પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરે તેલંગાણાની મુલાકાત લેશે

September 29th, 02:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ઑક્ટોબર, 2023ના રોજ તેલંગાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 2:15 વાગ્યે, પ્રધાનમંત્રી મહબૂબનગર જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રોડ, રેલ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં રૂ. 13,500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવશે.

કર્ણાટકના લોકોના કલ્યાણ માટે વિચારી ન શકતી કોંગ્રેસને વિદાય આપો: વડાપ્રધાન મોદી

May 06th, 11:46 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રદુર્ગ, રાયચુર, બાગલકોટ, હુબલીમાં જંગી જાહેરસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કોંગ્રેસ પર તેના ભાગલાવાદી રાજકારણ અને કર્ણાટકના ખેડૂતોના કલ્યાણથી દૂર થવા બદલ હુમલો કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર જુઠ્ઠાણાં ફેલાવવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે કર્ણાટકના લોકોને કોંગ્રેસને વિદાય આપવાની વિનંતી કરી હતી જે તેમના કલ્યાણ વિષે વિચારી શકતી નથી.