મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 19th, 05:00 pm
નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આજે માતાનાં પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની આરાધનાનો દિવસ છે. દરેક માતાની એ કામના હોય છે કે તેનાં બાળકને સુખ મળે, યશ મળે. આ સુખ અને યશની પ્રાપ્તિ શિક્ષણ અને કૌશલ્ય દ્વારા જ શક્ય છે. આવા પાવન સમયે મહારાષ્ટ્રનાં આપણા દીકરા-દીકરીઓનાં કૌશલ્ય વિકાસ માટે આટલા મોટા કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. અને મારી સામે બેઠેલા જે લાખો નવયુવાનો બેઠા છે અને જેમણે કૌશલ્ય વિકાસના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે, તેમના માટે મારે કહેવું છે કે આ પ્રભાત તેમનાં જીવનમાં એક મંગળ પ્રભાત બની ગઈ છે. મહારાષ્ટ્રમાં 511 ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના થવા જઈ રહી છે.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો
October 19th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો હતો. મહારાષ્ટ્રના 34 ગ્રામીણ જિલ્લાઓમાં સ્થપાયેલા આ કેન્દ્રો ગ્રામીણ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે.પ્રધાનમંત્રી શ્રી 19મી ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરશે
October 18th, 11:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી ઑક્ટોબર, 2023ના રોજ બપોરે 4:30 વાગ્યે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું લોકાર્પણ કરશે. મહારાષ્ટ્રના 34 ગ્રામીણ જિલ્લાઓમાં આ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે.