોંગ્રેસે વિભાજનકારી રાજકારણને સક્ષમ બનાવવા કલમ 370 અને CAA નાબૂદ કરવાનો વિરોધ કર્યોઃ જૂનાગઢમાં પીએમ મોદી

May 02nd, 11:30 am

જૂનાગઢમાં રેલીને સંબોધતા અને વિભાજનકારી રાજનીતિના કોંગ્રેસના ઈરાદા પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ વિભાજનકારી રાજનીતિને સક્ષમ કરવા માટે કલમ 370 અને C સીએએ નાબૂદ કરવાનો વિરોધ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસનો હેતુ ભારતને ઉત્તર અને દક્ષિણમાં વિભાજીત કરવાનો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનું લક્ષ્ય પોતાની સત્તાની રાજનીતિ રમવા માટે ભારતને અસુરક્ષિત રાખવાનું છે.

કોંગ્રેસનું 'રિપોર્ટ કાર્ડ' કૌભાંડોનું 'રિપોર્ટ કાર્ડ' છેઃ સુરેન્દ્રનગરમાં પીએમ મોદી

May 02nd, 11:15 am

આગામી લોકસભા ચૂંટણી પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક પ્રભાવશાળી રેલીને સંબોધિત કરી હતી. ભારતના બંધારણની રક્ષા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા પીએમ મોદીએ કહ્યું, સુરેન્દ્રનગર બંધારણ પ્રત્યે મોદીની પ્રતિબદ્ધતાનું સાક્ષી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ભારતીય બંધારણના 60 વર્ષની ઉજવણી માટે ગૌરવ યાત્રા પણ કાઢી હતી. તેમણે એમ પણ કહ્યું કે અમારી સરકાર જ 26મી નવેમ્બરને 'બંધારણ દિવસ' તરીકે ઉજવે છે અને તેની 75મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરશે.

PM Modi addresses powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat

May 02nd, 11:00 am

Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat. He added that his mission is a 'Viksit Bharat' and added, 24 x 7 for 2047 to enable a Viksit Bharat.

ટીવી9 કૉન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 26th, 08:55 pm

મારે ત્યાં જૂના જમાનામાં, યુદ્ધમાં જતાં પહેલાં, ખૂબ જ જોરથી ઢોલ-નગારા વગાડવામાં આવતા, મોટા મોટા બ્યુગલ ફૂંકાતા જેથી જનાર વ્યક્તિ થોડો ઉત્સાહિત થઈને જાય, આભાર દાસ! ટીવી નાઈનના તમામ દર્શકોને અને અહીં ઉપસ્થિત તમને બધાને પણ મારી શુભેચ્છાઓ… હું ઘણીવાર ભારતની વિવિધતા વિશે વાત કરું છું. ટીવી નાઈનના ન્યૂઝરૂમ અને તમારી રિપોર્ટિંગ ટીમમાં આ વિવિધતા સ્પષ્ટપણે દેખાય છે. ટીવી નાઈન પાસે ઘણી ભારતીય ભાષાઓમાં મીડિયા પ્લેટફોર્મ છે. તમે ભારતના જીવંત લોકશાહીના પ્રતિનિધિ પણ છો. વિવિધ રાજ્યોમાં, વિવિધ ભાષાઓમાં ટીવી નાઈનમાં કામ કરતા તમામ પત્રકાર સાથીદારો અને તમારી ટેકનિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું

February 26th, 07:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું હતું. આ સમિટની થીમ 'ઇન્ડિયાઃ પોસાઇઝ્ડ ફોર ધ બિગ લીપ' છે.

ગુજરાતનાં રાજકોટમાં વિવિધ પ્રકલ્પોનાં શુભારંભ પર પ્રધાનમંત્રી મોદીનાં સંબોધનનો મૂળ પાઠ

February 25th, 07:52 pm

આજના આ કાર્યક્રમથી દેશનાં અનેક રાજ્યોમાંથી બહુ મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જોડાયા છે. ઘણાં રાજ્યોનાં માનનીય મુખ્યમંત્રીઓ, માનનીય રાજ્યપાલ શ્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કેન્દ્ર સરકારનાં મંત્રીઓ – આ તમામ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ સાથે આપણી સાથે જોડાયેલાં છે. હું એ તમામને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો

February 25th, 04:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં સ્વાસ્થ્ય, માર્ગ, રેલ, ઊર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા પ્રવાસન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો સામેલ છે.

