બંધારણ એ આપણો માર્ગદર્શક પ્રકાશ છેઃ મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

December 29th, 11:30 am

મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ અને પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ સહિત ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બસ્તર ઓલિમ્પિક્સની સફળતાની પ્રશંસા કરી હતી અને સ્વાસ્થ્યને લગતી નોંધપાત્ર સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમ કે મેલેરિયા નાબૂદીમાં પ્રગતિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરની સારવારમાં પ્રગતિ. આ ઉપરાંત તેમણે ઓડિશાનાં કાલાહાંડીમાં કૃષિ પરિવર્તનની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જાણીતા અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

December 14th, 11:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા અભિનેતા શ્રી રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન તરીકે બિરદાવ્યા હતા. શ્રી રાજ કપૂરને માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જનારા સાંસ્કૃતિક દૂત ગણાવતા શ્રી મોદીએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની નવી પેઢીઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે.

સિનેમાના દિગ્ગજ રાજ કપૂરના 100 વર્ષ પૂરા થવા પર કપૂર પરિવાર સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

December 11th, 09:00 pm

ગયા અઠવાડિયે, અમારા વ્હોટ્સએપ ફેમિલી ગ્રૂપમાં, અમે એક અઠવાડિયાથી નક્કી કરી રહ્યા હતા કે અમે તમને કેવી રીતે કહીશું, પ્રાઈમ મિનિસ્ટરજી, પ્રધાનમંત્રીજી! રીમા ફઈ મને રોજ ફોન કરીને પૂછે છે, શું હું આ કહી શકું, શું હું એમ કહી શકું?

સુપ્રસિદ્ધ રાજ કપૂરની શતાબ્દી ઉજવણીના આગામી અવસર પર કપૂર પરિવાર સાથે વાતચીતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

December 11th, 08:47 pm

સુપ્રસિદ્ધ રાજ કપૂરના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે કપૂર પરિવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે હૃદયદ્રાવક વાતચીત કરી હતી. આ વિશેષ બેઠકમાં રાજ કપૂરના ભારતીય સિનેમામાં અપ્રતિમ યોગદાન અને તેમના કાયમી વારસાનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કપૂર પરિવાર સાથે નિખાલસ વાતચીત કરી હતી.