રામ દરેકના દિલમાં છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 28th, 11:30 am
સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.Drafts towards PMNRF presented to PM
July 22nd, 01:10 pm