પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ઝાબુઆમાં આશરે રૂ. 7300 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો

February 11th, 07:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં લગભગ 7300 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો. આજની આ વિકાસલક્ષી પરિયોજનાઓથી આ વિસ્તારની નોંધપાત્ર આદિવાસી વસતિને લાભ થશે, પાણીનો પુરવઠો સુદ્રઢ થશે અને પીવાના પાણીની વ્યવસ્થા થશે તેમજ મધ્યપ્રદેશમાં માર્ગ, રેલ, વીજળી અને શિક્ષણ ક્ષેત્રને પણ વેગ મળશે. પ્રધાનમંત્રીએ વિશેષ પછાત જનજાતિઓની આશરે 2 લાખ મહિલા લાભાર્થીઓને આહાર અનુદાનનો માસિક હપ્તો વિતરિત કર્યો હતો, SVAMITVA યોજનાનાં લાભાર્થીઓને 1.75 લાખ અધિકાર અભિલેખ (અધિકારોનો રેકોર્ડ)નું વિતરણ કર્યું હતું અને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ 559 ગામો માટે રૂ. 55.9 કરોડ હસ્તાંતરિત કર્યા હતાં.