પ્રધાનમંત્રી અને મંત્રીમંડળના શપથગ્રહણ સમારંભમાં નેતાઓની ઉપસ્થિતિ

June 08th, 12:24 pm

સામાન્ય ચૂંટણીઓ 2024 પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રીપરિષદનો શપથ ગ્રહણ સમારોહ 09 જૂન, 2024ના રોજ યોજાવાનો છે. આ પ્રસંગે ભારતનાં પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રનાં નેતાઓને વિશિષ્ટ અતિથિઓ તરીકે ઉષ્માભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

નેપાળના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા

June 05th, 08:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી માનનીય પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી પ્રચંડે ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીઓમાં ત્રીજી મુદત માટે ઐતિહાસિક જીત મેળવવા બદલ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત-નેપાળના સંબંધો વધુ મજબૂત બનશે.

પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો

August 15th, 04:21 pm

પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી

August 05th, 06:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રીના પત્ની શ્રીમતી સીતા દહલના નિધન પર શોક વ્યક્ત કર્યો

July 12th, 01:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડના પત્ની શ્રીમતી સીતા દહલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને નેપાળના પ્રધાનમંત્રી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ને નેપાળના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

December 25th, 10:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમરેડ પ્રચંડને નેપાળના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ પ્રધાનમંત્રીને મળ્યા

September 08th, 05:07 pm

નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના સહ-અધ્યક્ષ શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ને મળતા વડાપ્રધાન મોદી

May 12th, 01:27 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલની સાથે વિવિધ વિષયો પર ચર્ચા હાથ ધર્યા હતા. બંને નેતાઓ કાઠમંડુમાં મળ્યા હતા અને ભારત-નેપાળ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી.