પ્રધાનમંત્રીએ પોઈલા વૈશાખ પર આનંદ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી

April 15th, 09:26 am

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ પોઈલા વૈશાખ પર શુભ-નાબો વર્ષો, હાર્દિક શુભેચ્છા પાઠવી છે!.

બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીની ભારતની રાજકીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન

April 08th, 01:16 pm

તમે ભારતમાં ખરેખર શુભ સમયે મુલાકાત લીધી છે. पोयला बोइशाख શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. હું તમને અને બાંગ્લાદેશના ભાઈઓ અને બહેનોને નવા વર્ષની શુભકામના પાઠવું છું शुवो नबाबर्षो. તમારી મુલાકાત આપણા નાગરિકો અને આપણા દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોના વધુ એક સોનેરી યુગ शोनाली अध्यायના સૂત્રપાત સમાન છે. આપણા સંબંધો અને આપણી ભાગીદારીની સિદ્ધિઓમાં અસાધારણ પરિવર્તન તમારા મજબૂત અને નિર્ણાયક નેતૃત્વનો સ્પષ્ટ સંકેત આપે છે. વર્ષ 1971ની આઝાદીની લડતમાં પોતાના જીવનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને સન્માન આપવાનો તમારો નિર્ણય ભારતીય જનતાના હૃદયને સ્પર્શી ગયો છે. દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે કે ભય અને આતંકના આથોરમાંથી બાંગ્લાદેશને મુક્ત કરાવવા ભારતીય સૈનિકો અને बीर मुक्तिजोधा ખભેખભો લડાવીને લડ્યા હતા.