પ્રધાનમંત્રીએ પોંગલની શુભેચ્છા પાઠવી

January 15th, 09:36 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોંગલના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.

નવી દિલ્હીમાં પોંગલ ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 14th, 12:00 pm

પોંગલના પવિત્ર દિવસે તમિલનાડુના દરેક ઘરમાંથી પોંગલ પ્રવાહ વહે છે. હું ઈચ્છું છું કે એવી જ રીતે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ વહેતો રહે. ગઈકાલે જ દેશમાં લોહરીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. કેટલાક લોકો આજે મકરસંક્રાંતિ-ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, તો કેટલાક લોકો કાલે ઉજવશે. માઘ બિહુ પણ આની આસપાસ છે. હું આ તમામ તહેવારો પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું અને તેમને શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પોંગલ ઉજવણીમાં ભાગ લીધો

January 14th, 11:30 am

આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ પોંગલના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે તમિલનાડુના દરેક ઘરમાં ઉત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી મોદીએ તમામ નાગરિકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ સતત વહેતો રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગઈકાલે થઈ રહેલી લોહરીની ઉજવણી, આજે મકર ઉત્તરાયણનો તહેવાર, આવતીકાલે ઉજવવામાં આવનાર મકરસંક્રાંતિ અને ખૂબ જ ટૂંક સમયમાં માઘ બિહુની શરૂઆતની પણ નોંધ લીધી. શ્રી મોદીએ દેશમાં ચાલી રહેલા તહેવારોના સમયગાળા માટે તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

સિકંદરાબાદથી વિશાખાપટનમને જોડતી વંદે ભારત ટ્રેનનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુભારંભ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 15th, 10:30 am

નમસ્કાર, તેલંગાણાના રાજ્યપાલ ડૉક્ટર તમિલિસૈ સૌદરરાજન જી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જી, કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી જી, તેલંગાણાના મંત્રી મોહમ્મદ મહેમૂદ અલી ગારુ, ટી. શ્રીનિવાસ યાદવ, સંસદના મારા સાથી .મારા મિત્ર બંડી સંજય ગારુ, કે. લક્ષ્મણ ગારુ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદ સાથે વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી

January 15th, 10:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવેલી આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુભાષી બે રાજ્યો તેલંગણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનો અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશન પર સ્ટોપેજ હશે.

પ્રધાનમંત્રી શ્રીએ પોંગલ પર દરેકને ખાસ કરીને તમિલ લોકોને શુભેચ્છા પાઠવી

January 15th, 09:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોંગલના અવસર પર દરેકને ખાસ કરીને તમિલ લોકોને શુભેચ્છા પાઠવી છે.

વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ-એમવી ગંગા વિલાસને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવવા અને વારાણસીમાં ટેન્ટ સિટીના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

January 13th, 10:35 am

આજે લોહરીનો ઉમંગભર્યો તહેવાર છે. આગામી દિવસોમાં ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, ભોગી, બિહુ, પોંગલ જેવા અનેક તહેવારો પણ આપણે ઉજવીશું. હું દેશ અને દુનિયામાં આ તહેવારોની ઉજવણી કરી રહેલા તમામ લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા - MV ગંગા વિલાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી

January 13th, 10:18 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વના સૌથી લાંબી નદી પર ચાલનારા ક્રૂઝ- MV ગંગા વિલાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવીને રવાના કર્યું હતું અને વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન રૂપિયા 1000 કરોડથી વધુ મૂલ્યની અનેક અન્ય આંતરદેશીય જળમાર્ગોની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા હતા. રિવર ક્રૂઝ પર્યટનને વેગ આપવાના પ્રધાનમંત્રીના પ્રયાસોને અનુરૂપ, આ સેવાનો પ્રારંભ થવાથી રિવર ક્રૂઝની અત્યાર સુધી ઉપયોગમાં ન લેવાયેલી વિરાટ સંભાવનાઓના દ્વાર ખુલી જશે અને તે ભારત માટે રિવર ક્રૂઝ પર્યટનના નવા યુગનો આરંભ કરશે.

પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, ભોગી, માઘ બિહુ અને પોંગલ પર દેશભરના લોકોને શુભેચ્છા પાઠવી

January 14th, 10:24 am

ભારતભરમાં અમે વિવિધ તહેવારો ઉજવીએ છીએ જે ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે. આ તહેવારો પર મારી શુભેચ્છાઓ.

કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય મંત્રીઓ અને લેફ. ગવર્નર્સ સાથે સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી

January 13th, 05:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ. ગવર્નર્સ/વહીવટદારો સાથે એક સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અમિત શાહ, ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં પ્રધાન ડૉ. ભારતી પ્રવીણ પવાર સહિતના આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મીટિંગમાં મહામારીની સ્થિતિ અંગે તાજા પ્રવાહોની માહિતી આપી હતી.

કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય મંત્રીઓ અને લેફ. ગવર્નર્સ સાથે સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી

January 13th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ. ગવર્નર્સ/વહીવટદારો સાથે એક સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અમિત શાહ, ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં પ્રધાન ડૉ. ભારતી પ્રવીણ પવાર સહિતના આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મીટિંગમાં મહામારીની સ્થિતિ અંગે તાજા પ્રવાહોની માહિતી આપી હતી.

તમિલનાડુમાં 11 નવી મેડિકલ કૉલેજો અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલના એક નવા કૅમ્પસનાં ઉદ્ઘાટન ખાતે પ્રધાનમંત્રીનાં ભાષણનો મૂળપાઠ

January 12th, 03:37 pm

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિ, તમિલનાડુના મુખ્ય મંત્રી શ્રી એમ કે સ્ટાલિન, કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયા, મંત્રી પરિષદમાં મારા સાથીઓ શ્રી એલ. મુરુગન, ભારતી પવાર્જી, તમિલનાડુ સરકારના પ્રધાનો, સાંસદો, તમિલનાડુ વિધાનસભાના ધારાસભ્યો,

પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં 11 નવી મેડિકલ કૉલેજ અને સીઆઇસીટીના એક નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

January 12th, 03:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 11 નવી મેડિકલ કૉલેજો અને સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલ (સીઆઇસીટી)નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. એલ મુરુગન અને ડૉ. ભારતી પવાર, તમિલનાડુના મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિન આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને કોવિડ-19 રસીકરણની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

January 09th, 05:42 pm

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના રસીકરણ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

26.01.2020 ના રોજ ‘મન કી બાત 2.0’ના આઠમાં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 26th, 04:48 pm

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 26 જાન્યુઆરી છે. પ્રજાસત્તાક પર્વની અનેક-અનેક શુભકામનાઓ. 2020નું આ પ્રથમ ‘મન કી બાત’નું મિલન છે. આ વર્ષનો પણ આ પહેલો કાર્યક્રમ છે, આ દશકનો પણ આ પહેલો કાર્યક્રમ છે. સાથીઓ, આ વખતે ‘પ્રજાસત્તાક દિવસ’ સમારોહના કારણે તમારી સાથે ‘મન કી બાત’, તેના સમયમાં પરિવર્તન કરવાનું ઉચિત લાગ્યું. અને આથી, એક અલગ સમય નક્કી કરીને આજે તમારી સાથે ‘મન કી બાત’ કરી રહ્યો છું.

પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી

January 14th, 01:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

PM Modi interacts with booth Karyakartas from Mayiladuthurai, Perambalur, Sivaganga, Theni & Virudhunagar

January 13th, 12:34 pm

Prime Minister Narendra Modi interacted with BJP booth workers from Mayiladuthurai, Perambalur, Sivaganga, Theni and Virudhunagar in Tamil Nadu today.

ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું મીડિયાને સંબોધન (જાન્યુઆરી 15 2018)

January 15th, 02:00 pm

પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂનું ભારતની તેમની સૌપ્રથમ મુલાકાત પ્રસંગે સ્વાગત કરવું એ સૌથી મોટી ખુશીની વાત છે.

પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં અવસરે લોકોને શુભેચ્છા પાઠવી

January 14th, 03:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં અવસરે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

ચાલો આપણે 'હકારાત્મક ભારત' થી 'વિકાસશીલ ભારત' ની સફર શરુ કરીએ: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી

December 31st, 11:30 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ 2017ના 'મન કી બાત' ના અંતિમ સંસ્કરણમાં લોકોને 'વિકાસશીલ ભારત' તરફ આગળ વધીને નવા વર્ષનું હકારાત્મકતાથી સ્વાગત કરવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાને નવા યુગના 21મી સદીના મતદારો વિષે વિગતે જણાવતા કહ્યું હતું કે લોકશાહીમાં મત ની શક્તિ સૌથી વધુ હોય છે જે અસંખ્ય લોકોમાં હકારાત્મક બદલાવ લાવી શકવામાં સક્ષમ હોય છે.