રાજકોટ હંમેશા મારા હૃદયમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે: પ્રધાનમંત્રી શ્રી

February 24th, 08:17 pm

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટ સાથેના તેમના જોડાણને યાદ કર્યું અને મોદી આર્કાઇવની એક્સ પોસ્ટ શેર કરી.

પ્રધાનમંત્રી 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે

February 24th, 10:45 am

પ્રધાનમંત્રી 24 અને 25 ફેબ્રુઆરી, 2024નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. 25 ફેબ્રુઆરીએ સવારે 7:45 વાગ્યે પ્રધાનમંત્રી બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના અને દર્શન કરશે. આ પછી સવારે 8:25 વાગ્યે સુદર્શન સેતુની મુલાકાત લેવામાં આવશે. ત્યાર બાદ તેઓ સવારે 9:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરના દર્શન કરશે.

વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 10th, 01:40 pm

કેમ છો... મજા મા! આજે વિકસિત ભારત – વિકસિત ગુજરાત નામનું એક બહુ મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે. અને મને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની તમામ 182 વિધાનસભાઓની બેઠકો પર એકસાથે, ગુજરાતનાં દરેક ખૂણામાં લાખો લોકો ટેકનોલોજીનાં માધ્યમથી જોડાયેલા છે. વિકસિત ગુજરાતની સફરમાં તમે તમામ લોકોને આટલા ઉત્સાહ સાથે સામેલ થયા છો..આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું

February 10th, 01:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

માદક દ્રવ્યોના દુરૂપયોગ સામેના અભિયાનમાં યુવાનોની વધતી ભાગીદારી ખૂબ જ પ્રોત્સાહક છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

July 30th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. જુલાઈનો મહિનો એટલે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો. ગત કેટલાક દિવસ, કુદરતી આપત્તિઓના કારણે ચિંતા અને પરેશાનીપૂર્ણ રહ્યા છે. યમુના સહિત અનેક નદીમાં પૂરથી અનેક વિસ્તારમાં લોકોને તકલીફ પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ છે. આ દરમિયાન, દેશના પશ્ચિમ હિસ્સામાં, કેટલાક સમય પહેલાં ગુજરાતના વિસ્તારોમાં, બિપરજોય વાવાઝોડું પણ આવ્યું. પરંતુ સાથીઓ, આ આપત્તિઓની વચ્ચે, આપણે બધાં દેશવાસીઓએ ફરી દેખાડ્યું છે કે સામૂહિક પ્રયાસની શક્તિ શું હોય છે. સ્થાનિક લોકોએ, આપણા એનડીઆરએફના જવાનોએ, સ્થાનિક પ્રશાસનના લોકોએ, દિવસ-રાત જાગીને આવી આપત્તિઓનો સામનો કર્યો છે. કોઈ પણ આપત્તિ સામે લડવામાં આપણાં સામર્થ્ય અને સંસાધનોની ભૂમિકા મોટી હોય છે. પરંતુ તેની સાથે જ, આપણી સંવેદનશીલતા અને એકબીજાનો હાથ પકડવાની ભાવના, એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વજન હિતાયની આ જ ભાવના ભારતની ઓળખ પણ છે અને ભારતની શક્તિ પણ છે.

રાજકોટ, ગુજરાતમાં બહુવિધ વિકાસલક્ષી કાર્યોના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ

July 27th, 04:00 pm

અત્યારે વિજય પણ મારા કાનમાં કહી રહ્યા હતા અને હું પણ ધ્યાન આપી રહ્યો છું કે રાજકોટમાં કોઈ કાર્યક્રમ હોય, રજા ન હોય, રજા ન હોય અને બપોર હોય; ત્યાં આવી વિશાળ જાહેરસભા. આજે રાજકોટે રાજકોટના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નહીં તો વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ભાઈ સાંજે 8 પછી ઠીક રહેશે અને રાજકોટને તો ગમે તેમ કરીને બપોરે સૂવાનો સમય જોઈએને.

