મંત્રીમંડળે મત્સ્યપાલન ક્ષેત્રનાં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા અંતર્ગત કેન્દ્રીય ક્ષેત્રની પેટાયોજના (પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (પીએમ-એમકેએસએસવાય)"ને મંજૂરી આપી છે તથા આગામી ચાર વર્ષમાં છ હજાર કરોડ રૂપિયાથી વધારેનાં રોકાણની કલ્પના કરી છે
February 08th, 08:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (પીએમ-એમકેએસએસવાય), મત્સ્યપાલન ક્ષેત્રનાં ઔપચારિકરણ માટે તથા નાણાકીય વર્ષ 2023-24થી નાણાકીય વર્ષ 2026-27 સુધીનાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાણાકીય વર્ષ 2026-27 સુધીનાં આગામી ચાર (4) વર્ષનાં ગાળામાં મત્સ્યપાલનનાં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને ટેકો આપવા માટે કેન્દ્ર સરકારની પેટાયોજના છે.