સશક્ત નારી-વિકસિત ભારત કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

March 11th, 10:30 am

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો, શ્રી ગિરિરાજ સિંહજી, શ્રી અર્જુન મુંડાજી, શ્રી મનસુખ માંડવિયાજી, અને દેશના વિવિધ ભાગોમાંથી આવેલી, અહીં મોટી સંખ્યામાં પધારેલી અને તમારી સાથે સાથે, વીડિયોના માધ્યમથી પણ દેશભરમાંથી લાખો દીદીઓ આપણી સાથે જોડાઈ છે. હું આપ સૌનું સ્વાગત અને અભિનંદન કરું છું. અને આ ઓડિટોરિયમમાં હું જોઉં છું કે જાણે આ મિની ઈન્ડિયા છે. ભારતની દરેક ભાષા અને ખૂણાના લોકો અહીં જોવા મળે છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રીએ સશક્ત નારી - વિકસિત ભારત કાર્યક્રમમાં ભાગ લીધો

March 11th, 10:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સશક્ત નારી - વિકસિત ભારત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને નવી દિલ્હીમાં પુસા સ્થિત ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નમો ડ્રોન દીદીઓ દ્વારા આયોજિત કૃષિ ડ્રોન પ્રદર્શનો નિહાળ્યા હતા. રાષ્ટ્રવ્યાપી 10 જુદા જુદા સ્થળોએથી નમો ડ્રોન દીદીઓએ પણ એક સાથે ડ્રોન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 1,000 નમો ડ્રોન દીદીઓને ડ્રોન પણ સોંપ્યા હતા. પ્રધાનમંત્રીએ દરેક જિલ્લામાં બેંકો દ્વારા સ્થાપિત બેંક લિન્કેજ કેમ્પ મારફતે સ્વસહાય જૂથો (એસએચજી)ને સબસિડીવાળા વ્યાજ દરે આશરે રૂ. 8,000 કરોડની બેંક લોનનું વિતરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ એસએચજીને આશરે રૂ. 2,000 કરોડનાં કેપિટલાઇઝેશન સપોર્ટ ફંડનું વિતરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

રાજસ્થાનના નાથદ્વારા ખાતે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ/સમર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 10th, 12:01 pm

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, મારા મિત્ર મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, વિધાનસભાના અધ્યક્ષ શ્રી સી.પી. જોશી, રાજ્ય સરકારના મંત્રી શ્રી ભજન લાલ જાટવ, સંસદમાં મારા સાથી અને રાજસ્થાન ભાજપના અધ્યક્ષ શ્રી ચંદ્ર પ્રકાશ જોશી, સંસદમાં મારા સાથી બહેન દિયાકુમારીજી, સંસદમાં મારા સાથી શ્રી કનકમલ કટારાજી, સાંસદ શ્રી અર્જુનલાલ મીનાજી, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યનાં માળખાગત સુવિધા ધરાવતા વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને દેશને અર્પણ કર્યા

May 10th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રકલ્પો કે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, ઉદ્ઘાટન કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતા. આ તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓમાં વધારો કરવા અને જોડાણને વેગ આપવા પર કેન્દ્રિત છે, જ્યાં વિવિધ રેલવે અને માર્ગ પ્રોજેક્ટ ચીજવસ્તુઓની હેરફેર અને સેવાઓની સુવિધા આપશે, જેનાં પરિણામે વેપાર અને વાણિજ્યમાં વધારો થશે તેમજ આ વિસ્તારના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારાને વેગ મળશે.

જનજાતિ ગૌરવ દિવસ પર પ્રધાનમંત્રીના સંદેશનો મૂળપાઠ

November 15th, 10:06 am

ભગવાન બિરસા મુંડા માત્ર આપણી રાજકીય સ્વતંત્રતાના હીરો ન હતા. તે આપણી આધ્યાત્મિક, સાંસ્કૃતિક ઊર્જાના વાહક પણ હતા. આજે આઝાદીના 'પંચ પ્રણ'ની ઊર્જાથી દેશ ભગવાન બિરસા મુંડા સહિતના કરોડો આદિવાસી નાયકોના સપનાઓને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યો છે. આદિવાસી ગૌરવ દિવસ દ્વારા દેશના આદિવાસી વારસા પર ગૌરવ અને આદિવાસી સમાજના વિકાસનો સંકલ્પ આ ઊર્જાનો એક ભાગ છે.

"જનજાતિ ગૌરવ દિવસ અને આદિવાસી સમુદાયના વિકાસ માટે સંકલ્પ દ્વારા દેશના આદિવાસી વારસામાં ગર્વની અભિવ્યક્તિ એ 'પંચ પ્રાણ'ની ઊર્જાનો એક ભાગ છે"

November 15th, 10:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્ર ભગવાન બિરસા મુંડા અને કરોડો જનજાતિ બહાદુરોના સપનાઓને સાકાર કરવા માટે ‘પંચ પ્રાણ’ની ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. જનજાતિ ગૌરવ દિવસ દ્વારા દેશના આદિવાસી વારસામાં ગર્વ વ્યક્ત કરવો અને આદિવાસી સમુદાયના વિકાસ માટેનો સંકલ્પ એ ઊર્જાનો એક ભાગ છે,એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રી આજે એક વીડિયો સંદેશ દ્વારા જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી રહ્યા હતા.

