કેબિનેટે સમગ્ર ભારતીય રેલ્વેમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, તેલની આયાત ઘટાડવા અને CO2 ઉત્સર્જન ઘટાડવા ત્રણ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી
November 25th, 08:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 7,927 કરોડ (અંદાજે) છે.ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
November 22nd, 03:02 am
આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું
November 22nd, 03:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.ભારતની ઓળખ હવે તેના એક્સપ્રેસ-વે અને હાઈટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી થઈ ગઈ છે: યુપીના પ્રયાગરાજમાં પીએમ મોદી
May 21st, 04:00 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં એક વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં આ ક્ષેત્રના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો, તેમની સરકાર હેઠળ થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો અને અગાઉના વહીવટ સાથે તીવ્ર વિરોધાભાસ દર્શાવ્યો હતો.ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી
May 21st, 03:43 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં એક વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં આ ક્ષેત્રના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો, તેમની સરકાર હેઠળ થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો અને અગાઉના વહીવટ સાથે તીવ્ર વિરોધાભાસ દર્શાવ્યો હતો.ગુજરાતના અમદાવાદમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ/ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:00 am
વિકસિત ભારત માટે કરવામાં આવી રહેલી નવીનતા સતત વિસ્તરી રહી છે. દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે. જો હું વર્ષ 2024ની જ વાત કરું તો 2024 એટલે કે 2024ને માંડ માંડ 75 દિવસ થયા છે, આ અંદાજિત 75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. અને જો હું છેલ્લા 10-12 દિવસની વાત કરું તો માત્ર છેલ્લા 10-12 દિવસમાં જ 7 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. આજે પણ વિકસિત ભારતની દિશામાં દેશે એક મોટું પગલું ભર્યું છે. આ કાર્યક્રમમાં હવે રૂ. 1 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
March 12th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર ખાતે રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને પેટ્રોકેમિકલ્સ સહિતના અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે 10 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી.યુપીના આઝમગઢમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 10th, 12:15 pm
આજે આઝમગઢનો સિતારો ચમકી રહ્યો છે. એક સમય હતો જ્યારે દિલ્હીથી કોઈ કાર્યક્રમ થતો હતો અને દેશના અન્ય રાજ્યો તેમાં જોડાતા હતા. આજે આઝમગઢમાં કાર્યક્રમ થઈ રહ્યો છે અને દેશના વિવિધ ખૂણામાંથી હજારો લોકો અમારી સાથે જોડાયા છે. સાથે જોડાયેલા હજારો લોકોનું પણ હું સ્વાગત અને અભિનંદન કરું છું.પ્રધાનમંત્રીએ આઝમગઢમાં રૂ. 34,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા
March 10th, 11:49 am
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આયોજિત થવાને બદલે આઝમગઢ જેવા સ્થળોએ થઈ રહેલા આ પ્રકારના કાર્યક્રમમાં ફેરફારની નોંધ લીધી હતી. પીએમ મોદીએ કહ્યું, આઝમગઢ, જેની ગણતરી પછાત વિસ્તારોમાં થતી હતી, તે આજે વિકાસનો નવો અધ્યાય લખી રહી છે. આજે આઝમગઢથી 34,000 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું અથવા શિલાન્યાસ કરવામાં આવ્યું.મન કી બાત, ડિસેમ્બર 2023
December 31st, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
September 08th, 10:41 pm
આજના આ ઐતિહાસિક કાર્યક્રમ પર આખા દેશની નજર છે, તમામ દેશવાસીઓ અત્યારે આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. હું, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા તમામ દેશવાસીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન પાઠવું છું. આ ઐતિહાસિક ક્ષણમાં, મારા મંત્રીમંડળના સાથીદારો શ્રી હરદીપ પુરીજી, શ્રી જી. કિશન રેડ્ડીજી, શ્રી અર્જુનરામ મેઘવાલજી, શ્રીમતી મીનાક્ષી લેખીજી, શ્રી કૌશલ કિશોરજી, પણ આજે મારી સાથે મંચ પર ઉપસ્થિત છે. દેશના અનેક મહાનુભાવ અતિથિઓ, પણ આજે અહીં ઉપસ્થિત છે.PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate
September 08th, 07:00 pm
PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.PM Modi addresses public meetings in Amethi and Prayagraj, Uttar Pradesh
February 24th, 12:32 pm
