પ્રધાનમંત્રીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી
August 09th, 08:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ ભારત છોડો આંદોલન પર એક વીડિયો પણ શેર કર્યો.પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી
August 09th, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે ગાંધીજીના નેતૃત્વમાં ભારત છોડો આંદોલને ભારતને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રી મોદીએ આ અવસર પર એક વીડિયો સંદેશ દ્વારા પોતાના વિચારો પણ શેર કર્યા હતા.રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
August 07th, 04:16 pm
થોડા દિવસો પહેલાં જ ભારત મંડપમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપનામાંથી ઘણાં લોકો પહેલાં પણ અહીં આવતા હતા અને તંબુઓમાં તમારી દુનિયા ઉભી કરતા હતા. હવે આજે તમે અહીં બદલાયેલ દેશ જોયો જ હશે. અને આજે આપણે આ ભારત મંડપમમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ - રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ભારત મંડપમની આ ભવ્યતામાં પણ ભારતના હાથશાળ ઉદ્યોગની મહત્વની ભૂમિકા છે. પ્રાચીનનો અર્વાચીન સાથેનો આ સંગમ જ આજના ભારતને પરિભાષિત કરે છે. આજનું ભારત માત્ર લોકલ પ્રત્યે વોકલ જ નથી રહ્યું, પરંતુ તેને ગ્લોબલ બનાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યું છે. થોડી વાર પહેલાં, કેટલાક વણકર સાથીએ જોડે મને વાતચીત કરવાની તક મળી હતી. દેશભરના ઘણાં હેન્ડલૂમ ક્લસ્ટરોમાંથી દૂર દૂરથી આપણા વણકર ભાઇઓ અને બહેનો આપણી સાથે જોડાવા માટે અહીં આવ્યા છે. હું આ ભવ્ય સમારંભમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, હું આપ સૌને અભિનંદન કરું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં નેશનલ હૅન્ડલૂમ ડે ઉજવણીને સંબોધન કર્યું
August 07th, 12:30 pm
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ભારત મંડપમ્નો ઉદ્ઘાટન સમારંભ થયો તે અગાઉ પ્રગતિ મેદાનમાં આયોજિત એક પ્રદર્શનમાં પ્રદર્શકો કેવી રીતે તંબુમાં તેમનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરતા હતા. ભારત મંડપમ્ની ભવ્યતામાં પ્રધાનમંત્રીએ ભારતના હાથવણાટનાં ઉદ્યોગનાં પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, જૂના અને નવાના સંગમથી હાલનાં નવા ભારતને પરિભાષિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આજનું ભારત માત્ર 'વોકલ ફોર લોકલ' જ નથી, પરંતુ તેને વિશ્વ સુધી લઈ જવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે. આજના કાર્યક્રમની શરૂઆત અગાઉ વણકરો સાથે તેમની વાતચીત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આજની ભવ્ય ઉજવણીમાં દેશભરમાંથી વિવિધ હૅન્ડલૂમ ક્લસ્ટર્સની હાજરીની નોંધ લીધી હતી અને તેમને આવકાર્યા હતા.પીએમ એ તમામ લોકોને યાદ કર્યા જેમણે બાપુના નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો
August 09th, 09:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાપુના નેતૃત્વમાં ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને મજબૂત બનાવનારા તમામ લોકોને યાદ કર્યા છે.પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત નાણાકીય લાભના હપ્તાની ફાળવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 09th, 12:31 pm
છેલ્લા કેટલાક દિવસોથી હું સરકારની જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યો છું. સરકારે જે યોજનાઓ બનાવી છે, તેનો લાભ લોકો સુધી કઈ રીતે પહોંચી રહ્યો છે, તે વધુ સારી રીતે આપણને ખબર પડે છે. જનતા જનાર્દન સાથે સીધા સંપર્કનો આ જ ફાયદો હોય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગી ગણ, દેશભરના અનેક રાજયોમાંથી ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી ગણ, લેફ્ટનન્ટ ગવર્નર અને ઉપ-મુખ્યમંત્રી ગણ, રાજ્ય સરકારોના મંત્રી, અન્ય મહાનુભવો, દેશભરમાંથી જોડાયેલા ખેડૂતો અને ભાઈઓ તથા બહેનો,પ્રધાનમંત્રીએ PM-KISANનો નવમો હપ્તો છૂટો કર્યો, રૂ. 19,500 કરોડ કરતાં વધારે રકમ 9.75 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી
August 09th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)નો આગામી નાણાં સહાયનો હપ્તો છૂટો કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. આનાથી 9.75 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂત પરિવારોના બેંક ખાતાઓમાં રૂ. 19,500 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર થઇ શકી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) અંતર્ગત ખેડૂતોને નાણાકીય લાભનો આ નવમો હપ્તો રીલિઝ કરવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારાઓને શ્રદ્ધાંજલિ આપી
