રાષ્ટ્રીય પોષણ માહ એ આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે એક વિશાળ અભિયાન છે: પ્રધાનમંત્રી શ્રી
September 01st, 10:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્રીય પોષણ માહ, આપણા પરિવારના સ્વાસ્થ્ય માટેનું એક વિશાળ અભિયાન લોકોની ભાગીદારીને કારણે સફળ થશે.એ.એમ. નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ, નવસારી, ગુજરાત ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 10th, 01:07 pm
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આજ પ્રદેશના સાંસદ, મારા વરિષ્ઠ સાથી શ્રી સી. આર. પાટીલ, અહીં ઉપસ્થિત ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, ધારાસભ્યો, નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના સ્થાપક અને અધ્યક્ષ શ્રી એ. એમ. નાઈકજી, ટ્રસ્ટી શ્રી ભાઈ જીજ્ઞેશ નાઈકજી, અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો! આજે તમે પહેલા અંગ્રેજીમાં, પછી ગુજરાતીમાં સાંભળ્યું, હવે જો તમે હિન્દી ચૂકવા માંગતા નથી, તો હું હિન્દીમાં બોલું છું.પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
June 10th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં એ એમ નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ખારેલ શિક્ષણ સંકુલનું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત સેમિનારમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
March 08th, 06:03 pm
હું તમને બધાને, દેશની તમામ મહિલાઓને, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ અવસર પર દેશની મહિલા સંતો અને સાધ્વીઓ દ્વારા આ નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમને બધાને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સેમિનારને સંબોધન કર્યું
March 08th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા એક સેમિનારને સંબોધિત કર્યો હતો.વિવિધ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથેની મંત્રણા બાદ પ્રધાનમંત્રીની વિવિધ ટિપ્પણીનો મૂળપાઠ
January 22nd, 12:01 pm
ડીએમ્સે એમના એ અનુભવો જણાવ્યા હતા જે એમના જિલ્લાઓને સંખ્યાબંધ સૂચકાંકો પર દેખાવમાં સુધારા તરફ દોરી ગયા છે. પ્રધાનમંત્રીએ જિલ્લાઓમાં તેમના દ્વારા લેવાયેલાં મહત્વનાં પગલાંઓ જે સફળતમાં પરિણમ્યા છે એ અંગે અને આ પ્રયાસમાં એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે સીધા પ્રતિભાવો એમની પાસેથી માગ્યા હતા. તેમણે એમ પણ પૂછ્યું કે અગાઉ તેઓ કામ કરતા હતા એના કરતાં આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ હેઠળ કામ કરવાનું કેવું અલગ રહ્યું. અધિકારીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે જન ભાગીદારી એમની સફળતા પાછળનું મહત્વનું પરિબળ રહી છે. તેઓએ કેવી રીતે એમની ટીમમાં કામ કરતા લોકોને દૈનિક ધોરણે પ્રેરિત રાખ્યા અને તેઓ કામ નથી કરી રહ્યા પણ સેવા કરી રહ્યા છે એવી લાગણી વિકસાવવાના પ્રયાસો કર્યા એના વિશે તેઓ બોલ્યા હતા. વધેલા આંતર વિભાગીય સંકલન અને ડેટા ચાલિત શાસનના લાભો વિશે પણ તેઓ બોલ્યા હતા.મહત્વની સરકારી યોજનાઓના અમલીકરણ અંગે પ્રધાનમંત્રીએ વિવિધ જિલ્લાઓના ડીએમ સાથે વાતચીત કરી
January 22nd, 11:59 am
ડીએમ્સે એમના એ અનુભવો જણાવ્યા હતા જે એમના જિલ્લાઓને સંખ્યાબંધ સૂચકાંકો પર દેખાવમાં સુધારા તરફ દોરી ગયા છે. પ્રધાનમંત્રીએ જિલ્લાઓમાં તેમના દ્વારા લેવાયેલાં મહત્વનાં પગલાંઓ જે સફળતમાં પરિણમ્યા છે એ અંગે અને આ પ્રયાસમાં એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે સીધા પ્રતિભાવો એમની પાસેથી માગ્યા હતા. તેમણે એમ પણ પૂછ્યું કે અગાઉ તેઓ કામ કરતા હતા એના કરતાં આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ હેઠળ કામ કરવાનું કેવું અલગ રહ્યું. અધિકારીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે જન ભાગીદારી એમની સફળતા પાછળનું મહત્વનું પરિબળ રહી છે. તેઓએ કેવી રીતે એમની ટીમમાં કામ કરતા લોકોને દૈનિક ધોરણે પ્રેરિત રાખ્યા અને તેઓ કામ નથી કરી રહ્યા પણ સેવા કરી રહ્યા છે એવી લાગણી વિકસાવવાના પ્રયાસો કર્યા એના વિશે તેઓ બોલ્યા હતા. વધેલા આંતર વિભાગીય સંકલન અને ડેટા ચાલિત શાસનના લાભો વિશે પણ તેઓ બોલ્યા હતા.'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 20th, 10:31 am
કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, રાજસ્થાનના ગવર્નર શ્રી કલરાજ મિશ્રાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી શ્રી કિશન રેડ્ડીજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, પરષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાસ ચૌધરીજી, રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી ગુલાબચંદ કટારિયાજી, બ્રહ્માકુમારીઝના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજયોગી મૃત્યુંજયજી, રાજયોગિની બહેન મોહિનીજી, બહેન ચંદ્રિકાજી, બ્રહ્માકુમારીઝની અન્ય તમામ બહેનો, દેવીઓ અને સજજનો તથા અહીંયા ઉપસ્થિત સાધક અને સાધિકાઓ!પ્રધાનમંત્રીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું
January 20th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે બ્રહ્મા કુમારીની સાત પહેલને પણ લીલી ઝંડી આપી હતી. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જી. કિશન રેડ્ડી, ભૂપેન્દ્ર યાદવ, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.રાયપુર, છત્તીસગઢમાં વિશેષ ગુણો ધરાવતા 35 વિવિધ પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 28th, 11:01 am
નમસ્કારજી! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેશ બઘેલજી, મંત્રીમંડળના મારા અન્ય સહયોગી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાશ ચૌધરીજી, બહેન શોભાજી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી શ્રી રમણ સિંહજી, નેતા વિપક્ષ શ્રી ધર્મલાલ કૌશિકજી, કૃષિ શિક્ષણ સાથે જોડાયેલ તમામ ઉપકુલપતિ, અધ્યક્ષ, વૈજ્ઞાનિક સાથીઓ અને મારા વ્હાલા ખેડૂત બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રીએ વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી
September 28th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાયપુરમાં નવા નિર્માણ કરવામાં આવેલા રાષ્ટ્રીય બાયોટિક તણાવ વ્યવસ્થાપન સંસ્થાના સંકુલનું રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે આવિષ્કારી પદ્ધતિઓ અપનાવનારા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો
August 15th, 03:02 pm
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:38 am
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે
August 15th, 07:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.‘આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 12th, 12:32 pm
આજે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આ આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે. આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતને, આપણી આત્મનિર્ભર નારી શક્તિ એક નવી ઊર્જા આપવા જઈ રહી છે. આપ સૌની સાથે વાત કરીને આજે મને પણ પ્રેરણા મળી છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગીગણ, રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રીજી, રાજ્ય સરકારોના મંત્રીગણ, સાંસદ વિધાયક સાથી, જિલ્લા પરિષદના ચેરમેન અને સભ્યગણ, દેશની લગભગ લગભગ 3 લાખ જગ્યાઓ પરથી જોડાયેલ સ્વ સહાય જૂથની કરોડો બહેનો અને દીકરીઓ, અન્ય તમામ મહાનુભવો!આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં પ્રધાનમંત્રીએ મહિલા સ્વ સહાય જૂથો સાથે વાતચીત કરી
