પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

December 25th, 01:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બપોરે લગભગ 12 વાગ્યે ભારતના ભવિષ્યના પાયા તરીકે બાળકોને સન્માનિત કરતી રાષ્ટ્રવ્યાપી ઉજવણી વીર બાલ દિવસમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી

January 23rd, 06:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7 લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓની પ્રશંસા કરી

January 24th, 09:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (પીએમઆરબીપી)ના વિજેતાઓની પ્રશંસા કરી છે. ભારત સરકાર બાળકોને નવીનતા, સમાજ સેવા, શૈક્ષણિક, રમતગમત, કળા અને સંસ્કૃતિ અને વીરતા એમ છ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરે છે. બાળ શક્તિ પુરસ્કારની વિવિધ કૅટેગરી હેઠળ દેશભરમાંથી 11 બાળકોની પીએમઆરબીપી-2023 માટે પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર વિજેતાઓમાં 6 છોકરાઓ અને 5 કન્યાઓનો સમાવેશ થાય છે, જે 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના છે.

પ્રધાનમંત્રી શ્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી

January 24th, 07:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે તેમના નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો.

પ્રધાનમંત્રીશ્રી 24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે

January 23rd, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાન, 7 LKM ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે.