ફેક્ટ શીટ: ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનું ભારણ ઘટાડવા માટે ક્વાડ દેશોએ કેન્સર મૂનશોટ પહેલ શરૂ કરી
September 22nd, 12:03 pm
આજે, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનો અંત લાવવામાં મદદ કરવા માટે એક અભૂતપૂર્વ પ્રયાસ શરૂ કરી રહ્યા છે, જેની શરૂઆત સર્વાઇકલ કેન્સરથી થાય છે, જે મોટાભાગે અટકાવી શકાય તેવો રોગ છે જે આ પ્રદેશમાં એક મોટી આરોગ્ય કટોકટી છે, અને કેન્સરના અન્ય સ્વરૂપોને પણ પહોંચી વળવા માટે પાયાનું કામ કરે છે. આ પહેલ ક્વાડ લીડર્સ સમિટમાં કરવામાં આવેલી ઘોષણાઓના વ્યાપક સમૂહનો એક ભાગ છે .QUAD નેતાઓના કેન્સર મૂનશોટ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો મૂળપાઠ
September 22nd, 06:25 am
આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું રાષ્ટ્રપતિ બિડેનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ પોષણક્ષમ, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ માટેના અમારા સહિયારા નિર્ધારને પ્રતિબિંબિત કરે છે. કોવિડ રોગચાળા દરમિયાન, અમે ઈન્ડો-પેસિફિક માટે QUAD વેક્સિન ઈનિશિએટિવ હાથ ધર્યું અને મને આનંદ છે કે QUADમાં અમે સર્વાઈકલ કેન્સરના પડકારનો એકસાથે સામનો કરવાનું નક્કી કર્યું છે.પ્રધાનમંત્રીએ ક્વાડ કેન્સર મૂનશોટ કાર્યક્રંમમાં ભાગ લીધો
September 22nd, 06:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિલ્મિંગ્ટન, ડેલાવેરમાં ક્વાડ લીડર્સ સમિટ અંતર્ગત રાષ્ટ્રપતિ જોસેફ આર બિડેન જુનિયર દ્વારા આયોજિત ક્વાડ કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીએ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો
September 22nd, 05:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો, જેનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બિડેન, જુનિયરે કર્યું હતું. ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થની આલ્બેનીઝ અને જાપાનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફુમિયો કિશિદાએ પણ ભાગ લીધો હતો.