પીએમએ બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

July 25th, 01:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી અને કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે.

પૂર્વાંચલ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 16th, 01:23 pm

જૌને ધરતી પર હનુમાન જી, કાલનેમિ કૈ વધ કિયે રહેં, ઉ ધરતી કે લોગન કૈ હમ પાંવ લાગિત હૈ. 1857 કે લડાઈ મા, હિંયા કે લોગ અંગ્રેજન કા, છઠ્ઠી કૈ દૂધ યાદ દેવાય દેહે રહેં. યહ ધરતી કે કણ કણ મા સ્વતંત્રતા સંગ્રામ કૈ ખુસબૂ બા. કોઇરીપુર કૈ યુદ્ધ, ભલા કે ભુલાય સકત હૈ? આજ યહ પાવન ધરતી ક, પૂર્વાંચલ એક્સપ્રેસવે કૈ સૌગાત મિલત બા. જેકે આપ સબ બહૂત દિન સે અગોરત રહિન. આપ સભૈ કો બહુત બહુત બધાઈ.

પ્રધાનમંત્રીએ પૂર્વાંચલ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું

November 16th, 01:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂર્વાંચલ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સુલતાનપુર જિલ્લામાં એક્સપ્રેસવે પર બનેલી 3.2 કિ.મી. લાંબી એરસ્ટ્રીપ પર એરશો પણ નિહાળ્યો હતો.

પ્રધાનમંત્રી 16મી નવેમ્બરે યુપીની મુલાકાત લેશે અને પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે

November 15th, 11:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બર, 2021ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સુલતાનપુર જિલ્લાના કરવલ ખેરી ખાતે બપોરે 1:30 વાગ્યે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.

સુપાત્ર આગેવાનો અને યોધ્ધાઓનુ સન્માન થતું ના હોય તેવી ઈતિહાસની ભૂલો અમે સુધારી રહ્યા છીએ : પ્રધાનમંત્રી

February 16th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે આપણે જ્યારે દેશની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણા ઐતિહાસિક વીર પુરૂષો અને વીરાંગનાઓએ દેશને આપેલું અપાર યોગદાન ભૂલાય નહીં તે ઘણું મહત્વનું બની રહે છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ ભારત અને ભારતીયતા માટે સમર્પિત કરી દીધું તેમને ઈતિહાસનાં પુસ્તકોમાં યોગ્ય સ્થાન મળ્યું નથી. ભારતમાં ઈતિહાસ સર્જનારા લોકોને ઈતિહાસ લેખકો તરફથી થયેલો આ અન્યાય અને ક્ષતિઓ આપણે જ્યારે આપણી આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે તેમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમના યોગદાનને યાદ કરવું તે આ તબક્કે ખૂબ જ મહત્વનું બની રહે છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સ મારફતે ઉત્તર પ્રદેશમાં બહેરાઈચ ખાતે મહારાજા સુહેલ દેવ સ્મારક અને વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે વાત કરતાં આજે આ મુજબ જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ મેમોરિયલના શિલાન્યાસ અને ચિતૌરા લેકના વિકાસ કાર્યના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના ઉદબોધનનો મૂળપાઠ

February 16th, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો

February 16th, 11:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.

ગાઝીપુરમા મેડિકલ કોલેજના શિલાન્યાસ અને મહારાજા સુહેલદેવની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 29th, 12:15 pm

દેશની સુરક્ષા માટે શૂરવીર આપનારી, વીર સપૂત આપનારી, સેનાનીઓને જન્મ આપનારી, આ ધરતી જ્યાં ઋષિઓ, મુનીઓના ચરણ પડ્યા છે. એવા ગાઝીપુરમાં એક વાર ફરી આવવું મારી માટે ખૂબ સુખદ છે.

પ્રધાનમંત્રી ગાઝીપુરમાં

December 29th, 12:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગાઝીપુરનો પ્રવાસ કર્યો હતો. તેમણે મહારાજા સુહેલદેવ પર સ્મારક ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી હતી. તેમણે ગાઝીપુરમાં એક ચિકિત્સા મહાવિદ્યાલયનો શિલાન્યાસ પણ કર્યો હતો.

વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શિલાન્યાસ અને ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 14th, 06:28 pm

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈકજી, અહીંનાં ઓજસ્વી, તેજસ્વી, પરિશ્રમી, યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારી સાથી શ્રી મનોજ સિંહાજી, સંસદમાં મારાં સાથી અને મારાં બહુ જૂનાં મિત્ર અને ભારતીય જનતા પક્ષનાં પ્રદેશપ્રમુખ શ્રી મહેન્દ્રનાથ પાંડે, જાપાન રાજદૂતનાં ચાર્જ ધ અફેર શ્રી હિરેકા અસારીજી તથા બનારસનાં મારાં ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

July 14th, 06:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં કુલ રૂ. 900 કરોડથી વધારે મૂલ્યની વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આ પરિયોજનાઓમાં વારાણસી શહેર ગેસ વિતરણ પરિયોજના અને વારાણસી-બલિયા મેમુ ટ્રેનના ઉદઘાટનનો સામાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ પંચકોશી પરિક્રમા તથા સ્માર્ટ મિશન અને નમામી ગંગે હેઠળના કેટલાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનો પમ શિલાન્યાસ કર્યો હતો.

આજમગઢ઼માં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનાં શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 14th, 04:14 pm

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાઈકજી, મુખ્યમંત્રી, યશસ્વી, તેજસ્વી, પરિશ્રમી, શ્રીમાન યોગી આદિત્યનાથજી, હંમેશા હસતા રહેવાનો જેનો સ્વભાવ છે તેવા મારા સાથી ઉપ-મુખ્યમંત્રી શ્રીમાન કેશવપ્રસાદ મૌર્યજી, ઔદ્યોગિક વિકાસ મંત્રી શ્રીમાન સતીશ મહાનાજી, રાજ્ય સરકારમાં મંત્રી ભાઈશ્રી દારા સિંહજી, સંસદમાં મારા સાથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન મહેન્દ્રનાથ પાંડેજી, સંસદમાં અમારી સાથી બહેન નીલમ સોનેકરજી, વિધેયક ભાઈ શ્રી અરુણજી અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો

July 14th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો.