મંત્રીમંડળે આવરી ન લેવાયેલા 234 નવા શહેરો/નગરોને ખાનગી એફએમ રેડિયો શરૂ કરવાની મંજૂરી આપી

August 28th, 05:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખાનગી એફએમ રેડિયોના પ્રથમ તબક્કાની નીતિ અંતર્ગત રૂ.784.87 કરોડની અંદાજિત અનામત કિંમત સાથે 234 નવા શહેરોમાં 730 ચેનલો માટે આરોહણ ઇ-હરાજીની ત્રીજી બેચ હાથ ધરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

June 30th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.

રામ દરેકના દિલમાં છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

January 28th, 11:30 am

સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.

140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન

November 26th, 11:30 am

મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.

પીએમએ મન કી બાત પર જાપાની દૂતાવાસના સંદેશનો જવાબ આપ્યો

May 03rd, 08:40 pm

ભારતમાં જાપાની દૂતાવાસે મન કી બાતના 100મા એપિસોડ વિશે ટ્વીટ કર્યું છે. આ પ્રસંગે શુભેચ્છા પાઠવતા, દૂતાવાસે સ્વર્ગસ્થ જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેના પુસ્તક ‘મન કી બાતઃ રેડિયો પર સામાજિક ક્રાંતિ’ની પ્રસ્તાવનામાં આપેલા સંદેશને યાદ કર્યો.

‘મન કી બાત’ (100મી કડી)પ્રસારણ તારીખ: 30-04-2023

April 30th, 11:31 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ‘મન કી બાત’ની સોમી કડી છે. મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે. લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું, જોઉં. સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું. તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો, ભાવસભર થઈ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો. તમે મને ‘મન કી બાત’ના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ ‘મન કી બાત’ના શ્રોતા છો, આપણા દેશવાસી છો. ‘મન કી બાત’ કોટિ-કોટિ ભારતીયોના ‘મન કી બાત’ છે, તેમની ભાવનાની અભિવ્યક્તિ છે.

પ્રધાનમંત્રીએ વિશ્વ રેડિયો દિવસ પર તમામ રેડિયો શ્રોતાઓને શુભેચ્છા પાઠવી

February 13th, 01:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે તમામ રેડિયો શ્રોતાઓ, આરજે અને બ્રોડકાસ્ટિંગ ઇકો-સિસ્ટમ સાથે સંકળાયેલા અન્ય તમામને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ 26મી ફેબ્રુઆરી, 2023ના રોજ મન કી બાત કાર્યક્રમ માટેના તેમના ઇનપુટ્સ શેર કરવા નાગરિકોને પણ વિનંતી કરી છે.

પ્રધાનમંત્રીએ વિશ્વ રેડિયો દિવસ પર રેડિયો શ્રોતાઓ અને આ ઉત્કૃષ્ટ માધ્યમને સમૃદ્ધ બનાવનારાઓને શુભેચ્છા પાઠવી

February 13th, 03:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ પર તમામ રેડિયો શ્રોતાઓને અને આ ઉત્કૃષ્ટ માધ્યમને તેમની પ્રતિભા તેમજ સર્જનાત્મકતાથી સમૃદ્ધ બનાવનારાઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ વિશ્વ રેડિયો દિવસ પર રેડિયો શ્રોતાઓને અભિનંદન આપ્યા

February 13th, 10:57 am

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ પર તમામ રેડિયો શ્રોતાઓને શુભકામનાઓ આપી છે અને કહ્યું છે કે રેડિયો એક શાનદાર માધ્યમ છે, જે સામાજિક જોડાણને વધુ ગાઢ બનાવે છે.

PM at the helm of India’s Fight against COVID-19

March 29th, 10:00 am

Prime Minister Shri Narendra Modi is continuing his interactions with various stakeholders in India’s fight against COVID-19.