August 09th, 09:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેમણે સંસ્થાનવાદ સામેની લડાઈને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.PM remembers the great women and men who took part in the Quit India Movement
August 09th, 08:14 am
PM Narendra Modi today remembered the great women and men who took part in the Quit India Movement. Sharing a video message, the PM said that at the time of independence, the mantra was 'Karenge Ya Marenge', but now as we march towards celebrating 75 years of freedom, our resolve must be 'Karenge Aur Kar Ke Rahenge'.ચેન્નાઈમાં દૈનિક થાંતીના પ્લેટિનમ જ્યુબિલિ ઉજવણી સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશ
November 06th, 11:08 am
આરંભમાં, ચેન્નાઈ તેમજ તામિલનાડુના અન્ય વિસ્તારોમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરની હોનારતોમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર અને અત્યંત વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા લોકોને મારી દિલસોજી અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. મેં રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. વરિષ્ઠ પત્રકાર થિરુ આર. મોહનના નિધન અંગે પણ હું ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, જન ભાગીદારી એ લોકશાહીનું મૂળ તત્વ છે
October 11th, 11:56 am
વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેતા વડાપ્રધાન
October 11th, 11:54 am
વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.દરેક નાગરિકની એવી ભાવના હોવી જોઈએ કે આ દેશ મારો છે અને મારે આ દેશ માટે કાર્ય કરવાનું છે: વડાપ્રધાન
August 22nd, 05:42 pm
વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે દરેક નાગરિકને એવી ભાવના થવી જોઈએ કે આ દેશ તેમનો છે અને તેણે દેશ માટે કાર્ય કરવું જોઈએ. વિકાસને વ્યાપક ચળવળ બનાવવાની લોકોને અપીલ કરતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે કેવીરીતે મહાત્મા ગાંધીએ આઝાદીને એક વ્યાપક ચળવળ બનાવી દીધી હતી.નીતિ આયોગ દ્વારા આયોજીત “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ” પહેલમાં યુવાન CEOsને સંબોધતા વડાપ્રધાન
August 22nd, 05:41 pm
વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે દરેક નાગરિકને એવી ભાવના થવી જોઈએ કે આ દેશ તેમનો છે અને તેણે દેશ માટે કાર્ય કરવું જોઈએ. વિકાસને વ્યાપક ચળવળ બનાવવાની લોકોને અપીલ કરતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે કેવીરીતે મહાત્મા ગાંધીએ આઝાદીને એક વ્યાપક ચળવળ બનાવી દીધી હતી.સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
August 15th, 01:37 pm
દેશના 71મા સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું.‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
August 15th, 09:01 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”71માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું
August 15th, 09:00 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”“ન્યૂ ઇન્ડિયા – મંથન” ના વિષય પર દેશભરના કલેક્ટરોને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધન કરતા વડાપ્રધાન
August 09th, 08:15 pm
“ન્યૂ ઇન્ડિયા- મંથન” ના વિષય પર વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર દેશના જીલ્લા કલેક્ટરોને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધિત કર્યા હતા. જીલ્લા કલેક્ટરો સાથે પોતાના પ્રકારની આ એવી પ્રથમ ચર્ચા હતી જેણે ક્વિટ ઇન્ડિયા ચળવળના 75 વર્ષ ચિન્હિત કર્યા હતા અને તેનું લક્ષ્ય છેવાડા સુધી ‘ન્યૂ ઇન્ડિયા – મંથન’ ની ઉત્પ્રેરક બનાવવાનું છે.સોશિયલ મીડિયા કોર્નર 9 ઓગસ્ટ 2017
August 09th, 07:26 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!2017 થી 2022, આ પાંચ વર્ષ ‘સંકલ્પ સિધ્ધી’ ના હોવાનું લોકસભામાં જણાવતા વડાપ્રધાન મોદી
August 09th, 10:53 am
લોકસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ક્વિટ ઇન્ડિયાની ચળવળ જેવી ચળવળોને યાદ કરવી એ પ્રેરણાનો મોટો સ્ત્રોત બન્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે 1942માં આહ્વાન હતું ‘કરેંગે યા મરેંગે,’ આજે આહ્વાન હોવું જોઈએ, ‘કરેંગે ઔર કરકે રહેંગે.’ તેમણે કહ્યું હતું કે આવનારા પાંચ વર્ષ ‘સંકલ્પ સે સિધ્ધી’ ના હોવા જોઈએ.