ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
November 22nd, 03:02 am
આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું
November 22nd, 03:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.