પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા

November 06th, 01:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સહયોગનું નવીકરણ કરવા આતુર છે.

પ્રધાનમંત્રીએ આર્જેન્ટીનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અલ્બર્ટો ફર્નાન્ડિઝને અભિનંદન પાઠવ્યા

October 30th, 08:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટીનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અલ્બર્ટો ફર્નાન્ડિઝને અભિનંદન પાઠવ્યા હતા.

મેક્સિકોના પ્રમુખ પદની ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ સિનીયર એન્ડ્રેઝ મેન્યુઅલને શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન મોદી

July 02nd, 06:30 pm

મેક્સિકોના પ્રમુખ પદની ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ સિનીયર એન્ડ્રેઝ મેન્યુઅલને વડાપ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે, “ સિનીયર એન્ડ્રેઝ મેન્યુઅલને મેક્સિકોના પ્રમુખ પદની ચૂંટણીઓ જીતવા બદલ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મુચાસ ફેલીસીડેડ્ઝ! ભારત-મેક્સિકોની ખાસ ભાગીદારીને આગળ વધારવા તેમની સાથે કામ કરવા માટે આતુર છું.”

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિની ચુંટણીમાં જીતવા બદલ રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરી શુભેચ્છા પાઠવી

March 19th, 08:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇ કાલે રશિયામાં યોજાયેલ ચુંટણીમાં વિજયી થવા બદલ રશિયા સંઘનાં રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુતિનને ફોન કરી શુભેકામના પઠવી હતી. શ્રી પુતિનની સફળતા માટે તેમને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, શ્રી પુતિનના નેતૃત્વમાં ભારત અને રશિયા સંઘ વચ્ચે ‘વિશેષ અને વિશેષાધિકૃત વ્યુહાત્મક ભાગીદારી’ હંમેશા સુદ્રઢ બની રહેશે. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતુ કે આ વર્ષે યોજાનારા વાર્ષિક શિખર સંમેલન માટે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરવા તેઓ આતુર છે.

ભારતના રાષ્ટ્રપતિ ચૂંટાવા બદલ શ્રી રામ નાથ કોવિંદ જી ને અભિનંદન આપતા વડાપ્રધાન

July 20th, 05:26 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ નાથ કોવિંદ જી ને ભારતના રાષ્ટ્રપતિ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

સોશીયલ મીડિયા કોર્નર 17 જુલાઈ 2017

July 17th, 08:40 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

GSTની મનોભાવના એટલે ‘ગ્રોઈંગ સ્ટ્રોંગર ટૂગેધર’: વડાપ્રધાન મોદી

July 17th, 10:40 am

સંસદના ચોમાસુ સત્રના પ્રારંભના સમયે મીડિયાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “GSTની મનોભાવના એટલે એકસાથે મળીને તાકાતવાન બનવું. મને આશા છે કે આ સત્રમાં GSTની મનોભાવના પ્રવર્તમાન બનશે.