મહારાષ્ટ્ર રોજગાર મેળામાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

November 03rd, 11:37 am

આજે દેશના યુવાનોને સરકારી વિભાગોમાં સામૂહિક રીતે નિમણૂક પત્ર આપવાના અભિયાનમાં મહારાષ્ટ્રનું નામ પણ જોડાઈ રહ્યું છે. ધનતેરસના દિવસે કેન્દ્ર સરકારે 10 લાખ નોકરીઓ આપવાનું અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે જ મેં કહ્યું હતું કે આગામી દિવસોમાં વિવિધ રાજ્ય સરકારો પણ આવા જ જોબ ફેરનું આયોજન કરશે. આ શ્રેણીમાં આજે મહારાષ્ટ્રમાં સેંકડો યુવાનોને એક સાથે નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. આજે નિમણૂક પત્રો મેળવનાર યુવક-યુવતીઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર રોજગાર મેળાને સંબોધન કર્યું

November 03rd, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહારાષ્ટ્ર સરકારના રોજગાર મેળાને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ધનતેરસ પર કેન્દ્રીય સ્તરે રોજગાર મેળાની કલ્પના શરૂ કરી હતી. કેન્દ્ર સરકારના સ્તરે 10 લાખ નોકરીઓ આપવાના અભિયાનની આ શરૂઆત હતી. ત્યારથી, પ્રધાનમંત્રીએ ગુજરાત અને J&K સરકારોના રોજગાર મેળાઓને સંબોધન કર્યું છે. “આટલા ઓછા સમયમાં રોજગાર મેળાના સંગઠનથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્ર સરકાર યુવાનોને રોજગાર આપવા માટે મજબૂત સંકલ્પ સાથે આગળ વધી રહી છે. મને એ વાતનો પણ આનંદ છે કે આગામી સમયમાં મહારાષ્ટ્રમાં આવા રોજગાર મેળાઓનું વધુ વિસ્તરણ કરવામાં આવશે”, એમ શ્રી મોદીએ કહ્યું. મહારાષ્ટ્રના ગૃહ વિભાગ અને રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગમાં હજારો નિમણૂકો થશે.

ગાંધીનગર, ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ 2022 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 04th, 10:57 pm

નમસ્તે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી રાજીવ ચંદ્રશેખરજી, અલગ અલગ રાજ્યો સાથે સંકળાયેલા તમામ પ્રતિનિધિ, ડિજિટલ ઇન્ડિયાના તમામ લાભાર્થી, સ્ટાર્ટ અપ્સ અને ઇન્ડસ્ટ્રી સાથે સકળાયેલા તમામ સાથીઓ, નિષ્ણાતો, એકેડમીડિશિયન, સંશોધકો, દેવીઓ તથા સજ્જનો.

પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું

July 04th, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે ટેકનોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલ પણ શરૂ કરી હતી. તેમણે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ સમૂહની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ અને આ ક્ષેત્રના અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

‘આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 12th, 12:32 pm

આજે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આ આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે. આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતને, આપણી આત્મનિર્ભર નારી શક્તિ એક નવી ઊર્જા આપવા જઈ રહી છે. આપ સૌની સાથે વાત કરીને આજે મને પણ પ્રેરણા મળી છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગીગણ, રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રીજી, રાજ્ય સરકારોના મંત્રીગણ, સાંસદ વિધાયક સાથી, જિલ્લા પરિષદના ચેરમેન અને સભ્યગણ, દેશની લગભગ લગભગ 3 લાખ જગ્યાઓ પરથી જોડાયેલ સ્વ સહાય જૂથની કરોડો બહેનો અને દીકરીઓ, અન્ય તમામ મહાનુભવો!

આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં પ્રધાનમંત્રીએ મહિલા સ્વ સહાય જૂથો સાથે વાતચીત કરી

August 12th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લીધો હતો અને દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સ્થપાઇ અને પ્રોત્સાહિત કરાયેલાં મહિલા સ્વ-સહાય જૂથો (SHG)નાં સભ્યો/સામુદાયિક સંસાધન વ્યક્તિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સમગ્ર દેશમાંથી મહિલા સ્વ-સહાય જૂથ સભ્યોની સાફલ્ય ગાથાઓનો એક સંગ્રહ અને કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું પ્રધાનમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

Beware of Congress-AIUDF 'Mahajoth' as it's 'Mahajhoot': PM Modi in Assam

March 24th, 03:04 pm

PM Modi today addressed public meetings in Bihpuria and Sipajhar in Assam ahead of assembly elections. Addressing a mega election rally in Bihpuria, PM Modi raised the issue of illegal immigrants and blamed the previous Congress for the influx. He said, “The incumbent BJP government has tackled the issue of illegal immigrants. The Satras and Namghars of Assam which were captured by illegal immigrants during Congress rule are now free from encroachments.”