Prime Minister Narendra Modi today addressed public meetings in Uttar Pradesh’s Amethi and Prayagraj. PM Modi started his address by highlighting that after a long time, elections in UP are being held where a government is seeking votes based on development works done by it, based on works done in the interest of the poor and based on an improved situation of Law & Order.ઈન્દોરમાં ઘન કચરા આધારિત ગોબર-ધન પ્લાન્ટના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 04:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં “ગોબર-ધન (બાયો-સીએનજી) પ્લાન્ટ”નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ સી. પટેલ; મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ; કેન્દ્રીય મંત્રીઓ શ્રી હરદીપ સિંહ પુરી, ડૉ. વીરેન્દ્ર કુમાર અને શ્રી કૌશલ કિશોર સહિત અન્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ ઈન્દોરમાં મ્યુનિસિપલ ઘન કચરા આધારિત ગોબર-ધન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
February 19th, 01:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં “ગોબર-ધન (બાયો-સીએનજી) પ્લાન્ટ”નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ સી. પટેલ; મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ; કેન્દ્રીય મંત્રીઓ શ્રી હરદીપ સિંહ પુરી, ડૉ. વીરેન્દ્ર કુમાર અને શ્રી કૌશલ કિશોર સહિત અન્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે મહિલાલક્ષી યોજનાની પહેલ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 21st, 04:48 pm
પ્રયાગરાજ હજારો વર્ષોથી આપણી માતૃશક્તિના પ્રતિક સમાન, મા ગંગા- યમુના- સરસ્વતીના સંગમની ધરતી છે. આજે આ તીર્થ નગરી નારી શક્તિના આ અદ્દભૂત સંગમની પણ સાક્ષી બની છે. અમારૂ સૌનું એ સૌભાગ્ય છે કે તમે સૌ અમને પોતાનો સ્નેહ આપવા, તમારા આશીર્વાદ આપવા માટે અહીં આવ્યા છો. માતાઓ અને બહેનો, હું અહીંયા મંચ પર આવ્યો તે પહેલાં બેંકીંગ સખીઓ મારફતે, સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી બહેનો અને કન્યા સુમંગલા યોજનાની લાભાર્થી દીકરીઓ સાથે વાત કરી હતી. તેમણે એવા એવા ભાવ તથા આત્મવિશ્વાસ ભરેલી વાતો કરી હતી! માતાઓ અને બહેનો, આપણાં ત્યાં એક કહેવત છે કે પ્રત્યક્ષે કિમ્ પ્રમાણમ્.પ્રધાનમંત્રીએ પ્રયાગરાજની મુલાકાત લીધી અને લાખો મહિલાઓની હાજરીવાળા એક કાર્યક્રમમાં ભાગ લીધો
December 21st, 01:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને પાયાના સ્તરે મહિલાઓના સશક્તીકરણ માટે યોજવામાં આવી રહેલા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સ્વ-સહાય સમૂહો (SHG)ના બેંક ખાતાઓમાં રૂપિયા 1000 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. સ્વ-સહાય મહિલા સમૂહો લગભગ 16 લાખ મહિલા સભ્યોને લાભ આપી રહ્યા છે. દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેમાં અંદાજે 80,000 SHGને પ્રત્યેક SHG દીઠ રૂ. 1.10 લાખ લેખે સામુદાયિક રોકાણ ભંડોળ (CIF) અને અંદાજે 60,000 SHGને પ્રત્યેક SHG દીઠ રૂ. 15,000 લેખે રિવોલ્વિંગ (ફરતા) ભંડોળ તરીકે પ્રાપ્ત થઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ – સખીઓ (B.C. - સખીઓ)ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે 20,000 B.C.- સખીઓના બેંક ખાતામાં પહેલા મહિનાના સ્ટાઇપેન્ડ તરીકે પ્રત્યેકને રૂ. 4000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ 1 લાખ કરતાં વધારે લાભાર્થીઓને પણ કુલ રૂપિયા 20 કરોડથી કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરી હતી. પ્રધાનમંત્રીએ 202 પૂરક પોષણ વિનિર્માણ એકમોનો શિલાન્યાસ પણ કર્યો હતો.પ્રધાનમંત્રી 21મી ડિસેમ્બરે પ્રયાગરાજની મુલાકાત લેશે અને એ પ્રકારના એક કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં 2 લાખથી વધુ મહિલાઓ હાજરી આપશે
December 20th, 10:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી ડિસેમ્બર 2021ના રોજ પ્રયાગરાજની મુલાકાત લેશે અને બપોરે 1 વાગ્યે લગભગ 2 લાખથી વધુ મહિલાઓ હાજરી ધરાવતા એક કાર્યક્રમમાં ભાગ લેશે.પ્રધાનમંત્રીએ અખાડા પરિષદના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગિરીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
September 20th, 08:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અખાડા પરિષદના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગિરીના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.Freight corridors will strengthen Aatmanirbhar Bharat Abhiyan: PM Modi
December 29th, 11:01 am
Prime Minister Narendra Modi inaugurated the New Bhaupur-New Khurja section of the Eastern Dedicated Freight Corridor in Uttar Pradesh. PM Modi said that the Dedicated Freight Corridor will enhance ease of doing business, cut down logistics cost as well as be immensely beneficial for transportation of perishable goods at a faster pace.