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં રાજકોટમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશને અર્પણ કર્યું

July 27th, 03:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં રાજકોટમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને રૂ. 860 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સૌની યોજના લિન્ક 3 પેકેજ 8 અને 9, દ્વારકા ગ્રામીણ પાણી પુરવઠા અને સ્વચ્છતા (આરડબલ્યુએસએસ)નું અપગ્રેડેશન, ઉપરકોટ કિલ્લાનાં પ્રથમ અને બીજા તબક્કાનું સંરક્ષણ, જીર્ણોદ્ધાર અને વિકાસ સામેલ છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ. પ્રધાનમંત્રીએ નવા ઉદ્ઘાટન પામેલા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની વોકથ્રુ પણ લીધી હતી.

પ્રધાનમંત્રીએ 42મા પ્રગતિ સંવાદની અધ્યક્ષતા કરી

June 28th, 07:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રગતિની 42મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રગતિ એ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાંકળતા સક્રિય શાસન અને સમય-બાઉન્ડ અમલીકરણ માટે આઇસીટી-આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.

ગાંધીનગર, ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 12th, 12:35 pm

ભાજપ માટે દેશનો વિકાસ એ પ્રતીતિ અને પ્રતિબદ્ધતા છે. આપણા માટે રાષ્ટ્ર નિર્માણ એ સતત મહાયજ્ઞ છે. ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બન્યાને થોડા મહિના જ થયા છે, પરંતુ જે ગતિએ વિકાસ થયો છે તે જોઈને હું ખૂબ જ ખુશ છું અને આનંદની લાગણી અનુભવું છું.

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં ગાંધીનગરમાં આશરે રૂ. 4400 કરોડનું મૂલ્ય ધરાવતાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને દેશને અર્પણ કર્યા

May 12th, 12:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આશરે રૂ. 4400 કરોડનું મૂલ્ય ધરાવતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને કેટલાંક પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતા. આ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ તથા ખાણ અને ખનીજ વિભાગ જેવા વિવિધ વિભાગો સાથે સંકળાયેલા હતાં, જેમાં રૂ. 2450 કરોડથી વધારે મૂલ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન સામેલ હતું. પ્રધાનમંત્રીએ આશરે રૂ. 1950 કરોડનું મૂલ્ય ધરાવતા પીએમએવાય (ગ્રામીણ અને શહેરી) સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાયન્સ પણ કર્યો હતો તેમજ આ કાર્યક્રમ દરમિયાન આ યોજના અંતર્ગત નિર્માણ થયેલા આશરે 19,000 મકાનોની ચાવીઓ યોજનાના લાભાર્થીઓને સુપરત કરીને તેમનાં ગૃહપ્રવેશમાં સહભાગી થયા હતા. તેમણે વીડિયો લિન્ક મારફતે લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

December 24th, 11:10 am

પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તેમનાં આશીર્વાદથી રાજકોટ ગુરૂકુળને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. રાજકોટ ગુરૂકુળનાં 75 વર્ષની આ યાત્રા માટે હું આપ સૌને ખૂબ-ખૂબ હાર્દિક અભિનંદન આપું છું. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં નામનું સ્મરણ કરવા માત્રથી એક નવી ચેતનાનો સંચાર થાય છે અને આજે આપ સૌ સંતોનાં સાંનિધ્યમાં સ્વામિનારાયણનાં નામનું સ્મરણ કરવું એ એક અલગ જ સૌભાગ્યનો અવસર છે. મને વિશ્વાસ છે કે આ ઐતિહાસિક સંસ્થાનનું આવનારું ભવિષ્ય હજુ વધુ યશસ્વી હશે. તેનું યોગદાન વધુ અપ્રતિમ હશે.

પ્રધાનમંત્રીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું

December 24th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધન કર્યું હતું.