મંત્રીમંડળે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની 'PRITHvi VIgyan (પૃથ્વી)' નામની યોજનાને મંજૂરી આપી
January 05th, 08:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2021-26ના સમયગાળા દરમિયાન રૂ. 4,797 કરોડનાં ખર્ચે અમલ કરવા માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની યોજના 'PRITHvi VIgyan (પૃથ્વી)ને મંજૂરી આપી દીધી છે. આ યોજનામાં વાતાવરણ અને આબોહવા સંશોધન-મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ એન્ડ સર્વિસીસ (આરએવીએસ), ઓશન સર્વિસીસ, મોડેલિંગ એપ્લિકેશન, રિસોર્સિસ એન્ડ ટેકનોલોજી (ઓ-સ્માર્ટ), પોલર સાયન્સ એન્ડ ક્રાયોસ્ફિયર રિસર્ચ (પેસર), સિસ્મોલોજી એન્ડ જીઓસાયન્સિસ (સેજ) અને રિસર્ચ, એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ આઉટરીચ (રીચઆઉટ) નામની પાંચ પેટા-યોજનાઓ સામેલ છે.