કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા માટે મંજૂરી આપી
October 03rd, 09:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે. શાસ્ત્રીય ભાષાઓ ભારતના ગહન અને પ્રાચીન સાંસ્કૃતિક વારસાના સંરક્ષક તરીકે સેવા આપે છે, જે દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નના સારને મૂર્તિમંત કરે છે.