નવી દિલ્હીમાં બી20 સમિટ ઇન્ડિયા 2023ને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

August 27th, 03:56 pm

તમે બધા બિઝનેસ લીડર્સ એવા સમયે ભારત આવ્યા છો જ્યારે આપણા આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. ભારતમાં દર વર્ષે આવતી લાંબી તહેવારોની મોસમ એક રીતે પ્રિપોન, વહેલી આવી ગઈ છે. આ તહેવારોની મોસમ એવી હોય છે જ્યારે આપણો સમાજ પણ ઉજવે છે અને આપણો બિઝનેસ પણ ઉજવે છે. અને આ વખતે તેની શરૂઆત 23મી ઑગસ્ટથી જ થઈ ગઈ છે. અને આ ઉજવણી ચંદ્રયાન ચંદ્ર પર પહોંચવાની છે. ભારતનાં ચંદ્ર મિશનની સફળતામાં આપણી સ્પેસ એજન્સી 'ઇસરો'ની મોટી ભૂમિકા છે. પરંતુ સાથે સાથે ભારતીય ઉદ્યોગે પણ આમાં ઘણો સહયોગ આપ્યો છે. ચંદ્રયાનમાં ઉપયોગમાં લેવાતાં ઘણાં ઘટકો આપણા ઉદ્યોગે, આપણી ખાનગી કંપનીઓએ, આપણા એમએસએમઇએ જરૂરિયાત મુજબ તૈયાર કરીને સમયસર ઉપલબ્ધ કરાવ્યાં છે. એટલે એ વિજ્ઞાન અને ઉદ્યોગ બેઉની સફળતા છે. અને અગત્યનું એ પણ છે કે આ વખતે ભારતની સાથે સાથે આખી દુનિયા એની ઉજવણી કરી રહી છે. આ સેલિબ્રેશન એક જવાબદાર અવકાશ કાર્યક્રમ ચલાવવાનું છે. આ સેલિબ્રેશન દેશના વિકાસને એક્સલરેટ કરવાનું છે. આ સેલિબ્રેશન ઇનોવેશનનું છે. આ સેલિબ્રેશન સ્પેસ ટેક્નૉલોજીનાં માધ્યમથી ટકાઉપણું અને સમાનતા લાવવાનું છે. અને આ જ તો આ બી20 સમિટની થીમ છે- RAISE, તે જવાબદારી, પ્રવેગ, નવીનતા, ટકાઉપણું અને સમાનતા વિશે છે. અને, તે તો માનવતાની વાત છે. તે એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય વિશે છે.

પ્રધાનમંત્રીએ બી20 સમિટ ઇન્ડિયા 2023ને સંબોધન કર્યું

August 27th, 12:01 pm

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉજવણીની ક્ષણ પર ભાર મૂક્યો હતો, જે 23 ઑગસ્ટના રોજ સફળ ચંદ્રયાન મિશનનાં ઉતરાણથી શરૂ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં તહેવારોની મોસમ આગળ વધી છે અને સમાજ તેમજ વ્યવસાયો ઉજવણીના મૂડમાં છે. સફળ ચંદ્ર અભિયાનમાં ઇસરોની ભૂમિકાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ મિશનમાં ઉદ્યોગની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો હતો, કારણ કે ચંદ્રયાનનાં ઘણાં ઘટકો ખાનગી ક્ષેત્ર અને એમએસએમઇ દ્વારા પ્રદાન કરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, આ વિજ્ઞાન અને ઉદ્યોગ બંનેની સફળતા છે.

પ્રધાનમંત્રી 27મી ઓગસ્ટે B20 સમિટ ઈન્ડિયા 2023ને સંબોધન કરશે

August 26th, 09:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટ, 2023ના રોજ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીમાં B20 સમિટ ઈન્ડિયા 2023ને સંબોધન કરશે.