PM interacts with Radio Jockeys

March 27th, 06:48 pm

PM Narendra Modi interacted with Radio Jockeys (RJs) via video conference. The PM exhorted the RJs to disseminate positive stories and case studies, particularly of patients who have fully recovered from coronavirus infection.

'મન કી બાત' માટે તમારા વિચારોનો ફાળો અત્યારે જ આપો!

September 19th, 12:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, રવિવારે 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન અભિપ્રાય કે વિચાર હોય તો તમારી પાસે આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક અભિપ્રાયો વડાપ્રધાન તેમના સંબોધનમાં સામેલ કરી શકે છે.

તમારા સૂચનો વડાપ્રધાન મોદીની 'મન કી બાત' નો હિસ્સો બની શકેછે .... અત્યારે જ તેમાં સહભાગી બનો!

August 16th, 10:55 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 'મન કી બાત' 26 ઓગસ્ટે રજૂ કરશે અને તમારી પાસે એક તક છે જેના દ્વારા તમે વડાપ્રધાનના સંબોધનમાં સહભાગી બની શકો છો.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં બુદ્ધ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો

April 30th, 03:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીબુદ્ધ જયંતિનાં અવસર પર નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયેલી ઉજવણીમાં જોડાયા હતા.

નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી ઉજવણીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 30th, 03:42 pm

મંચ પર ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી ડૉક્ટર મહેશ શર્માજી, શ્રીમાન કિરણ રિજીજૂજી, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફાઉન્ડેશનના મહાસચિવ ડો. ધમ્મપિયેજી, દેશભરમાંથી અહીં પધારેલા શ્રદ્ધાળુગણ, દેવીઓ અને સજ્જનો,

જાગૃત રહેવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી

February 25th, 11:00 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મન કી બાત’ દરમ્યાન વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ટેકનોલોજી થી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ‘સ્વચ્છ ભારત’ થી ‘ગોબર-ધન યોજના’ સુધી વિષયોનો વિસ્તાર રહ્યો હતો. વડાપ્રધાન મોદી મહિલાઓના નેતૃત્ત્વમાં થતા વિકાસને પ્રોત્સાહન આપવા અંગે કહ્યું હતું અને કેવી રીતે સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં ‘ન્યૂ ઇન્ડિયા’ ના પાયાને મજબૂત બનાવી રહી હોવા અંગે બોલ્યા હતા.

પ્રધાનમંત્રીએ વિશ્વ રેડીયો દિવસ પર શુભેચ્છા પાઠવી

February 13th, 01:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ પર રેડિયોની દુનિયા સાથે જોડાયેલા તમામને પોતાની શુભકામનાઓ પાઠવી છે. જેમાં રેડિયો ક્ષેત્રમાં કામ કરતા લોકો અને શ્રોતાઓ બંનેનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા કોર્નર 8 જાન્યુઆરી 2018

January 08th, 07:27 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

મનીલામાં આયોજિત આસિયાન વેપાર અને રોકાણ સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન (13 નવેમ્બર, 2017)

November 13th, 03:28 pm

શરૂઆતમાં, હું વિલંબ બદલ માફી માંગું છું. રાજકારણમાં સમય અતિ મહત્ત્વપૂર્ણ છે. પણ કેટલીક વખત આપણે શ્રેષ્ઠ પ્રયાસો કરવાં છતાં કશું કરી શકતાં નથી. મને મનીલામાં હોવાની ખુશી છે. ફિલિપાઇન્સમાં આ મારી પ્રથમ મુલાકાત છે.

તમારા વિચારો વડાપ્રધાન મોદીની ‘મન કી બાત’નો ભાગ બની શકે છે... અત્યારે જ તેને વહેંચો!

October 18th, 03:15 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 'મન કી બાત' 29મી ઓક્ટોબરે શેર કરશે અને તમારી પાસે છે એક તક જેના દ્વારા તમે વડાપ્રધાનના સંબોધન માટે તમારા વિચારો શેર કરી શકો છો.