August 12th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લીધો હતો અને દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સ્થપાઇ અને પ્રોત્સાહિત કરાયેલાં મહિલા સ્વ-સહાય જૂથો (SHG)નાં સભ્યો/સામુદાયિક સંસાધન વ્યક્તિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સમગ્ર દેશમાંથી મહિલા સ્વ-સહાય જૂથ સભ્યોની સાફલ્ય ગાથાઓનો એક સંગ્રહ અને કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું પ્રધાનમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.Once farmers of India become strong & their incomes increase, the mission against malnutrition will also garner strength: PM Modi
October 16th, 11:01 am
PM Modi released a commemorative coin of Rs 75 denomination, as a testament to India’s long-standing relationship with FAO. The PM also dedicated to the nation 17 newly developed biofortified varieties of 8 crops. PM Modi spoke at length about India’s commitment to ensuring Food Security Act translated into practice during coronavirus, emphasised the importance of MSP and government purchase for ensuring food security.PM Modi releases commemorative coin to mark 75th anniversary of Food and Agriculture Organisation
October 16th, 11:00 am
PM Modi released a commemorative coin of Rs 75 denomination, as a testament to India’s long-standing relationship with FAO. The PM also dedicated to the nation 17 newly developed biofortified varieties of 8 crops. PM Modi spoke at length about India’s commitment to ensuring Food Security Act translated into practice during coronavirus, emphasised the importance of MSP and government purchase for ensuring food security.કૃષિ ક્ષેત્ર, આપણા ખેડુતો, આપણા ગામો આત્મનિર્ભાર ભારતનો પાયો છે: મન કી બાત દરમિયાન વડા પ્રધાન મોદી
September 27th, 11:00 am
વાર્તાઓ, લોકોના રચનાત્મક અને સંવેદનશીલ પક્ષને સામે લાવે છે. તેને પ્રગટ કરે છે. વાર્તાની તાકાતને અનુભવવી હોય તો જ્યારે કોઈ માં પોતાના નાના બાળકને સૂવડાવવા માટે અથવા તો તેને ખાવાનું ખવડાવવા માટે વાર્તા સંભળાવી રહી હોય ત્યારે જુઓ. હું મારા જીવનમાં ઘણાં લાંબા સમય સુધી એક ભટકતા તપસ્વીના રૂપમાં રહ્યો. ફરતા રહેવું એ જ મારું જીવન હતું. રોજ નવું ગામ, નવા લોકો, નવા પરિવાર, પરંતુ જ્યારે હું પરિવારમાં જતો હતો, તો હું બાળકો સાથે જરૂર વાત કરતો હતો અને ક્યારેક-ક્યારેક બાળકોને કહેતો હતો કે ચલો ભઈ, મને કોઈ વાર્તા સંભળાવો, તો હું હેરાન થઈ જતો, બાળકો મને કહેતા હતા, નહીં અંકલ વાર્તા નહીં, અમે રમૂજી ટૂચકાઓ સંભળાવીશું, અને મને પણ તેઓ એમ જ કહેતા હતા કે અંકલ આપ અમને રમૂજી ટૂચકાઓ સંભળાવો, એટલે કે તેમને વાર્તાઓનો કોઈ પરિચય જ નહોતો. મોટાભાગનું તેમનું જીવન રમૂજી ટૂચકાઓમાં જ સમાયેલું હતું.પ્રધાનમંત્રીએ પોષણ માહનું મહત્ત્વ સમજાવી પોષક ઘટકો વિશે જાગૃતિ લાવવાના કાર્યક્રમને જન ચળવળમાં પરિવર્તિત કરવા માટે અપીલ કરી
August 30th, 03:46 pm
પ્રધાનમંત્રીએ એમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના આ મહિનાના એપિસોડમાં સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ એટલે કે ન્યૂટ્રિશન મંથ તરીકે ઉજવવા દેશવાસીઓને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશ અને પોષણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેમણે સંસ્કૃત સુક્તિ – “યથા અન્નમ, તથા મન્નમ”ને ટાંકી હતી, જેનો અર્થ એ છે કે, માનસિક અને બૌદ્ધિક વિકાસ આપણે જે ભોજન લઈએ છીએ એની ગુણવત્તા સાથે સંબંધિત છે. તેમણે કહ્યું હતું કે, બાળકો અને વિદ્યાર્થીઓને તેમની અંદર રહેલી ક્ષમતાને મહત્તમ રીતે ખીલવવા અને તેમની અંદર રહેલી સંભવિતતાને પ્રદર્શિત કરવા પોષક દ્રવ્યો અને યોગ્ય પોષણ મોટી ભૂમિકા ભજવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકોને સારું પોષણ મળે એ માટે માતાઓને ઉચિત પોષક દ્રવ્યો મળે એ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, પોષક દ્રવ્યોનો અર્થ ફક્ત ભોજન નથી, પણ મીઠું, વિટામિન્સ વગેરે જેવા આવશ્યક પોષક દ્રવ્યો મેળવવાનો છે.