ગોવા લિબરેશન ડેની ઉજવણી પ્રસંગે ગોવામાં યોજાયેલ સમારંભને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 19th, 03:15 pm

આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગોવાના રાજ્યપાલ શ્રી પી. એસ. શ્રીધરન પિલ્લઈજી, ગોવાના ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, ઉપ મુખ્યમંત્રી ચંદ્રકાન્ત કાબલેકરજી, મનોહર અજગાંવજી, કેન્દ્રની કેબિનેટમાં મારા સહયોગી શ્રીપદ નાયકજી, ગોવા વિધાનસભાના સ્પીકર રાજેશ પટનેકરજી, ગોવા સરકારના તમામ મંત્રીઓ, લોક પ્રતિનિધિ ગણ અને ગોવાના મારા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ગોવામાં યોજાયેલી ગોવા મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લીધો

December 19th, 03:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં યોજવામાં આવેલા ગોવા મુક્તિ દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ સ્વતંત્રતાના સેનાનીઓ અને ‘ઓપરેશન વિજય’ના સેવા નિવૃત્તિ સૈનિકોનું સન્માન કર્યું હતું. તેમણે કાયાકલ્પ કરવામાં આવેલા ફોર્ટ અગુઆડા જેલ સંગ્રહાલય અને ગોવા મેડિકલ કોલેજ ખાતે સુપર સ્પેશિયાલિટી બ્લૉક, ગોવા જિલ્લા હોસ્પિટલમાં નવો સાઉથ બ્લૉક, મોપા હવાઇમથક ખાતે ઉડ્ડયન કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને મરગાવના ડેબોલિમ-નવેલિમ ખાતે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન સહિત વિકાસની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગોવા ખાતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટ્રસ્ટની ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’નો શિલાન્યાસ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રી 19મી ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશે અને ગોવા મુક્તિ દિનની ઉજવણીમાં ભાગ લેશે

December 17th, 04:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશે અને બપોરે 3 કલાકેની આસપાસ ગોવામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમ ખાતે ગોવા મુક્તિ દિવસની ઉજવણીઓ નિમિત્તે યોજાયેલા સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી આ સમારોહમાં ‘ઓપરેશન વિજય’ના સ્વતંત્રતા સેનાનીઓ અને નિવૃત્ત યોદ્ધાઓને સન્માનિત કરશે. ગોવાને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત કરાવનાર ભારતીય સશસ્ત્ર દળોના ‘ઓપરેશન વિજય’ની સફળતા નિમિત્તે દર વર્ષે 19મી ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં કુશીનગર ખાતે વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 20th, 01:25 pm

ભગવાન બુધ્ધના પરિનિર્વાણ સ્થળ કુશીનગર ખાતે જેની ઘણાં દિવસથી પ્રતિક્ષા થઈ રહી હતી તે એરપોર્ટનું ઉદ્દઘાટન અને ગંભીર બીમારીઓના ઈલાજ માટે મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરવાનું ખૂબ મોટું સપનું સાકાર થયુ છે. આ પ્રસંગે હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.

પ્રધાનમંત્રીએ કુશીનગરમાં રાજકીય મેડિકલ કોલેજનું શિલારોપણ કર્યું

October 20th, 01:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુશીનગરમાં રાજકીય મેડિકલ કોલેજનું શિલારોપણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે કુશીનગરમાં વિકાસની વિવિધ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન અને શિલારોપણ કર્યું હતું.

‘જનઔષધિ દિવસ’ ની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 07th, 10:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘જનઔષધિ દિવસ’ની ઉજવણીમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે શિલોંગમાં NEIGRIHMS ખાતે શરૂ કરવામાં આવેલું 7500મું જનઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. હિતધારકોએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રધાનમંત્રીએ તેમનું સન્માન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડા, શ્રી મનસુખ માંડવિયા, શ્રી અનુરાગ ઠાકુર, હિમાચલ પ્રદેશ, મેઘાલયના મુખ્યમંત્રી, મેઘાલય અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ ‘જનઔષધિ દિવસ’ની ઉજવણીમાં સંબોધન આપ્યું

March 07th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘જનઔષધિ દિવસ’ની ઉજવણીમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે શિલોંગમાં NEIGRIHMS ખાતે શરૂ કરવામાં આવેલું 7500મું જનઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. હિતધારકોએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રધાનમંત્રીએ તેમનું સન્માન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડા, શ્રી મનસુખ માંડવિયા, શ્રી અનુરાગ ઠાકુર, હિમાચલ પ્રદેશ, મેઘાલયના મુખ્યમંત્રી, મેઘાલય અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

તમિલનાડુનાં મદુરાઈમાં એઈમ્સના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 27th, 11:55 am

મીનાક્ષી સુંદરેશ્વર મંદિર માટે સુવિખ્યાત નામ અને એક એવું સ્થળ છે કે જે ભગવાન શિવના દિવ્ય આશીર્વાદથી જેનું નામ પડ્યું છે, એવા સ્થળ, મદુરાઈમાં આવીને આજે હું ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું.

મદુરાઈમાં એઇમ્સની સાથે બ્રાન્ડ એઇમ્સ હવે દેશનાં દરેક ખૂણામાં ફેલાઈ ગઈ છેઃ પ્રધાનમંત્ર

January 27th, 11:54 am

તમિલનાડુનાં મદુરાઈ અને એની આસપાસનાં ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવાના એક મોટા પગલા સ્વરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મદુરાઈમાં એઇમ્સનો શિલાન્યાસ કર્યો હતો તથા અનેક યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આગ્રામાં પાણીનો વધારે સારો અને સુનિશ્ચિત પુરવઠો પ્રદાન કરવા ગંગાજલ પ્રોજક્ટનો શુભારંભ કર્યો

January 09th, 02:21 pm

આગ્રામાં પ્રવાસન માળખાને વિકસાવવા અને વધારવા મોટુ પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગ્રા શહેર અને આસપાસનાં વિસ્તારો માટ રૂ. 2900 કરોડનાં મૂલ્યનાં વિવિધ શ્રેણીબદ્ધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો.

આગ્રામાં વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 09th, 02:21 pm

મંચ પર બેઠેલા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાયકજી, અહિંના લોકપ્રિય યશસ્વી અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન આદિત્ય યોગીરાજજી, ઉપમુખ્યમંત્રી શ્રીમાન દિનેશ શર્માજી, સાંસદ પ્રૉ. રામશરણ કઠેરીયાજી, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને સંસદમાં મારા સાથીદાર ડૉ. મહેન્દ્ર પાંડેજી, ચૌધરી બાબુલાલજી તથા શ્રી અનિલ જૈન, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને આગ્રાના મારા વહાલા ભાઈઓ અને બહેનો.

ઝારખંડના દેવગઢ ખાતે નવી એઈમ્સ (AIIMS)ની સ્થાપના કરવા કેબિનેટની મંજૂરી

May 16th, 04:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી કેન્દ્રિય કેબિનેટે દેવગઢ, ઝારખંડ ખાતે નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ની સ્થાપના કરવા માટેની મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ માટે 1103 કરોડ રૂપિયાના ફંડને પણ મંજૂર કરવામાં આવ્યું છે અને આ નવી એઈમ્સ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(પીએમએસએસવાય) અંતર્ગત રચાશે.