PM Modi campaigns in Assam’s Bihpuria and Sipajhar

March 24th, 03:00 pm

PM Modi today addressed public meetings in Bihpuria and Sipajhar in Assam ahead of assembly elections. Addressing a mega election rally in Bihpuria, PM Modi raised the issue of illegal immigrants and blamed the previous Congress for the influx. He said, “The incumbent BJP government has tackled the issue of illegal immigrants. The Satras and Namghars of Assam which were captured by illegal immigrants during Congress rule are now free from encroachments.”

Sant Kabir represents the essence of India's soul: PM Modi in Maghar

June 28th, 12:35 pm

The Prime Minister, Shri Narendra Modi, visited Maghar in SantKabir Nagar district of Uttar Pradesh today. He offered floral tributes at SantKabir Samadhi, on the occasion of the 500th death anniversary of the great saint and poet, Kabir. He also offered Chadar at SantKabirMazaar. He visited the SantKabir Cave, and unveiled a plaque to mark the laying of Foundation Stone of SantKabir Academy, which will highlight the great saint’s teachings and thought.

પ્રધાનમંત્રીએ સંત કબીર નગરમાં મહાન સંત અને કવિ કબીરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

June 28th, 12:35 pm

તેમણે મહાન સંત અને કવિ કબીરની 500મી પુણ્યતિથિનાં પ્રસંગે સંત કબીરની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સંત કબીરની મજ઼ાર પર ચાદર પણ અર્પણ કરી હતી. તેમણે સંત કબીરની ગુફાની મુલાકાત લીધી હતી અને સંત કબીર અકાદમીનો શિલાન્યાસ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું, જેમાં આ મહાન સંતનાં ઉપદેશો દર્શાવાયા છે.

ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 15th, 10:56 am

છેલ્લા કેટલાક દિવસોથી મને સરકારની વિભિન્ન યોજનાઓના દેશભરના જે લાભાર્થીઓ છે, તે સૌ સાથે રૂબરૂ થવાનો, વાતચીત કરવાનો, તેમને સાંભળવાનો અવસર મળ્યો અને હું કહી શકું છું કે મારા એ માટે એક અદભુત અનુભવ રહ્યો અને હું હંમેશા આ હિંમતનો આગ્રહી છું કે ફાઈલોથીઅલગ પણ એક જીવન હોય છે અને જીવનમાં જે બદલાવ આવ્યો છે. જ્યારે તેને સીધો લોકો પાસેથી સાંભળ્યો, તેમના અનુભવોને જાણ્યા તો મનને એક ઘણો સંતોષ મળ્યો છે અને કામ કરવાની એક નવી ઊર્જા પણ મને તમારા લોકો પાસેથી મળી છે. આજે ડિજિટલ ઇન્ડિયાની કેટલીક યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો છે.

પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા પહેલના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

June 15th, 10:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વીડિયો બ્રિજ મારફતે 50 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા જેમાં કોમન સર્વિસ સેન્ટર, એનઆઈસી કેન્દ્રો, નેશનલ નોલેજ નેટવર્ક, બીપીઓ, મોબાઇલ મેનુંફેક્ચરીંગ એકમ અને માયગોવના સ્વયંસેવકોનો સામેલ છે. વીડિયો બ્રિજના માધ્યમથી સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતા સંવાદની શ્રુંખલાનો આ છઠ્ઠો કાર્યક્રમ હતો.

પુડુચેરીની કોંગ્રેસ સરકારે વિકાસના પ્રત્યે ધ્યાન ન આપીને લોકો સાથે અન્યાય કર્યો છે: વડાપ્રધાન મોદી

February 25th, 02:56 pm

પુડુચેરીમાં એક જાહેરસભાને સંબોધિત કરતા, વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પક્ષ પર હુમલો કરતા કહ્યું, “આપણા પ્રથમ વડાપ્રધાન લગભગ 17 વર્ષ રહ્યા, ત્રીજા વડાપ્રધાન લગભગ 14 વર્ષ રહ્યા અને તેમના પુત્ર પણ પાંચ વર્ષ માટે વડાપ્રધાન બન્યા. એક જ પરિવારે લાંબા સમય સુધી રિમોટ કંટ્રોલ દ્વારા સરકાર ચલાવી. જો આ બધાનો સરવાળો કરવામાં આવે તો આ પરિવાર આ દેશ પર લગભગ 48 વર્ષ શાસન કર્યું છે.

વડાપ્રધાન મોદીએ પુડુચેરી ખાતે જાહેરસભા સંબોધી

February 25th, 02:53 pm

પુડુચેરી ખાતે એક જાહેરસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કર્યો હતો અને કહ્યું, “આપણા પ્રથમ વડાપ્રધાન 17 વર્ષ સુધી રહ્યા, આપણા ત્રીજા વડાપ્રધાન 14 વર્ષ રહ્યા અને તેમના પુત્ર પણ પાંચ વર્ષ વડાપ્રધાન તરીકે રહ્યા. આ જ પરિવારે લાંબા સમય સુધી રિમોટ કન્ટ્રોલ થકી સરકાર ચલાવી. જો તેનો સરવાળો કરવામાં આવે તો આ પરિવાર આ દેશ પર 48 વર્ષ શાસન કરી ચુક્યું છે!”