
વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 06th, 01:00 pm
તેલંગાણાના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માજી, ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુજી, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાજી, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાજી, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીજી, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અશ્વિની વૈષ્ણવજી, જી કિશન રેડ્ડીજી, ડો. જીતેન્દ્ર સિંહજી, વી સોમૈયાજી, રવનીત સિંહ બિટ્ટુજી, બંદી સંજય કુમારજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
January 06th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નવા જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ઇસ્ટ કોસ્ટ રેલવેનાં રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો અને તેલંગાણામાં ચરલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને તેમના પ્રકાશ પર્વ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 06th, 09:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને તેમના પ્રકાશ પર્વ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને કહ્યું કે તેમના વિચારો આપણને પ્રગતિશીલ, સમૃદ્ધ અને દયાળુ સમાજનું નિર્માણ કરવા પ્રેરણા આપશે.